SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકના બે બોલ ભગવાન મહાવીર સ્વામીએ અંત સમયે આપેલ હિતકારી ઉપદેશમાં કહ્યું છે કે “માનવ ભવ અત્યન્ત દુર્લભ અને અમૂલ્ય રત્નચિંતામણિ જેવો છે.” માનવ દેહ તે ઘણું જીવો પામે છે. પરંતુ “માનવતા”—એક્ષપ્રાપ્તિ માટેનું અતિ દુર્લભ અંગ જીવને સ્વપુરુષાર્થ વગર પ્રાપ્ત થતું નથી. તે માટે દીવાદાંડી સમાન આ “ધર્મકથાનુગ” પુસ્તક બની રહે તેવી શુભ ભાવના છે. આપણું અધ્યાત્મતત્ત્વના અસ્તિત્વનું પ્રથમ તેમ જ અંતિમ ચરણ એકમાત્ર આગમ જ છે. સાધનાના આ સેતુ દ્વારા જ આપણે ભવસાગરને પાર કરી શકીશું. આ આગમોમાંથી વર્ગીકરણ કરીને આ પુસ્તક “ધમ કથાનુયોગ” ભાગ-૧ની ગુજરાતી આત્તિ વાંચકોની સેવામાં પ્રસ્તુત કરતાં અમે ખૂબ જ પ્રસન્નતા અને સંતોષ અનુભવીએ છીએ. અનેક સૈકાઓથી સ્વાધ્યાયશીલોને જિજ્ઞાસા હતી તેની પૂર્તિ કરવા આ મહાન ભગીરથ કાર્ય અનુગ પ્રવર્તક પ્રચંડ પુરુષાથી સૌમ્ય સ્વભાવી પંડિતરત્ન મુનિ શ્રી કનૈયાલાલજી “કમલ” મ. સા.એ હાથમાં લીધું. તેઓ છેલ્લાં પચીસ વર્ષોથી આ કાર્યમાં લીન છે. જેના આગમોમાંથી વિષયાનુસાર સંકલનકાર્ય ઘણું જ કઠીન અને શ્રમસાધ્ય છે. પૂ. “કમલ” મુનિ મ. સાહેબે પ્રથમ “ગણિતાનુયોગ”નું સંપાદન કાર્ય કરેલ. તે પુસ્તકની માંગણી દેશવિદેશમાં ઘણી જ રહી. પૂજ્યશ્રી પાસે આગમોનું આગવું જ્ઞાન અને સૂઝ અમને જોવા મળી. તેનાથી પ્રભાવિત થઈ અમોએ સૌના સહિયારા સાથ સહકારથી આગમ અનુગ ટ્રસ્ટ ની સ્થાપના કરી. ધર્મકથાનયોગ” ભાગ ૧-૨ (હિન્દી આવૃત્તિ) અને “ગણિતાનુગ” (હિન્દી આવૃત્તિ) ઉપરક્ત ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. વાંચકેના હાથમાં ઉપરોકત પુસ્તકોની એક પણ ગુજરાતી આવૃત્તિ અણધાર્યા સંજોગોને લીધે ધારેલ સમયે મૂકી શક્યા નથી તે બદલ ઘણે જ ખેદ છે. અમો હૃદયથી સહુની ક્ષમા માંગીએ છીએ. આજે ધર્મકથાનુગ” ભાગ-૧ ની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત કરતાં અત્યંત આનંદ અને સંતોષ અનુભવીએ છીએ. તેને બીજો ભાગ પણ નજીકના સમયમાં પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. હાલમાં “ચરણાનગ” ની હિન્દી આવૃત્તિનું સંપાદન કાર્ય ચાલુ છે. અને છાપવાનું કામ અડધા સુધી થઈ ગયેલ છે. સાથે સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ પરમ વિદુષી બા.બ્ર. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાછ કરી રહ્યાં છે. આવા અમૂલ્ય ગ્રંથો પ્રાપ્ત થવા ઘણું જ મુશ્કેલ છે. પૂજય “કમલ” મુનિ મ. સા. ની તબિયત સારી રહેતી ન હોવા છતાંય તેમની શાસ્ત્ર પ્રત્યેની લગનથી “ચરણનુગ” તથા “દ્રવ્યાનુયોગ” ના સંકલન અને સંશોધનકાર્યમાં અવિરતપણે પુરુષાર્થ કરી રહ્યા છે. પૂજય શ્રીની સાથે સેવાભાવી શિષ્ય શ્રી વિનયમુનિજી “વાગીશ” ની સેવા પણ ખરેખર પ્રશંસનીય છે. સાથે સાથે આ કાર્ય માં બા. બ્ર. પૂ. મુક્તિપ્રભાજી, બા.બ્ર. પૂ. દિવ્યપ્રભાજી જેઓએ પીએચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેવાં વિદુષી સાધ્વીજી તેમ જ તેમની સાથેના મ. સ. અનુપમાછ, મ. સ. ભવ્યસાધનાજી, મ. સ. વિરતિસાધનાજીએ જે અથાગ મહેનત કરી છે તે ભૂલી શકાય તેમ નથી. તેઓના સાથ સહકાર વગર આ કાર્ય શક્ય ન બનત. આ કાર્યમાં વ્યાકરણવિશારદ પૂ. મુનિ શ્રી મહેન્દ્રઋષિજી મ. સા. (ખંભાતસંપ્રદાય)નો ઘણે જ સહયોગ મળે છે તે બદલ તેમના ઋણી છીએ. શ્રી હિંમતલાલ શામળદાસ શાહે તેમની વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ જવાનને શરમાવે તેવા અત્યંત ઉત્સાહભેર આ કાર્યને સરળ બનાવ્યું છે તે બદલ તેમને ઘણું ઘણું જ આભાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy