________________
૨૫૦
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૫
કૌશિક-ગેત્રીય આર્ય શાડિલ્યને વંદન કરું છું (૨૮).
ત્રણ સમુદ્ર પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, વિવિધ દ્વીપ અને સમુદ્રમાં પ્રસિદ્ધ, ક્ષોભરહિત સમુદ્ર જેવા ગંભીર આર્ય સમુદ્રને હું વંદન કરું છું. (૨૯).
ભાષક (કાલિક સૂત્રોનું અધ્યયન કરવાવાળા), કારક (સૂત્રાનુસારક્રિયા કરવાવાળા), ધર્મધ્યાતા, જ્ઞાન-દર્શન ગુણોનો પ્રકાશ કરનાર, શ્રુતસાગરના પારગામી અને ધૈર્યગુણસંપન્ન આર્ય મંગુને વંદન કરું છું. (૩૦).
આર્ય ધર્મને અને પછી ભદ્રગુપ્તને વંદન કરું છું. અને ત્યાર બાદ તપ-નિયમ વગેરે ગુણોમાં વજ સમાન આર્ય વા રવામીને વંદન કરું છું (૩૧)
જેમણે સર્વ સંયમીઓના ચારિત્રરૂપી સર્વસ્વ(ધન)ની રક્ષા કરી તથા જેમણે રત્નોની પેટી સમાન અનુગની રક્ષા કરી ને આર્યરક્ષિત ક્ષપણને વંદન કરું છું. (૩૨)
જ્ઞાન, દર્શન, તપ અને વિનયમાં નિત્ય ઉઘત, પ્રસન્નચિત્ત આર્ય નંદિલ શ્રમણને હું મસ્તક નમાવીને વંદન કરું છું. (૩૩).
(પ્રશ્ન) વ્યાકરણ અને કરણ-સપ્તતિ આદિ ભંગના જ્ઞાતા, કર્મપ્રકૃતિનું પ્રરૂપણ કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીના વાચકવંશની યશ-પરંપરા વધતી રહો. (૩૪)
ઉત્તમ અંજન ધાતુની સમાન પ્રભાવાળા તથા કુવલય સમાન પ્રભાવાળા રેવતી નક્ષત્ર નામના આચાર્યનો વાચકવંશવૃદ્ધિ પામો. (૩૫)
અચલપુરમાં જે દીક્ષિત થયા હતા, કાલિક સૂત્રોના વ્યાખ્યાતા અને ઉત્તમ વાચક પદધારી, બ્રહ્મદીપિક શાખામાં સિંહ સમાન ધીર એવા સિંહવાચકને વંદન કરું છું]. (૩૬).
જેને અનુગ આ જ પણ અધ ભરતક્ષેત્રમાં પ્રચલિત છે, અને અનેક નગરમાં જેમને યશ પ્રસરેલો છે તેવા સ્કદિલાચાર્યને હું વંદન કરું છું. (૩૭).
ત્યાર પછી હિમાચલની જેમ મહાન પરાક્રમી, અનંત વૈર્ય અને પુરૂષાર્થવાળો, અનંત સ્વાધ્યાયના ધારક એવા હિમવંત આચાર્યને હું મસ્તક નમાવી વંદન કરું છું. (૩૮)
કાલિકસૂત્ર સંબંધી અનુયોગના ધારક અને પૂર્વેના ધારક એવા હિમવંતક્ષમાશ્રમણ આર્ય નાગંજુનને હું નમસ્કાર કરું છું (૩૯)
માઈવગુણસંપન્ન, ક્રમે વાચકપદને વરેલા, ઓઘડ્યુતનું સમાચરણ કરનારા, વાચક નાગાજુનને હું વંદન કરું છું. (૪૦)
અનુયાગ સંબંધી વિપુલ ધારણા કરનારાઓમાં ઈદ્રસમાન, અને નિત્ય ક્ષમા, દયા, આદિ ગુણોની પ્રરૂપણા કરવામાં દુર્લભ તેવા ગોવિંદાચાર્યને પણ મારા નમસ્કાર હો.(૪૧)
અને પછી ત૫ અને સંયમમાં સદા ખેદરહિત, પંડિતજનોમાં સન્માનનીય તથા સંયમના વિશેષજ્ઞ આચાર્ય ભૂદિન્તને હું વંદન કરું છું. (૪૨)
તપ્ત ઉત્તમ સુવર્ણ તથા સુવર્ણચંપક પુષ્પ અથવા વિકસિત ઉત્તમ કમળના ગર્ભ જેવા વર્ણવાળા, ભવ્ય જનોના હૃદયવલ્લભ, જનોમાં દયાભાવના ઉત્પન્ન કરવામાં નિપુણ, વૈર્ય ગુણવાળા, અધ ભરત ક્ષેત્રમાં યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના શ્રેષ્ઠ જ્ઞાતા, અનેક શ્રેષ્ઠ મુનીવરને સ્વાધ્યાય આદિમાં પ્રવૃત્તિ કરાવનાર, નાઇલ કુળ તથા વંશને આનંદિત કરનારા, પ્રાણીમાત્રને હિતેપદેશ કરવામાં સમર્થ, સંસારભયનો નાશ કરનારા અને આચાર્ય નાગાર્જન ત્રષિના શિષ્ય ભૂતદિન્ન આચાર્યને હું વંદન કરું છું. (૪૩-૪૫)
નિત્યાનિત્ય રૂપ વસ્તુતત્વને સમગ્ર રીતે જાણનારા, સૂત્ર અને તેના અર્થને સમ્યકૂ રીને ધારણ કરનારા, યથાવસ્થિત ભાવોનું સમ્યક્ રૂપે પ્રરૂપણ કરનાર લહિત્ય નામના આર્યને હું વંદન કરું છું. (૪૬) શાસ્ત્રોના અર્થ–મહાથની ખાણ જેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org