SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ તે કાળે ને સમયે અહમ્ મુનિસુવ્રત પ્રભુનુ ચંપા નગરીના પૂર્ણ ભદ્ર ચૈત્યમાં આગમન થયું, સમાસરણ રચાયુ, કપિલ વાસુદેવે ધ શ્રવણ કર્યુ. ૧૨૪. તે સમયે મુનિસુવ્રત તીથ `કરના ઉપદેશનું શ્રાવણ કરતી વેળાએ કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના શંખના ધ્વનિ સાંભળ્યા. ૧૨૫, ત્યારે તે કપિલ વાસુદેવને આવા, આવા પ્રકારના આંતરિક, માનસિક, મનેાગત સંકલ્પવિચાર થમા—શુ ધાતકો ખંડ દ્વીપના ભારત વર્ષમાં બીજો વાસુદેવ ઉત્પન્ન થયા છે કે જેના શ'ખના અવાજ એવા જણાય છે કે જાણે તે મારા મુખના વાયુથી વગાડાતા હોય ?' આમ કપિલ વાસુદેવે શંખધ્વનિ સાંભળ્યા. ત્યાર બાદ મુનિસુવ્રત અહ``તે કપિલ વાસુદેવને આ પ્રમાણે પૂછ્યુ -‘હે કપિલ વાસુદેવ! મારી પાસે ધન શ્રવણ કરતાં કરતાં શંખધ્વનિ સાંભળીને તને આવા પ્રકારના આંતરિક ભાવ-વિચાર વિકલ્પ ઉત્પન્ન થયા કે~શુ ધાતકી ખ’ડના ભારત વર્ષમાં બીજો વાસુદેવ પેદા થયા છે કે જેના શંખના ધ્વનિ જાણે કેમારા મુખના વાયુથી થતા ધ્વનિ જેવા જ છે ? હે કપિલ વાસુદેવ ! આ વાત સાચી ’ ‘હા સાચી છે’ (કપિલ વાસુદેવે ઉત્તર આપ્યા.) ત્યારે મુનિસુવ્રત અહ``તે ફરી કહ્યું – “હે કપિલ વાસુદેવ ! એવુ` કયારે પણ થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે એક જ ક્ષેત્રમાં, એક યુગમાં અને એક જ સમયમાં બે તીથ કર, બે ચક્રવી, બે બળદેવ કે બે વાસુદેવ ઉત્પન્ન થયા હોય કે ઉત્પન્ન થતા હોય કે ઉત્પન્ન થશે. પરંતુ હે વાસુદેવ ! વાત એમ છે કે જંબૂદ્રીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરના પાંડુ રાજાની પુત્રવધૂ, પાંચ પાંડવાની ભાર્યાં દ્રૌપદી દેવીને તમારો પદ્મનાભ રાજા પાતાના પૂર્વના સાથી દેવની મદદથી અપહરણ કરી અપરક કા નગરીમાં લઈ આવ્યા હતા. એટલા માટે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવા સહિત છઠ્ઠા પાતે રથારૂઢ Jain Education International ધર્મ સ્થાનુયાગ—અરિષ્ટનેમિ-તી માં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૨૭ થઈ દ્રૌપદી દેવીને છોડાવવા માટે અપરક કા રાજધાનીમાં આવ્યા છે. એટલે પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરતી વેળાએ કૃષ્ણ વાસુદેવ દ્વારા વગાડાયેલા શખના અવાજ જાણે કે તે જ વગાડેલ શંખ હોય તેવા સંભળાઈ રહ્યો છે.’ ૧૨૬. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત અહું તને વંદન-નમસ્કાર કર્યાં, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું – ‘હે ભગવંત ! હું જાઉં અને પુરુષાત્તમ તથા સમાન પુરુષ એવા કૃષ્ણ વાસુદેવને જોઉ.’ ત્યારે મુનિસુવ્રત અંતે તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું – ‘હે દેવાનુપ્રિય ! એવું કયારેય બન્યું નથી, બનતું નથી, બનશે નહિ કે એક તીર્થંકર બીજા તીર્થંકરને જુએ, એક ચક્રવતી બીજા ચક્રવતી ને જુએ, બળદેવ બીજા બળદેવને જુએ કે વાસુદેવ બીજા વાસુદેવને જોઈ શકે, તાપણ તું લવણસમુદ્રની મધ્યેથી પસાર થતા કૃષ્ણ વાસુદેવની શ્વેત-પીત ધ્વજાઓના ઉપરના ભાગને જોઈ શકીશ.' ૧૨૭. ત્યાર પછી તે કપિલ વાસુદેવે મુનિસુવ્રત અર્જુ તને વંદન-નમસ્કાર કર્યાં, વંદન-નમન કરી તે હાથી પર સવાર થયા, સવાર થઈ શીઘ્રતાથી, ઝડપથી, ત્વરાથી, પ્રચંડ વેગપૂર્વક જ્યાં સમુદ્રકિનારો હતા ત્યાં ગયા, ત્યાં જઈને તેણે લવણસમુદ્રની વચ્ચે થઈને જઈ રહેલા કૃષ્ણ વાસુદેવની શ્વેત-પીત ધ્વજાઓના ઉપરના ભાગને જોયા, જોઈને તે આ પ્રમાણે બાલ્મા–‘આ મારા સમાન પુરુષ પુરુષાત્તમ કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રની વચ્ચેાવચ્ચ થઈને જઈ રહ્યા છે.’ આમ કહી તેણે પ'ચજન્ય શખ હાથમાં લીધા, લઈને પોતાના મુખવાયુથી પૂર્યાં–ફૂંકયો. ત્યારે કૃષ્ણ વાસુદેવે કપિલ વાસુદેવના શ`ખના અવાજ સાંભળ્યા, સાંભળીને પાતાના પચજન્ય શંખ હાથમાં લીધા, લઈને મુખવાયુથી પૂર્ણાં અર્થાત્ ફૂંકીને વગાડયો. ત્યારે આ રીતે બન્ને વાસુદેવના શ’ખવિન દ્વારા સામાચારી થઈ અર્થાત્ શંખધ્વનિના માધ્યમથી બન્નેનું મિલન થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy