________________
૧૨૬
ધર્મકથાનુયોગ–મહાવીરતીર્થ માં સુરાદેવ ગાથાપતિ થાનક સૂત્ર ૧૬૨
મને કહ્યું – રે સુરાદેવ શ્રમણોપાસક! યાવત્ જો આજે તું શીલ, વ્ર, વિરમણે, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસે નહીં છોડે, નહીં ત્યાગેખંડિત નહીં કરે તો હું આ જ ક્ષણે તારા જયેષ્ઠ પુત્રને ઘરેથો લઈ આવીશ, લાવીને તારી સામે મારી નાખીશ, મારીને તેના શરીરના પાંચ ટુકડા કરી નાખીશ, ટુકડા કરીને તેલ ભરેલો કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પર માંસ અને લોહી છાંટીશ જેનાથી તું આનંદયાન તેમ જ દુસહ દુ:ખ, વેદનાથી પીડિત થઈને જીવનરહિત થઈ જઈશ.
પરંતુ હું તે પુરુષની આ વાત સાંભળીને પણ નિર્ભય યાવતું મારી ધર્મસાધનામાં રન રહો.
ત્યારે તે પુરુષે મને નિર્ભય યાવતુ ધર્મધ્યાનમાં ૨ત જોયે, જોઈને બીજી વાર અને ત્રીજી વાર પણ ધમકી આપી કે ઓ રે સુરાદેવ શ્રમણોપાસક ! યાવતુ નહીં છોડે, નહીં તેડે ને યાવતુ નું આધ્યાન અને દુસ્સહ દુ:ખથી પીડિત થઈને અકાળે જ જીવન રહિત થઈ જઈશ.
ત્યારે તે પુરુષની બીજી, ત્રીજી વાર આપવામાં આવેલી ધમકી સાંભળીને પણ હું નિર્ભય થાવત્ મારી ધર્મસાધનામાં રત રહ્યો.
તદનન્તર પણ જ્યારે તે પુરુષે મને નિર્ભય થાવત્ ઉપાસનારન જોયો તો જોઈને ક્રોધિત, રુષ્ટ, કુપિત, વિકરાળ અને દાંત કચકચાવતો ને મારા જયેષ્ઠ પુત્રને ઘરેથી ઉપાડી લાવ્યા, લાવીને મારી સામે તેનો વધ કર્યો, વધ કરીને શરીરના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યા, તળીને મારા શરીરને માંસ અને લોહીથી સિંચ્યું. ત્યારે મેં તે તીવ્ર યાવતુ વેદનાને સમભાવ, ક્ષમા, તિતિક્ષાપૂર્વક સમ્યકુ પ્રકારે સહન કરી.
આ જ પ્રમાણે વચલા પુત્રને પણ ઘરેથી લા, યાવતુ સમભાવ, ક્ષમા તિતિક્ષાપૂર્વક સહન કરી. આ પ્રમાણે કનિષ્ઠ પુત્રને લાવ્યા યાવતુ વેદનાને સમભાવપૂર્વક ક્ષમા અને સહનશીલના સાથે સહન કરી,
ત્યારે પણ તે પુરુષે મને નિર્ભય થાવ સાધનારત જોયો, જોઈને મને ચોથી વાર કહ્યું
ઓ રે સુરાદેવ શ્રમણોપાસક ! યાવન જો તું આજે શીલા યાવત્ પૌષધપવાસે નહીં છોડે, ખડિત નહીં કરે તો હું આ જ ક્ષણે તારા શરીરમાં એકી સાથે સોળ ભયંકર રોગ ઉત્પન્ન કરી દઈશ ધાવતુ જેથી તું આર્તધ્યાન અને દુસ્સહ દુ:ખથી પીડિત થઈને અકાળે તારા જીવનથી હાથ ધોઈ નાખીશ.”
તે પુરુષની આ વાત સાંભળીને પણ હું નિર્ભય વાવતું મારી ધર્મસાધનામાં સ્થિર રહ્યો.
તદનાર તે પુરુષે મને નિર્ભય યાવતુ સ્થિર જોયા, જોઇને બીજી અને ત્રીજી વાર પણ મને ધમકી આપી કે “એ રે સુરાદેવ શ્રમણોપાસક ! યાવત્ તું આજે શીલો યાવતુ પૌષધોપવાસો નહીં છોડે. ખંડિત નહીં કરે તો હું આજ ક્ષણે તારા શરીરમાં એક સાથે કાસ આદિ ભયંકર સોળ રોગ ઉત્પન કરી દઈશ પાવન તેથી તું આર્તધ્યાન અને દુસ્સહ દુ:ખને વશ થઈ અકાળે પ્રાણથી હાથ ધોઈ નાખીશ.
તે પુરુષ દ્વારા બીજી વાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાથી મને આ પ્રમાણેને આધ્યાત્મિક, ચિ તિન, પ્રાર્થિત, માનસિક વિચાર ઉત્પન્ન થયો કે “અહો ! આ પુરુષ અનાર્ય– અધમ છે. ભાવતુ આ પુરુષને પકડી લે એ મારા માટે યોગ્ય છે. આમ વિચાર કરીને હું આસન પરથી ઊઠ્યો અને તેને પકડવા દોડયો પર તું મારા હાથમાં થાંભલો આવી ગયો અને તે પુરુષ ઉપર આકાશમાં ઊડી ગયો. એટલે મેં જોરજોરથી અવાજ કર્યો-હું બૂમો પાડવા મંડયો.
મુરાદેવ દ્વારા પ્રાયશ્ચિત કરવું– ૧૬૨. તદનાર ધના ભાર્યાએ સુરાદેવ શ્રમણ
પાસકને આ પ્રમાણે કહ્યું–‘કોઈ પુરુષ નથી ને તમારા જયેષ્ઠ પુત્રને ઘરેથી ઉપાડી લાવ્યો, કે નથી તમારી સામે મારી નાખે, ન કોઈ પુરુષ તમારા મધ્યમ પુત્રને ઘરેથી ઉપાડી લાવ્યો અને નથી તમારી સામે મારી નાખ્યો અને કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org