________________
ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં સોમિલ બ્રાહ્મણ કથાનક: સૂત્ર ૭
પછી તે અનેક આંબાવાડી–માવત-ફુલોની વાડીઓ યથા યોગ્ય રીતે ઊછેરવાથી, રક્ષણ કરવાથી ફળીફૂલીને મોટા ઉદ્યાન બની ગયા, શ્યામ અને શ્યામકાંતિવાળા–ચાવતુ-મહા મેધસમૂહ જેવા પત્રિત, પુષ્પિત, ફલિત થઈ હરિયાળા અને રમ્ય બની અતીવ અતીવ શોભવા લાગ્યા. વિવિધ પ્રકારના તાપસનું વર્ણન અને સોમિલનું દિશાક્ષક તાપસપણું– ત્યાર પછી કોઈ વાર મધ્યરાત્રિ સમયે કુટુંબ ચિંતામાં જાગરણ કરતાં તે સોમિલ બ્રાહ્મણને આવો મનોભાવ-ચાવ–સંકલ્પ થયો કે, “હું સામિલ નામે બ્રાહ્મણ વારાણસીમાં અત્યંત ઊંચા બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું. મેં વ્રતો કર્યા–પાવત-યશસ્તંભો રોપાવ્યા. ત્યાર પછી મેં વારાણસી નગરીની બહાર અનેક આંબાવાડીયાવત્ -ફૂલવાડીઓ બનાવી. તો હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે–ચાવત-સૂર્યપ્રકાશ ફેલાતાં અનેક લોઢાની કડાઈઓ, કડછા, તાંબાનાં તાપસ-પાત્રો ઘડાવીને, વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો તૈયાર કરાવી, મિત્રો. જ્ઞાતિજનો વગેરેને આમંત્રણ આપીને તે મિત્રોજ્ઞાતિજનો પોતાનાં સ્વજનો વગેરેનું વિપુલ અશન–યાવ-સન્માન કરીને, તે બધા મિત્રો–યાવતુ-કુટુંબનો ભાર મોટા પુત્રને સોંપીને, મિત્રો-જ્ઞાતિજનો યાવતુ-અનુમતિ લઈને, ધણી લોઢાની કડાઈએ, કડછા અને તાંબાના તાપસી માટેનાં પાત્રો લઈને, ગંગાતટે જે વાનપ્રસ્થ તાપસ, જેવા કે—હોત્રી, પોત્રિક અર્થાત્ વસ્ત્રધારી, કૌત્રિક અર્થાત્ ભૂમિશયન કરનારા, યજ્ઞયાજી અર્થાત્ યજ્ઞ કરનારા, શ્રાદ્ધકી–શ્રાદ્ધ કરનારા, સ્થાનકી–થાળીઆદિ પાત્રવાળા, હું બઉઠ્ઠા તાપસ, દન્તાક્ષાલિક-માત્ર દાંતથી ચાવીને ખાનારા, ઉન્મજજક તાપસો, સંમજજક તાપસો, નિમજજક તાપસો, સંપ્રક્ષાલિક- દક્ષિણ તટવાસી, ઉત્તર તટવાસી શંખધ્યા-શંખ ફૂકનારા, કુલધમા, મુગલુબ્ધક, હસ્તીનાપસ-એક જ હાથીને મારી તેના માંસથી વર્ષ ભર પેટ ભરનારા, ઉદંડ–દંડ ઊંચો રાખ
નારા, દિશા પ્રેક્ષકો-દિશાની પૂજા કરનારા, વિકલ-વસ્ત્રો પહેરનારા,બિલવાસીઓ-દર જેવા આવાસ કરી તેમાં રહેનારા, જલવાસી–જળમાં જ રહેનારા, વૃક્ષમૂલક-વૃક્ષનીચે જ રહેનારા, જળભક્ષકો-પાણી ઉપર જ જીવનાર, વાયુ ભક્ષકો-હવા ખાઈને જ રહેનારા, શેવાલભક્ષકોશેવાળ ખાઈને જ રહેનારા, મૂલભક્ષકો-મૂળ ખાઈને જ રહેનારા, કંદહારી-કંદનો જ આહાર કરનારા, ત્વચાહારી-છાલનો જ આહાર કરનારા, પન્નાહારી–પાંદડાં ખાઈને જ રહેનારા પુષ્પાહારી-કૂલ ખાઈને જીવનારા, ફલાહારી-ફળને જ બહાર કરનારા, બીજાહારી–બીજનો આહાર કરનારા. પરિશટિત-કંદ-મૂલ-ત્વચા-પત્ર પુષ્પફલાહારીઓ અર્થાત્ સડેલાં કંદ, મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ જ ખાનારાં, જળાભિષેકથી કઠણ ગાત્રોવાળા બની ગયેલા, સુર્યની આતાપના લેવાથી અને પંચાગ્નિ તપ કરવાથી પોતાના શરીરને અંગારા પર પકાવાતા માંસની જેવું કે ચોખા વગેરે જેમાં પકાવવામાં આવે છે તેવા કંદુ નામક પાત્રમાં પકાવાતાં માંસની જેવું બનાવી કષ્ટ આપનાર–આવા અનેક પ્રકારના તાપસો વસી રહ્યા છે.
તેમાંથી જે દિશા પ્રેક્ષક તાપસે છે તેમની સમીપે જઈ હું દિશા પ્રોક્ષક તાપસ તરીકે પ્રવૃજિત થાઉં, પ્રજિત થઈને પણ આવા પ્રકારનો :
અભિગ્રહ-પ્રતિક્ષા ગ્રહણ કરું કે “આજીવન નિરંતર છઠ્ઠના તપ સાથે દિશાચક્રવાલ તપ કરતો હું બે હાથ ઊંચા રાખી સૂર્યની સામે રહી આતાપનાભૂમિ પર આતાપના લઈને વિચરીશ.” તેણે આવોવિચાર કર્યો, વિચાર કરીને બીજા દિવસે સવારે ભાવતુ-સૂર્યપ્રકાશ થતાં અનેક લોઢાની કડાઈઓ-યાવતુ દિશા પ્રેક્ષક તાપસ તરીકે દીક્ષા લીધી. દીક્ષા લઈને એવા પ્રકારનો અભિગ્રહ-યાવતુ-ગ્રહણ કરીને પ્રથમ છ8ની તપશ્ચર્યા સ્વીકારીને વિચરવા લાગ્યા.
દિશાક્ષિક તાપસચર્યા– ૭. ત્યાર પછી તે સામિલ બ્રહ્મર્ષિ પ્રથમ છઠ્ઠખમ
ણના પારણાના દિવસે આતાપના ભૂમિ પરથી નીચે ઊતર્યો, ઊતરીને વલકલવસ્ત્રધારી તે જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org