________________
ધ થાનુયાગ—અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી સ્થાનક : સૂત્ર ૧૦૪
ત્યારે તે કચ્છલ્લ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! એક વખત હું ધાતકી ખંડમાંના દક્ષિણા ભરત ક્ષેત્રની અપરકંકા નામે રાજધાનીમાં ગયા હતા. ત્યાં મે પદ્મનાભ રાજાના મહેલમાં દ્રૌપદી દેવી જેવી કોઈ રાણી જોઈ હોય તેવુ... યાદ છે.’
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ નારદને કહ્યું‘હે દેવાનુપ્રિય ! આ તમારું જ કામ લાગે છે !”
કૃષ્ણ વાસુદેવે આમ કહ્યું કે તરત જ કચ્છલ્લ નારદે ઉત્પતની વિદ્યાનુ આહ્વાન કર્યું અને ઉત્પતની વિદ્યાના બળે જે દિશામાંથી તે આવ્યા હતા તે દિશામાં પાછા ચાલી ગયા.
પાંડવ સહિત કૃષ્ણનું દ્રૌપદીને લાવવા માટે ધાતક્રીખંડ પ્રતિ પ્રયાણ
૧૦૪. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દૂતને બાલાવ્યા, બાલાત્રીને તેને આ પ્રણાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! તું હસ્તિનાપુર નગરમાં જા અને જઇને ત્યાં પાંડુ રાજાને આ પ્રમાણે સંદેશ આપ કે, “હે દેવાનુપ્રિય ! ધાતકી ખંડ દ્વીપના પૂર્વ દિશાવતી` ૬ક્ષિણા ભારત વર્ષમાં અપરક કા રાજધાનીમાં પદ્મનાભ રાજાના મહેલમાં દ્રૌપદી દેવી છે તેવી ભાળ મળી છે, તે પાંચે પાંડવા ચતુર ગિણી સેના સાથે લઈને પૂર્વ દિશાના વૈતાલિક-સમુદ્રકિનારે જઈ મારી પ્રતીક્ષા કરે.”
ત્યાર પછી તે દૂતે જઈને યાવત્ પ્રતીક્ષા કરવા કહ્યુ. તેઓ પણ તે પ્રમાણે યાવત્ પૂર્વ દિશાના સમુદ્ર કિનારે જઈ કૃષ્ણની પ્રતીક્ષા કરવા
લાગ્યા.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે તેમને કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને યુદ્ધનું નગારું વગાડો.’ તેઓએ જઈને તે પ્રમાણે કર્યું.
ત્યારે તે યુદ્ધભેરીના અવાજ સાંભળીને સમુદ્રવિજય પ્રમુખ દશે દશાહ યાવત્ છપ્પન હજાર બળવાન યાદ્ધા યુદ્ધ સજજ થઈ, કવચ બાંધી, ખભે બાણ અને ભાથા બાંધી, ગળે ત્રૈવેયક પહેરી, પાતાના હોદ્દાના ચિહ્નરૂપ પટ્ટા બાંધી,
Jain Education International
૩૧
++++
આયુધ-પ્રહરણા લઇ, કોઈ ધાડા પર સવાર થઈને તા કોઈ હાથી પર સવાર થઈને યાવત સુભટસમૂહ સાથે જ્યાં સુધસભા હતી, જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા, આવીને બન્ને હાથ જોડી શિર પર આવત કરી અંજલિ રચી જય-વિજય શબ્દોથી કૃષ્ણને વધાવવા લાગ્યા. કૃષ્ણનું દેવ આરાધન
૧૦પ. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથી પર બિરાજમાન થઈ, કોરેંટ પુષ્પાની માળાઓવાળા છત્રને ધારણ કરી, શ્વેત ચામરોના વીંજણા સાથે, હાથી-ધાડા-થ-દ્ધાઓની બનેલ ચતુર’ગિણી સેના સાથે, મહાન સુભટા, ઉત્તમ રથા અને પદાતિઓથી ઘેરાઈને, દ્વારિકા નગરીની વચ્ચેાવચ્ચ થઈને નીકળ્યા, નીકળીને જ્યાં પૂર્વ દિશાના સમુદ્ર કિનારો હતા ત્યાં ગયા, જઈને પાંચે પાંડવાની સાથે જોડાયા, સાથે મળીને સ્કંધાવાર(છાવણી)ની સ્થાપના કરી, સ્કંધાવાર રચ્યા પછી પૌષધશાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને મનામન સુસ્થિત દેવનુ સ્મરણ (જપ) કરવા
લાગ્યા.
ત્યાર પછી કૃષ્ણ વસુદેવને તે રીતે અઠ્ઠમ તપ પૂરું થયું ત્યારે સુસ્થિત દેવ યાવત્ આવ્યા [અને કહ્યુ]–‘હે દેવાનુપ્રિય ! કહો મારું શુ કામ છે.”
કૃષ્ણના નિર્દેશથી સુસ્થિતદેવે લવણસમુદ્રમાં કરેલ માગ
૧૦૬ ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીને હરી જઈ ધાતકી ખ’ડદ્રીપના પૂર્વ દિશાવતી દક્ષિણાધ ભરતક્ષેત્રમાં અપરકકા રાજધાનીમાં પદ્મનાભ રાજાના મહેલમાં રાખવામાં આવી છે. એટલે હે દેવાનુપ્રિય ! તું પાંડવાના પાંચ અને છઠ્ઠો મારો એમ છયે રથાને માટે લવણસમુદ્ર વચ્ચે માગ કરી આપ, જેથી હું અપરકકા રાજધાનીમાં દ્રૌપદીની વહારે જઈ શકુ’
ત્યારે તે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું–‘હે દેવાનુપ્રિય ! જેવી રીતે પદ્મનાભ
For Private Personal Use Only
www.jainelibrary.org