________________
૧૦૬
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં કામદેવ સ્થાનક : સૂત્ર ૧૧૮
અવિચલ, અનાકુળ, શાનભાવે ધર્મધ્યાનમાં સ્થિર જોયો, પોતે કામદેવ શ્રમણોપાસકને નિગ્રન્થ પ્રવચનમાંથી વિચલિત, મુભિત વિપરિણામિત-વિપરીત પરિણામ યુક્ત નથી કરી શકયો એ જોયું ત્યારે તે શ્રોત, કલાન અને ખિન્ન થઈને ધીમે ધીમે પાછો ફર્યો, ઉલટા પગલે પૌષધશાળાની બહાર નીકળો, નીકળીને દેવમાયા-જનિત પિશાચરૂપને ત્યાગ કર્યો, ત્યાગ કરીને એક વિશાળકાય દેવાયા જન્ય હસ્તીરૂપ ધારણ કર્યું. તે હાથીના રૂપનું વર્ણન આ પ્રમાણે છે
તે હાથી સુપુષ્ટ સાત અંગે (ચાર પગ, સૂઢ, જનનેન્દ્રિય અને પૂંછડી) થી યુક્ત હતો. તેનું શરીર સમ્યફ રીતે સુગઠિત અને સુંદર હતું.
તેનો અગ્રભાગ ઊંચો-ઉપસેલો હતો અને પૃષ્ઠભાગ સુવરની જેમ ઝૂકેલે હતો.
તેની કુક્ષિ બકરીની કુક્ષિ-પેટની જેમ સપાટ, લાંબી અને નીચે તરફ લટકતી હતી.
તેના મોઢાની બહાર નીકળેલા દાંત મુકુલિત, મલ્લિકાના પુષ્પ જેવા નિર્મળ અને સફેદ હતા અને જાણે સોનાના માનમાં રાખ્યા હોય તેવા દેખાતા હતા.
તેની સૂંઢ અગ્રભાગ ખેંચાયેલા ધનુષની જેમ સુંદર રીતે વળેલ હતો.
તેના પગના તળિયા કાચબાના જેવા સ્થૂળ અને ચપટા હતા જેમાં વીસ નખ હતા.
તેની પૂંછડી શરીર સાથે દબાયેલો અને માપસર-સમુચિત લંબાઈ આદિ આકારવાળી હતી. ને હાથી મદોન્મત્ત હતો અને મેઘની જેમ ગર્જના કરી રહ્યો હતો. તેની ઝડપ મન અને પવનના વેગ કરતા પણ તીવ્ર હતી. આવા દેવમાયા-જન્ય હાથીનું રૂપ લઈને પેલો દેવ જ્યાં પૌષધશાળા હતી, જેમાં પ્રમાણે પાસક કામદેવ હતો, ત્યાં આવ્યો અને આવીને કામદેવ શ્રમણોપાસકને તેણે આ પ્રમાણે કહ્યું
“અરે ઓ શ્રમણોપાસક કામદેવ ! –પાવતુનું તારા વ્રતને નહીં તોડે–ભંગ નહીં કરે તો હું તને સુંઢથી ઊચકીને પોષધશાળાની બહાર લઈ જઈશ, લઈ જઈને ઊંચે આકાશમાં ઉછાળીશ, ઉછાળીને મારા તીણા દાંતો પર ઝીલી લઈશ, ઝીલીને જમીન પર રાખીને પગથી છ દી નાખીશ, જેથી હે દેવાનુપ્રિય! તું આર્તધ્યાન તેમ જ વિકટ દુ:ખની પીડા પામીને અકાળે જીવન રહિત થઈ જઈશ-મરી જઈશ.”
હાથીનું રૂપ ધારણ કરેલા તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયાં છતાં પણ શ્રમણોપાસક કામદેવ ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, શુભિત તેમ જ વિચલિત ન બન્ય, ગભરાયો નહીં, પરંતુ શાતિપૂર્વક ધર્મધ્યાનમાં જ સ્થિર રહો.
ત્યારે તે હાથીનું રૂપ ધારણ કરેલા દેવે કામદેવ શ્રમણોપાસકને પૂર્વવત્ અભીન, અત્રસ્ત, અણુભિત, અચલિત, અનાકુળ તેમ જ શાનભાવે ધર્મદયાનમાં સ્થિર જોયે, જોઈને બીજી વાર અને પછી ત્રીજી વાર પણ ફરી ફરીને કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! યાવત્ જો હજી પણ તું શીલ, વ્રત, વિરમણે, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસ નહીં છોડે નહીં ડે તો હું જ ક્ષણે તને સૂંઢથી પકડીને પૌષધશાળાની બહાર ખેંચી જઈશ, બહાર લઈ જઈને આકાશમાં ઉછાળીશ, ઉછાળીને તીણ મૂસલ (સાંબેલાં) જેવા દાંત પર ઝીલી લઈશ, ઝીલીને જમીન પર પછાડીને ત્રણ વાર પગથી છુંદી નાખીશ. જેથી હે દેવાનુપ્રિય ! આર્તધ્યાનથી વશ થઈને વિકટ દુ:ખો ભોગવીને દુ:ખી થઈને અકાળે નું જીવનરહિત થઈ જઈશમરણને શરણ થઈશ.’
ત્યારે કામદેવ શ્રમણોપાસક તે હાથી રૂપે રહેલા દેવ દ્વારા બીજી, ત્રીજી વાર કહેવાયેલી વાત સાંભળીને પણ નિર્ભય યાવત્ ધર્મ ધ્યાનમાં સ્થિર રહો.
તદન્તર ને હાથીરૂપધારી દેવે શ્રમણોપાસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org