SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૩૨ YE માયાને જીતનાર, લોભને જીતનાર, નિદ્રાજી, ઇન્દ્રિયજયી, પરિષહજમી, જીવનની આકાંક્ષા અને મરણના ભયથી મુક્ત, તપપ્રધાન, ગુણપ્રધાન, ઉત્કૃષ્ટ સંયમ-ગુણ ધારણ કરનાર, કરણપ્રધાન-પિંડશુદ્ધિ આદિ કરણસનરીમાં પ્રધાન, ચરણપ્રધાન-મહાવ્રત આદિ ચરણસત્તરીમાં પ્રધાન, નિગ્રહપ્રધાન-મન અને ઇન્દ્રિયની અનાચાર-પ્રવૃત્તિને રોકવામાં સદેવ સાવધાન, નિશ્ચયપ્રધાન-તત્ત્વનો નિશ્ચય કરવામાં નિપુણ, આર્જવપ્રધાન-માયાનો નિગ્રહ કરનાર, માર્દવપ્રધાન – અભિમાનરહિત, લાઘવપ્રધાન – ક્રિયા કરવાના કૌશલમાં દક્ષ, ક્ષમા-પ્રધાન-ક્રોધનો નિગ્રહ કરવામાં પ્રધાન ગુપ્તપ્રધાન-મન-વચન -કાયાના સંયમી, મુક્તિપ્રધાન-નિર્લભતાના સાકારરૂપ, વિદ્યાપ્રધાન - દેવતા-અધિષ્ઠત પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના જ્ઞાતા, મંત્રપ્રધાનસાધનાથી પ્રાપ્ત થતી વિદ્યાઓના જ્ઞાતા, બ્રહ્મચર્યપ્રધાન, વેદપ્રધાન-લકિક લોકોત્તર આગમોના નિષ્ણાત, નેયપ્રધાન-સમસ્ત વચનઅપેક્ષાઓના મર્મજ્ઞ, નિયમપ્રધાન – વિચિત્ર અભિગ્રહોને ધારણ કરવામાં કુશળ, સત્યપ્રધાન, શૌચપ્રધાન-દ્રવ્ય અને ભાવથી મમત્વરહિત, જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન, ઉદાર, ઘોર પરિષહે, ઇન્દ્રિો અને કષાયો આદિ આંતરિક શત્રુઓને નિગ્રહ કરવામાં કઠોર, ધોરગુણી-અપ્રમત્ત ભાવથી સંયમ-ગુણનું ‘પાલદ કરનાર, ધેપસ્વ–મહાન તપસ્વી, ધોર બ્રહ્મચર્યવાસી–ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનું પાલન કરનાર, શરીર-સંસ્કારના ત્યાગી, વિપુલ તેજોલા પોતાના શરીરમાં સમાવી રાખનાર, ચૌદ પૂર્વેના શાતા, મતિજ્ઞાનાદિ-મન:પર્યાય જ્ઞાન પર્યન્ત ચાર શાનની સ્વામી, પાપત્ય (પાર્શ્વનાથ તીર્થકરની શિષ્ય-પરંપરાના) કેશી નામના કુમારશ્રમણ (કુમારાવસ્થામાં દોક્ષિન સાધુ, બાલબ્રહ્મચારી શ્રમણ ) પાંચસે અનગારોથી પરિવૃત થઈને, પૂર્વાનુમૂવી (અનુક્રમ)થી ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ વિચરણ કરતા કરતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા, જયાં શ્રાવસ્તી નગરી હતી, તેમાં જ્યાં કાષ્ઠક ચૌય હતું ત્યાં પધાર્યા અને ત્યાં પધારીને શ્રાવસ્તી નગરીની બહાર કાષ્ઠક ચૈત્યમાં યોગ્ય સ્થાનની યાચના કરી અને પછી અવગ્રહ ગ્રહણ કરીને સંયમ તેમ જ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. વૃત્તાંત જાણીને ચિત્તસારથીનું કેશીકુમાર શ્રમણના વંદનાથે ગમન, ધર્મશ્રવણ અને ગૃહસ્થધમ સ્વીકાર– ૩૨. ત્યારે શ્રાવસ્તી નગરીના ઠાંગાટકમાં, ત્રિભેટે, ચોકમાં, ચાચરમાં, ચોકઠામાં, રાજમાર્ગમાં અને શેરીએ શેરીએ લોકો અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, લોકોનાં ટોળાં એકત્રિત થવા લાગ્યાં, લોકોની વાતોનો અવાજ સંભળાવા લાગ્યો, કોલાહલ થવા લાગ્યા, ભીડને લીધે લોકો અંદરો અંદર ભટકાવા લાગ્યા, એક પછી એક લોકોનાં ટાળો આવતાં દેખાવા માંડ્યાં, આમ-તેમથી આવીને લોકો એક જગ્યાએ એકઠા થવા લાગ્યાયાવતુ-પરિષદા પયું પાસના કરવા લાગી. ત્યારે લોકેની વાતચીત અને કોલાહલ સાંભળીને તેમ જ જનસમૂહને જોઈને તે ચિત્ત સારથીને આ પ્રકારનો આંતરિક સંક૯૫–પાવતુ -વિચાર ઉત્પન્ન થયે– શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈન્દ્રમહ (ઇન્દ્ર નિમિત્તે ઉત્સવ-ઇન્દ્રમહોત્સવ) અથવા સ્કન્દમહ અથવા રૂદ્રમહ, મુકુન્દમહ, શિવમહ, વૈશ્રમણ (કુબેર) - મહ, નાગમહ, ભૂતમહ, યક્ષમત, ધૂપમહ, ચૈત્યમહ, વૃક્ષમહ, ગિરિમણ, દરિ (ગુફા)-મહ, કૂપમહ, નદીમહ, સરમણ અથવા સાગરમહ છે કે જેથી કરીને આટલા બધા ઉગ્રવંશીય, ભગવંશીય, ઇવાકુવંશીય, રાજન્યવંશીય, ક્ષત્રિય, શાતવંશીય, કૌરવવંશીય-યાત્ ઈભ્ય, ઈભ્યપુત્ર આદિ બધા જ ઈત્યાદિ–શેષ વર્ણન ઓપપાતિક સૂત્ર અનુસાર જાણવુંથાવત–એમાંના કેટલાક હાથો ઉપર બેસીને, કેટલાક રથમાં, કોઈ પાલખીમાં, કોઈ કોઈ નાના રથમાં બેસીને એને કેટલાય પોત-પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy