SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં નંદમણિયાર કથાનક : સૂત્ર ૭૮ અનેક લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, બોલતા હતા, પ્રરૂપણા કરતા હતા કે– “હે દેવાનપ્રિય! નંદ મણિયાર શેઠ ધન્ય છે' -પૂર્વવત્ વર્ણન-માવત્'. સુખપૂર્વક વિહાર કરે છે.' દુબળોના શરીરની માવજત (હજામત કરવી, તેલમાલિશ કરવી વ. કાયે) કરતા રહેતા હતા. અનેક માણસે દ્વારા નંદની પ્રશંસા અને નંદના આનંદ – ૭૬. આ નંદા-પુષ્કરણીમાં ઘણા સનાથ, અનાથ, યાત્રાળુએ, મુસાફરો, કરોટિક (કાવડ ઉપાડનારાઓ), ઘાસ ઉપાડનારાઓ, પાંદડાના ભારા ઉપાડનારાઓ, કઠિયારા વગેરે આવતા હતા. તેમાંનાં કઈ સ્નાન કરતા, કોઈ પાણી પીતા, કોઈ પાણી ભરીને લઈ જતા, કોઈ પ્રસ્વેદજલ-મળ-પરિશ્રમ-થાકનિદ્રા ભૂખ-તરસ દૂર કરતા અને સુખપૂર્વક પસાર થના. રાગૃહ નગરમાંથી પણ ઘણા લોકો આવીને ને નંદા પુષ્કરિણીમાં જળક્રીડા કરતા, વિવિધ પ્રકારે સ્નાન કરતા, કદલીગૃહો-લતાગૃહો અને પુષ્પવાટિકાઓમાં તથા અનેકવિધ પક્ષીઓના સમૂહના કલરવથી ગુંજતી નંદા-પુષ્કરિણીમાં સુખપૂર્વક ક્રીડા કરતા કરતા વિહરતા. ત્યાર બાદ તે નંદા-પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતા, પાણી ભરીને લઈ જના, અનેક લોકે અન્યોન્ય આ પ્રમાણે કહેતા- “હે દેવાનુપ્રિય! નંદ મણિયાર શેઠ ધન્ય છે, નંદ મણિયાર શેઠ કતાર્થ છે, નંદ મણિયાર શેઠ કતલક્ષણ છે. નંદ મણિયાર શેઠે આ મનુષ્યજન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવી લીધું છે– જેણે આવા પ્રકારની ચોરસ કાવત્ સુ દર નંદાપુષ્કરિણીનું નિર્માણ કરાવ્યું છે-થાવત્ જ્યાં રાજગૃહમાંથી આવીને અનેક લોકો આસન-શયનેમાં બેસીને કે સૂઈને નાટકાદિ જોતાં જોતાં અને કથા આદિ સાંભળતાં સાંભળનાં સુખપૂર્વક વિહરે છે. તો હે દેવાનુપ્રિય! નંદ મણિયાર શેઠ ધન્ય છે, કૃતાર્થ છે, નંદ મણિયાર શેઠ કુલ ક્ષણ છે, નંદ મણિયાર શેઠ પુણ્યશાળી છે, નંદ મણિકાર શેઠે પોતાના આ લોકને સફળ કર્યો છે, તેને મનુષ્યજન્મ અને જીવન સફળ છે.” ત્યારે રાજગૃહમાં પણ શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચેતરા, રાજમાર્ગો અને સામાન્ય માર્ગમાં ત્યારે તે નંદ મણિયાર શેઠ અનેક લોકો દ્વારા થતી પોતાની પ્રશંસા સાંભળીને સમજીને હૃષ્ટ-તુષ્ટ થત, મેધધારાથી આહત કદ બકુલની જેમ વિકસિત રોમાજિવાળ થતો, પરમ સંતોષ સુખનો અનુભવ કરતો વિહરવા લાગ્યા. નદને રેગત્પત્તિ - ૭૭. ત્યાર પછી કોઈ એક વાર તે નંદ મણિયાર શેઠના શરીરમાં સોળ પ્રકારના રોગાનંક (ઉગ્ર રોગો) ઉત્પન્ન થયા, તે આ પ્રકારે ૧. શ્વાસ (દમ), ૨. કાસ (ખાંસી), ૩, જવર, ૪. દાહબળતરા, ૫. કુક્ષિશૂળ, ૬, ભગંદર, ૭. અશ (રસ) ૮. અજીર્ણ, ૯. નેત્રશૂળ, ૧૦. મસ્તકવેદના, ૧૧, અરુચિ, ૧૨. નેત્રવેદના, ૧૩. કર્ણવેદના, ૧૪. ખુજલી, ૧૫. જળદર અને ૧૬. કુષ્ટરોગ (કોઢ). નંદના ગાની વાઘોએ કરેલ ચિકિત્સાની નિષ્ફળતા– ૭૮. ત્યાર પછી આ સોળ રોગોથી પીડાતા તે નંદ મંણિયાર શેઠે કટુંબિક સેવકોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિયે! તમે તરત જ જાઓ અને જઈને રાજગૃહ નગરને શૃંગાટક-ત્રિક-ચતુષ્ક-અવર-ચતુર્મુખ-રાજમાગ-સામાન્ય માર્ગોમાં મોટા મોટા અવાજે ઘોષણા કરાવીને જાહેર કરો કે - હે દેવાનુપિયો ! નંદ મણિયારના શરીરમાં સોળ મહારોગો પેદા થયા છે, તે આ પ્રકારેશ્વાસ, યાવત્, કુષ્ટ. ને જે કોઈ પણ વૈદ્ય કે વૈદ્યપુત્ર, જાણકાર કે જાણકારને પુત્ર, કુશળ કે કુશળપુત્ર નંદ મણિયારના તે સોળ મહારોગોમાંથી એક પણ રોગને ઉપશાને કરશે – મટાડશે તેને નંદ મણિયાર શેઠ વિપુલ ધનસંપત્તિ આપશે.” આવી રીતે બીજી વાર અને ત્રીજી વાર પણ ઘોષણા કરાવે, ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy