________________
ધમ કથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં સોમિલ બ્રાહ્મણ કથાનક : સૂત્ર ૯
છે. હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલથાવતુ-સૂર્યોદય થતાં, અનેક દિશાભ્રષ્ટ પૂર્વના સોબતી તથા દીક્ષાના સાથીદાર પરિચિત તાપસો વગેરેની અનુમતિ લઈ, આશ્રમના આશ્રમે રહેનાર બીજા પણ સેંકડો મનુષ્પો-પ્રાણીઓને રાજી કરી, વલ્કલ વસ્ત્રો પહેરી, કાવડમાં પાત્રોઉપકરણો લઈને, કાષ્ઠમુદ્રાથી મુખબંધન કરીને, ઉત્તરાભિમુખ બની ઉત્તર દિશામાં મહાપ્રસ્થાન (દેહત્યાગ) માટે નીકળું. -તેણે આમ વિચાર્યું. વિચારીને સવારે-વાવત–સૂર્યોદય થતાં તેણે પોતાના પૂર્વ પરિચિત દષ્ટિભ્રષ્ટ તાપસ આદિની અનુમતિ લીધી, તે બધું પૂર્વ વર્ણન-પાવતકાષ્ઠમુદ્રાથી મુખ્યબંધન કર્યું. મુખ્યબંધન કરીને તેણે આવા પ્રકારનો અભિગ્રહ લીધો– હું જળમાં કે સ્થળમાં, દુર્ગમ સ્થાનમાં કે ઊંચા સ્થાને પર્વતાદિ પર, નીચા સ્થાને કે વિષમ રથાનમાં, ખાડામાં કે ગુફામાં ખ્ખલિત થાઉં, પડી જાઉં તો પણ ત્યાંથી ઊઠવું મારે હવે કહ્યું નહીં–અર્થાત્ હું તે જ અવસ્થામાં મરણ ભલે પામું પણ શરીરને સાચવીશ નહીં.' આમ આ અભિગ્રહ તેણે લીધો.
ત્યાર પછી ઉત્તર દિશા તરફ મુખ રાખી, ઉત્તર દિશામાં મહાપ્રસ્થાન માટે ઉદ્યત તે સોમિલ બ્રાહ્મણ ઋષિ અપરાહ્મકાળે (બપોરે ત્રીજા પહોરે) જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં આવી પહોંચ્યો, ત્યાં આવી ઉત્તમ અશોક વૃક્ષ નીચે પોતાની કાવડ ઉતારી, કાવડ ઉતારીને વેદી માટે સ્થાન નક્કી કર્યું. વેદીનું સ્થાન નક્કી કરી ત્યાં વાળ્યું–ચોળ્યું અને લીંપણ કર્યું, એમ કરીને કળશ અને દર્ભ હાથમાં લઈ જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યો, અને શિવ રાજર્ષિના કથાનક પ્રમાણે બધી વિધિ કરીયાવતુ-ગંગા મહાનદીમાંથી બહાર નીકળ્યા. પછી તે જયાં અશોકનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં પાછો આવ્યો, આવીને દર્ભ, કુશ અને માટીથી યજ્ઞવેદીની રચના કરી, વેદની રચના કરીને-પાવતુ-બલિવૈશ્વદેવ (નિત્યપૂજા) કરી, બલિકર્મ કરી કાષ્ઠમુદ્રાથી મુખ્યબંધન કર્યું અને મુખ્યબંધન કરી મૌન ધારણ કર્યું.
kતારી પ્રવ્રજ્યા પ્રવજ્યા છે એવું દેવે કહ્યાં
છતાં સોમિલને બોધ ન થ– ૯. ત્યાર પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિ સમક્ષ મધ્ય
રાત્રિ સમયે એક દેવ પ્રગટ થયા. તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું- “હે સમિલ બ્રાહ્મણ ! નું પ્રવ્રજિત થયો છે, પણ તારી પ્રજ્યા દુષ્ટ્રવ્રજ્યા છે !'
દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એ જ વાત કહી, પરંતુ તે સમિલ બ્રાહ્મણે તેની વાત સાંભળી નહીં, તે તરફ ધ્યાન આપ્યું નહીંથાવતુ-તે ન રહ્યો. ત્યારે તે દેવ જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો.
ત્યાર પછી તે મિલે સવારે–પાવતુ-સૂર્યપ્રકાશ થતાં જ, વલ્કલવસ્ત્રો પહેરી, કાવડ ઉપાડી, પોતાના અગ્નિહોત્રનાં પાત્ર-ઉપકરણો સાથે લઈ, કાષ્ઠમુદ્રા વડે મુખ બાંધી ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કર્યું.
ત્યાર પછી બીજા દિવસે અપરાહુનકાળે તે સોમિલ જ્યાં સપ્તપણે વૃક્ષ હતું ત્યાં આવ્યા, સપ્તપર્ણ વૃક્ષ નીચે પોતાની કાવડ રાખી, વેદીને યોગ્ય સ્થાન જોયું, સ્થાન જોઈને જેવી રીતે
અશોક વૃક્ષ નીચે વિધિ કરેલ તે બધું કરીનેથાવત્ અગ્નિહોમ કર્યો, પછી કાષ્ઠમુદ્રાથી માં બાંધી મૌન સ્વીકાર્યું.
તે પછી તે સોમિલ બ્રાહ્મણ સમક્ષ ફરી મધ્યરાત્રિએ એક દેવ પ્રગટ થયા, અંતરિક્ષમાં રહી તે દેવે પૂર્વે આવેલા દેવે અશોક વૃક્ષ નીચે જે કહ્યું હતું ને કહ્યું-વાવ-પાછો ચાલ્યો ગયો.
ત્યાર બાદ સવારે-વાવતુ-સૂર્ય પ્રકાશિત થતાં તે સોમિલ બ્રાહ્મણે વલ્કલ વસ્ત્રો પહેરીને કાવડ લીધી, કાવડ લઈને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું, મુખ બાંધીને ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને પ્રસ્થાન કર્યું.
ત્યાર પછી ત્રીજા દિવસે અમરાહનકાળે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં તે સોમિલ બ્રાહ્મણ આવે, આવીને તે અશોકવૃક્ષ નીચે કાવડ મૂકી, કાવડ મૂકી વેદીને યોગ્ય સ્થાન નિર્ધાયું-વાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org