SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધ સંભવ છે કે ચોથી શતાબ્દીની પછીના સાહિત્ય જગતમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.' વૈદિક સાહિત્યમાં ઋષભ અને ભારતના પારિવારિક સંબંધની સૂચનાઓ પણ પૌરાણિક યુગના સાહિત્યમાં જ મળે છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં આવા પ્રકારને ઉલેખ જ નથી. તેથી આ સંશોધનને વિષય છે કે-ઋષભ, ભરત અને બાહુબલીને પારિવારિક સંબંધ કયારથી અને કયા કારવાથી ભારતીય સાહિત્યમાં પ્રવિષ્ટ થયું છે, જે “ધમકહાએગે "માં ભરત ચક્રવતીનું વર્ણન ચાકરનની ઉત્પત્તિથી શરૂ થાય છે. આગળ તેના દિગ્વિજયનું આમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. માત્ર તીર્થ, દક્ષિણ દિશા, પ્રભાસતીર્થ (પશ્ચિમ) પર્યત સિધુ નદીના તટવતી પ્રદેશ પર્યન્ત ભરતે વિજયયાત્રા કરી, વૈતાઢય પર્વત પર ભરતની કિરાતરાજની સાથે જે લડાઈ થઈ તેનું આમાં સવિસ્તાર વર્ણન છે. કિરાત અને નાગકુમારના પારસ્પરિક સહયોગનું પણ આમાં વર્ણન છે. વળતાં અયોધ્યા તરફ પાછાં ફરતાં નમિ-વિનમીની સાથે થયેલ ધમસાણ યુહનું વર્ણન સાહિત્યિક પ્રાકૃતમાં કરવામાં આવ્યું છે. અયોધ્યા પાછા ફર્યા પછી ભરતને મહારાજ્યાભિષેક કરવામાં આવ્યો અને વિજય મહત્સવ ઉજવવામાં આવ્યું. તે પછી ભરતના શાસનનું વર્ણન છે. તદુપરાંત દીક્ષા લઈને નિર્વાણ પ્રાપ્ત કરવાનું વર્ણન છે.' અહીં પણ ભરતે ઋષભ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી કે તેમને કયાં જઈને તે મળ્યો તેને કઈ ઉલલેખ નથી. જ્યારે પરવતી સાહિત્યમાં ભારતની કથા ઘણી જ વિકસિત થઈ ચૂકી છે.' આ દેશનું નામ આ જ ભરત ચક્રવતીના નામથી ભારતવર્ષ એમ પ્રચલિત થયું છે. આ સંબંધમાં મોટા ભાગના વિદ્વાનો સહમત છે, કારણ કે પ્રાચીન કાળથી જ આવા પ્રકારને ઉલેખ મળે છે. ભરત ચક્રવર્તીની દિગ્વિજય યાત્રાનું ઐતિહાસિક અને રાજનૈતિક દૃષ્ટિએ પણ મહત્તવ છે. કાલિદાસ દ્વારા વર્ણવેલ રાજ રઘુની દિગ્વિજયયાત્રા સાથે આ પ્રસંગનું તુલનાત્મક અધ્યયન કેટલાય સાંસ્કૃતિક તને પ્રકાશમાં લાવી શકે. શ્રમણ કથાનકે આગમ ગ્રન્થની સામગ્રીના આધાર પર ધમહાયુગમાં લગભગ ૪૮ શ્રમના કથાનકે સંગ્રહીત થયાં છે. આમ તો હજારોની સંખ્યામાં વ્યક્તિઓએ દીક્ષા સ્વીકારીને બમણુ જીવનને સ્વીકાર કર્યો હતો, પરંતુ આગમ ગ્રન્થમાં કેટલાક મુખ્ય મુખ્ય બમણોની કથાઓ જ ઉદાહરણરૂપે પ્રસ્તુત કરવામાં આવી છે. તેમાં અરિષ્ટનેમિ અને મહાવીર તીર્થકરના તીર્થ માં દીક્ષા પ્રાપ્ત કરેલ અમાની કથાઓ વિશેષ પ્રમાણમાં અંકિત થઈ છે. આ કથાઓ જુદા જુદા આગમમાં મળે છે. જેને મુનિ કમલજીએ તીર્થકરના કમપૂર્વક વ્યવસ્થિત કરેલ છે. આ સઘળા શ્રમની કથાઓનું ઝીણુવટથી મૂલ્યાંકન કરવાનું અહીં સંભવિત નથી. કેટલાંક કથાનકે પર કેવળ દૃષ્ટિપાત કરી શકાય. વિમલનાથ તીર્થ કરના તીર્થ માં બલરાજ અને પ્રભાવતી રાણીને મહાબલ નામના પુત્રને જન્મ થાય છે. સ્વપ્નદર્શન, ગર્ભરક્ષા, જન્મોત્સવ, મહાબલનું શિક્ષણ વગેરેનું વર્ણન વર્ણ કે અનુસાર છે. ધમષ સાધુ પાસે દીક્ષા લઈને મહાબલ આગલા જન્મમાં વાણિયા ગામમાં શેઠ કુળમાં જન્મ લે છે, જ્યાં તેનું નામ સુદર્શન રાખવામાં આવે છે. એ સુદર્શન સમય આવતાં મહાવીર તીર્થ માં દીક્ષિત થાય છે અને તપશ્ચર્યા કરીને મુક્તિ મેળવે છે. સુદર્શન નામના શેઠની કથા જેન સાહિત્યમાં ઘણી પ્રચલિત છે. નાતાધર્મકથામાં સુદર્શન ગૃહસ્થ એક જૈનાચાર્ય પાસેથી દીક્ષા સ્વીકારે છે. સ્થાનાંગ સૂત્રમાં પાંચમા અંતકૃત, કેવલીરૂપે સુદર્શનનો ઉલ્લેખ છે. પ્રાકૃત અને અપભ્રંશના ક્યા ગ્રન્થમાં પણ સુદર્શન નામ નાયક રૂપે પ્રસિદ્ધ જણાય છે.૧૧ ૧. વસુદેવહિંડી, પ્રથમ ખંડ, પૃ. ૧૮૬. ૨. માલવણિયા, પં. દલસુખ : “ધી સ્ટોરી એક બાહુબલી ', સંબંધિ, વ. ૬, ભા. ૩-૪, ૧૯૭૮. ૩. ધમ્મકહાણુઓ-મૂળ, પેરા. પ૭૦-૫૭૨, ૫, ૧૩૪, ૪, એજન, પેરા. ૫૭૮, પૃ. ૧૩૬ તથા જૈનાગમ-નિર્દેશિકા પૃ. ૬૮૫ આદિ. ૫. એજન, પરા. ૫૮૩, પ૦૪, પૃ. ૧૩૭. ૬. જુઓ-શાસ્ત્રી, દેવેન્દ્ર મુનિ ઋષભદેવ-એક પરિશીલન, પૃ. ૧૮૧-૨૨૪, ૭. જઓ-મુનિ મહેન્દ્રકુમાર “પ્રથમ’: તીર્થકર ઋષભ ઓર ચક્રવતી ભરત, કલકત્તા, ૧૯૭૪, પૃ. ૧૪૯ , ૮, ભગવતી સૂત્ર, શતક ૧૧, ઉ. ૧૧ ટ, ણયાધમકહા, અ. ૫ ૧૦, સ્થાનાંગસૂત્ર, સ્થાન-૧૦, સૂ, ૧૧૩ ૧૧. જેન, ડે. હીરાલાલઃ સુદંસણચરિઉ, ભૂમિ, . ૨૪-૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy