SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ—પા નાથતીમાં રાજી આદિનાં કથાનકઃ સૂત્ર ૨૧૬ સત્તેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘનવિદ્યુતાનાં કથાનકા— mmmmm ૨૧૬. એ જ રીતે ક્રમથી સતેરા, સૌદામિની, ઇન્દ્રા અને ધનવિદ્યુતાનાં કથાનકો પણ જાણવાં, એ સ ધરણેન્દ્રની અગ્રમહિષીએ જાણવી. શેષ દાક્ષિણાત્ય ઇન્દ્રની અપ્રમહિષીના થાનકની સૂચના એક ૨૧૭, એ જ રીતે વેણુદેવનાં છ અધ્યયના સરખાં જાણવાં. ૨૧૮. એ જ પ્રમાણે હરિ, અગ્નિશિખ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલ`બ, અને ધેાષ એ છ ઇન્દ્રોનાં છ અધ્યયના જાણવાં. એ રીતે દક્ષિણ દિશાના ઇન્દ્રોનાં ચાપન કથાનકો થાય છે. એ બધામાં વારાણસી નગરી અને કામમહાવન નામે ચૈત્ય કહેવું. રૂપા આદિ ઉત્તરાર્ધ ઇન્દ્રોની અગ્રહિષી આનાં કથાનકા— ૨૧૯. તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સમાસમાં-યાવ-પરિષદા પયુ પાસના કરવા લાગી. તે કાળે તે સમયે રૂપાનંદા નામે રાજધાનીમાં રૂપકાવતરાક ભવનમાં રૂપક નામના સિ`હાસન પર રૂપા નામે દેવી વિરાજતી હતી—ઇત્યાદિ સબળું વર્ણન કાલીદેવીનાં કથાનક અનુસાર સમજવું. વિશેષમાં એટલું કે— પૂર્વભવમાં ચંપા નગરી, પૂર્ણભદ્ર ચૈન્ય, રૂપક ગાથાપતિ, તેની રૂપકશ્રી નામે ભાર્યાં, તેમની રૂપા નામે પુત્રી, બાકીનું બીજું બધું પૂર્વવત્, અંતમાં ભૂતાનન્દા નામે ઇન્દ્રની અગ્રમહિષી તરીકે ઉપપાત, એક પાપમમાં કઈક આછી એટલી સ્થિતિ. ૨૨૦. એ જ પ્રમાણે સુરૂપા, રૂપશા, રૂપકાવતી, રૂપકાન્તા અને રૂપપ્રભા નામે દેવીઓનાં કથાનકો જાણવાં. ૨૨૧. એ જ પ્રમાણે ઉત્તર દિશાના ઇન્દ્રો વેણુદાલિ, હરિસંહ, અગ્નિમાણવ, વિશિષ્ટ, જલપ્રભ, Jain Education International ૩ અમિતવાહન, પ્રભજન અને મહાધેાખની અગ્રમહિષીઓનાં કથાનકો કહેવાં. ૨૨૨, ગાથા – An દાક્ષિણાત્ય પિશાચ કુમારેન્દ્રની કમલા દિ અગ્નમહિષીઓનાં કથાનકા— ૧. કમલા ૨. કમલપ્રભા ૩. ઉત્પલા ૪. સુદશના પ. રૂપવતી ૬. બહુરૂપા ૭. સુરૂપા ૮. સુભગા ૯. પૂર્ણાં ૧૦, બહુપુત્રિકા ૧૧. ઉત્તમા ૧૨. ભારિકા ૧૩. પદ્મા ૧૪. વસુમતી ૧૫, કનકા ૧૬. કનકપ્રભા ૧૭. અવત’સા ૧૮. કેતુમતી ૧૯. વજ્રસેના ૨૦. રતિપ્રિયા ૨૧. રોહિણી ૨૨. નમિકા ૨૩. હી ૨૪. પુષ્પવતી ૨૫. ભુજંગા ૨૬. ભુજગવતી ૨૭. મહાકચ્છા ૨૮. અપરાજિતા ૨૯. સુધાષા ૩૦. વિમલા ૩૧. સુસ્વરા અને ૩૨. સરસ્વતી —એ બત્રીસ અધ્યયના છે. ૨૨૩. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતુ, ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમાસર્યાં-યાવત્–પરિષદા પ પાસના કરવા લાગી. For Private Personal Use Only તે કાળે તે સમયે કમલા રાજધાનીમાં કમલાવત'સક ભવનમાં કમલ નામક સિંહાસન પર કમલા નામે દેવી વિરાજતી હતી. તેનું કથાનક કાલીદેવોની સમાન જ સમજવું, વિશેષ આટલું કે એના પૂર્વભવમાં નાગપુર નગર હતું. સહસામ્રવન નામે ઉદ્યાન હતા. કમલ ગાથાપતિ હતા, તેની કમલશ્રી નામે ભાર્યાં હતી. તેમની કમલા નામે પુત્રી હતી. તે પાર્શ્વનાથ ભગવાન પાસે દીક્ષિત થઈ. [શેષ વર્ણન કાલીદેવી સમાન] અંતે કાલ પિશાચકુમારેન્દ્રની અગ્રમહિષી બની, તેની સ્થિતિ અધ પક્ષેાપમની કહેવાય છે. ૨૨૪. એ જ પ્રમાણે બાકી રહેલા બીજા દક્ષિણ દિશાના વાનવ્ય'તર ઇન્દ્રોની અગ્રમહિર્ષીઓના કથાનકો કહેવાં. બધીએ પૂર્વભવમાં નાગપુર નગરમાં સહામ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી, માતા-પિતા અને પુત્રીઓનાં નામ સરખાં જ અને સ્થિતિ અધ પક્ષેાપમની. www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy