________________
૧૦૪
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં કામદેવ કથાનક સૂત્ર ૧૧૬
અને પરિચિતોને પૂછયું, પૂછીને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને ચંપાનગરીની વચ્ચેથી પસાર થતાં જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો, આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમા જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રનિલેખના કરીને દર્ભનું આસન પાથર્યું, પાથરીને તેના પર બેઠો, બેસીને પષધશાળામાં પૌષધની બનીને બ્રહ્મચર્યપૂર્વક, સેનાના ને મણિના બનેલાં આભૂષણો, પુષ્પમાળાઓ, વર્ણક, વિલેપનોને ત્યજીને અને મૂલાદિ શસ્ત્રોનો ત્યાગ કરીને, એકાકી, અદ્વિતીય બનીને દર્ભના બનાવેલા આસન ઉપર બેસીને, શ્રમણ ભગવાન મહાવીર પાસેથી અંગીકાર કરેલી ધમપ્રશપ્તિ-ધર્મશિક્ષાને સ્વીકાર કરીને ઉપાસનામાં મગ્ન બની ગયો. પિશાચરૂપે ઉદભવેલ મારણાંતિક ઉપસર્ગને કામદેવ દ્વારા સમ્યફ પણે પ્રતિકાર૧૧૭. તદન્તર કામદેવ શ્રમણોપાસક આગળ મધ્યરાત્રીના સમયે એક માયાવી અને મિથ્યાદષ્ટિ દેવ પ્રગટ થયો.
તે દેવે એક વિશાળકાય પિશાચનું રૂપ બનાવ્યું હતું–ધારણ કર્યું હતું. ને દેવના પિશાચરૂપનું વર્ણન આ પ્રમાણે વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે
તે પિશાચનું માથું ગેલિંજ અર્થાત્ ગાયને ચારો નાખવા માટે ઉપયોગમાં લેવાતી વાંસની ટોપલી જેવું હતું. તેના વાળ-ધાનની મંજરીના તંતુઓ જેવા રુક્ષ લાંબા હતા. તે ભૂખરા અને ચમકતા હતા.
લલાટ મોટા માટલાના આકાર જેવું હતું. તેની ભ્રમર ગરોળીની પૂંછડી જેવી હતી, જે દેખાવમાં ખૂબ વિકૃત તેમજ બીભત્સ લાગતી હતી. અખો માથારૂપી ઘડામાંથી બહાર નીકળેલી વિકન અને બીભત્સ દેખાવવાળી હતી.
કાન તૂટેલા સૂપડા જેવા મોટા અને કુરૂપ દેખાતા હતા.
નાક દેડકાના નાક જેવું ચપટું હતું. તેના
નાકનાં બંને નસકોરાં બાંકેરા જેવા અને જોડાયેલા બે ચૂલા જેવા દેખાતા હતા.
ઘોડાની પંછડી જેવી તેની મૂછો હતી, જેને રંગ ભૂખરો હતો અને ખૂબ વિકૃત અને બીભત્સ હતી.
હોઠ ઊંટના હોઠ જેવા લાંબા હતા, દાંત હળની અણી જેવા તીક્ષા અને અણીદાર હતા.
જીભ સૂપડાના ટુકડા જેવી વિકૃત અને જોનારને બીક લાગે તેવી હત.
તેની દાઢી હળના આગળના ભાગની જેમ બહારની તરફ ઉપસેલી હતી.
કડાઈ જેવા અંદર તરફ બેઠેલા તેના ગાલ હતા, તે ચીરાયેલા હતા, અર્થાત્ તેના પર ઘા વાગ્યાના નિશાન હતા. તે ભૂખરા રંગના, કઠોર અને વિકરાળ હતો.
તેના ખભા મૃદંગ જેવા હતા. તેનું વક્ષસ્થળ (છાતી) નગરના દરવાજા જેવું પહોળું હતું. તેની બંને ભુજ ધમણની નાળ જેવી હતી.
તેની બંને હથેળીએ ઘંટીના થાળા જેવી મોટી હતી.
હાથની આંગળીઓ મસાલો વગેરે વાટવાના પથરા જેવી હતી. તેના નખ ચિપયા જેવા હતા. તેના બંને સ્તન હજામના થેલા (અસ્તરો આદિ મૂકવા માટેની ચામડાની થેલી) જેવા છાતી પર લટકી રહ્યા હતા.
તેનું પેટ લોઢાના બનેલા ઢેલ (કોઠી ) જેવું ગોળ હતું.
તેની દંટી વણકરોના કપડાં બોળવાના વાસણ જેવી ઊંડી હતી. તેની અખો શીકાની જેમ લટકતી હતી.
તેના બનને અંડકોષ મહુડાના સંપુટ જેવા હતા.
તેની બનને બંધો સરખા આકારવાળી બે જોડેલી કેઠીઓ જેવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org