________________
૪૪
wwwmmmm
ધર્માં કથાનુયાગ—અરિષ્ટનેમિ-તી'માં પદ્માવતી આદિ શ્રમણીએનાં કથાનકા : સૂત્ર ૧૫૬
wwwwww
અરિષ્ટનેમિનેવંદન નમસ્કાર કર્યાં, નંદન-તમન કરી તે જ (પહેલાં જેના પર બેસીને આવેલ તે) અભિષેક હસ્તી પર આરૂઢ થઈ જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં પેાતાના આવાસ હતા ત્યાં આવ્યા, અભિષેક હસ્તીરત્ન પરથી નીચે ઊતર્યા, નીચે ઊતરીને બાહ્ય ઉપસ્થાન શાળામાં, બાહ્ય સભામંડપમાં ગયા, ત્યાં પેાતાના સિ’હાસન પાસે ગયા, જઈને તે શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા, બેસીને કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને દ્રારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુ`ખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગમાં, હાથી પર બેસીને જોર જોરથી ઊ'ચા અવાજે આવી ધેાષણા કરતા બાલા કે “હે દેવાનુપ્રિયા! નવ યાજન વિસ્તારવાળી માવર્તી દેવલાક સમાણી દ્વારિકા નગરીના સુરા, અગ્નિ અને દ્વૈપાયનના કારણે વિનાશ થવાના છે. તે હે દેવાનુપ્રિયા ! દ્વારિકામાં વસતા જે કોઈ રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠિ યા રાણી કે કુમાર કે કુમારિકા – જો અહત અરિષ્ટનેમિ પાસે મુ`ડિત થઈને ગૃહસ્થવાસ ત્યજીને આનગારિક પ્રવ્રજ્યા લેવા ઇચ્છે તે। કૃષ્ણ વાસુદેવ તેને તેમ કરવા દેશે અને તેના પાછળ રહેતા પરિવારને પણ યથાયાગ્ય જીવિકાની જોગવાઈ કરશે, અને દીક્ષા લેનારના અભિનિષ્ક્રમણ મહોત્સવ ખૂબ માનસન્માન સાથે તે કરશે.” બીજી વાર અને ત્રીજી વાર પણ આવી ધાષણા કરો અને પછી મારી આજ્ઞા પૂરી કર્યાંની મને જાણ કરો.’
ત્યાર પછી તે કૌટુંબિકાએ યાવત્ આશાપૂર્તિની જાણ કરી.
પદ્માવતી રાણીના પ્રવ્રજ્યા—સકલ્પ— ૧૫૫. ત્યાર પછી તે પદ્માવતી રાણીએ અહમ્ અરિષ્ટનેમિ ભગવંત પાસે ધર્મકથા સાંભળી, અવધારી અને હૃતુષ્ટ આનંદિત બની યાવત્ હ થી વિકસિત હૃદયવાળી બની અર્હત્ અરિષ્ટનેમિને વદન-નમસ્કાર કર્યાં, વંદન-નમન કરી તે આ
Jain Education International
For Private
પ્રમાણે બાલી–‘હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. તે જેવુ' આપ કહો છે તેવુ' જ છે. [વધુમાં તે કહે છે—] હે દેવાનુપ્રિય ! હું કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઈશ અને ત્યાર પછી આપ દેવાનુપ્રિય પાસે મુ ંડિત થઈ ગૃહત્યાગ કરી અનગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.’
‘હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ કરીશ નહિ.' [-અંત્ અરિષ્ટનેમિએ કહ્યું.]
ત્યાર પછી તે પદ્માવતી રાણી શ્રેષ્ઠ ધાર્મિક રથ પર સવાર થઈ, સવાર થઈને જ્યાં દ્વારિકા નગરી હતી અને જ્યાં પેાતાનું નિવાસસ્થાન હતું ત્યાં આવી, ત્યાં આવીને ધાર્મિક શ્રેષ્ઠ રથમાંથી નીચે ઊતરી, નીચે ઊતરીને જયાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવી, ત્યાં આવી બે હાથ જોડી અંજલિ રચી મસ્તક પર આવત કરી
કૃષ્ણ વાસુદેવ પ્રતિ આ પ્રમાણે બાલી—‘હે દેવાનુપ્રિય ! આપ અનુમતિ આપા ા હું અહંત અરિષ્ટનેમિ ભગવ`ત પાસે મુડિત બની, અનગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું.’
‘હે દેવાનુપ્રિયે ! જેમ સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ કરીશ નહીં.’– [કૃષ્ણ વાસુદેવે જવાબ આપ્યા.]
ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે કૌટુબિક સેવકોને બાલાવ્યા, બાલાકીને આ પ્રમાણે કહ્યું—હે દેવાનુપ્રિયા ! તરત જ જઈને પદ્માવતી દેવી માટે અમૂલ્ય, મહામૂલ્ય, મહાપુરુષયેાગ્ય અભિનિષ્ક્રમણ અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો અને તેમ કરી મારી આશા પૂરી થયાની મને જાણ કરો.'
ત્યારે તે કૌટુંબિક સેવકોએ યાવત્ આશાપૂતિની જાણ કરી.
પદ્માવતીની પ્રવ્રજ્યા—
૧પ૬ ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે પદ્માવતી રાણીને પાટ પર બેસાડી, પાટ પર બેસાડીને એક સેા આઠ સુવર્ણ કળશાથી યાવતું મહાનિષ્ક્રમણ અભિષેક કર્યાં, અભિષેક કરીને સ અલંકારોથી તેને
Personal Use Only
www.jainelibrary.org