________________
ધર્મ કથાનુયાગ——મહાવીર તીમાં ઉક પેઢાલપુત્ર : સૂત્ર પર
► + - + -
૮. ત્યાં અન્ય દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, જેમનામાં શ્રમણાપાસકે વ્રતગ્રહણના સમયથી મૃત્યુ સુધી દંડના ત્યાગ કર્યાં છે, તેઓ તે આયુ છોડી દે છે, છોડીને શ્રમણાપાસકે સ્વીકારેલા દેશ પરિમાણની મર્યાદામાં રહેનારાં જે સ્થાવર પ્રાણીઆ છે-જેમને શ્રમણાપાસકે પ્રયાજનવશાત્ દંડ દેવાના ત્યાગ કર્યા નથી પરંતુ નિષ્પ્રયાજન દંડ દેવાના ત્યાગ કર્યા છે–તેમનામાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે.
તે પ્રાણીઓ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મોટા શરીર અને લાંબી આયુસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીએ અધિક છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીએ અલ્પ છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તે માટા ત્રસકાય પ્રાણીઓની હિ’સાથી ઉપશાંત,વ્રતામાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણાપાસક માટે તમે અથવા બીજાએ જે આમ કહે છે કે તેને કઈ એવા પર્યાય નથી જેનામાં શ્રમણેાપાસકને એક પ્રાણીના પણ દંડના ત્યાગ સંભવે. આ તમારો સિદ્ધાંત ન્યાય સ’ગત નથી.
૯. ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે ત્રસસ્થાવર પ્રાણીઓ છે, જેમનામાં શ્રમણાપાસકે વ્રતગ્રહણ સમયથી મરણ સુધી દંડના ત્યાગ કર્યો છે–તેઓ તે આયુ છોડી દે છે, છોડીને તે શ્રમણાપાસકે સ્વીકારેલા દેશ-પરિમાણથી બહાર અન્ય દેશવતી જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે—જેમનામાં શ્રમણાપાસકે વ્રતગ્રહણ સમયથી મૃત્યુ પર્યંત દંડના ત્યાગ કર્યા છે—તેમનામાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે.
તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહા કાયવાળા અને ચિર સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીએ અધિક હોય છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન
૨૯
Jain Education International
+HD+ + CD + +
+0+8+8+4
સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પ છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મહા ત્રસકાયની હિંસાથી ઉપરત, સયમમાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણાપાસક માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે–તેને એવા કોઈ પર્યાય નથી, જેનામાં શ્રમણાપાસકને એક પણ પ્રાણીના દંડના ત્યાગ હોય-તમારો આ મત ન્યાયસંગત નથી.
૨૨૫
વસ-સ્થાવર પ્રાણીઓની અવ્યુઅિત્તિ પ૯૩. ભગવાને કહ્યું–પૂર્વકાળમાં એમ નથી બન્યું, અનાગત ભાત્રિ અનંતકાળમાં પણ એમ નહીં બને અને વર્તમાનમાં પણ એમ નથી બનતું કે ત્રસ પ્રાણીઓ સવથા ઉચ્છિન્ન થઈ જાય અને બધા જ સ્થાવર બની જાય, કે સ્થાવર પ્રાણીએ સવથા બુચ્છિન્ન—નષ્ટ થઈ જાય અને બધા જ ત્રસ બની જાય, ત્રસ અને સ્થાવર પ્રાણીએ સવથા વ્યુચ્છિન્ન થતાં ન હોવા છતાં તમે અથવા બીજાએ જે આમ કહેા છો કે તેવા કોઈ પર્યાય નથી જેમાં શ્રમણાપાસકને એક પણ પ્રાણીના દંડના ત્યાગ સ’ભવે-તમારો આ સિદ્ધાંત ન્યાયસંગત નથી. ઉપસ હાર—
૫૯૪. ભગવાને કહ્યું-‘હે આયુષ્મને ઉદક ! જે વ્યક્તિ
શ્રમણ કે માહણ પ્રતિ મૈત્રીભાવ રાખવા છતાં પણ એમની નિંદા કરે છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને, દશન પ્રાપ્ત કરીને, ચારિત્ર પ્રાપ્ત કરીને અને પાપ કર્મના વિનાશ કરવા તત્પર થઈને પણ પરલાકના વિધાત કરે છે.
જે શ્રમણ અથવા માહણની નિંદા નથી કરતા પરંતુ મૈત્રીભાવ રાખે છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને, દર્શન પ્રાપ્ત કરીને અને ચારિત્ર પ્રાપ્ત કરીને, પાપ કર્મના વિધાત કરવા ઉદ્યત છે તે નક્કી પરલાકની વિશુદ્ધિ માટે સમર્થ બને છે.’ ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્ર ભગવાન
For Private Personal Use Only
www.jainelibrary.org