SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સુત્ર પ૭૭ ન્યાય-સંગત નથી ? હે આયુષ્પનૂ ગૌતમ ! અમારું આ કથન શું તમને પણ ગમે છે? ભગવાન ગૌતમને ઉત્તર૫૭૫. ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદસહિત આ પ્રમાણે કહ્યું હે આયુષ્યનું ઉદક! આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવવું અમને ગમતું નથી–જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કહેવા પ્રમાણે પ્રરૂપણા કરે છે તે શ્રમણ અને નિર્ગથ યથાર્થ ભાષાનો પ્રયોગ કરતા નથી, તેઓ અનુતાપ ઉત્પન્ન કરનારી ભાષાનો પ્રયોગ કરે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસકેનું અભ્યાખ્યાન કરે છેતેમને વ્યર્થ કલંક દે છે. જે અન્ય પ્રાણીઓયાવ-સના વિષયમાં સંયમ ગ્રહણ કરે છે તેમના પર પણ તેઓ કલંક લગાડે છે. એનું કારણ શું છે? બધાં પ્રાણીઓ સંસારી છે–પરિવર્તનશીલ છે. ત્રણ પ્રાણી પણ સ્થાવરરૂપ પ્રાપ્ત કરે છે અને સ્થાવર પ્રાણી પણ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. ત્રસકાયને છોડીને તેઓ સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. જયારે તેઓ ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ હણવા યોગ્ય હોતા નથી.” ઉદક પઢાલપુત્રને પ્રતિપ્રશ્નપ૭૬, ઉદક પેઢાલપુત્ર વાદસહિત ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું– હે આયુષ્પનું ગૌતમ! તે પ્રાણી કયાં છે જેને તમે ત્રસ કહે છે ? તમે ત્રસ પ્રાણીને ત્રસ કહો છો કે બીજાને ?” વ્યસભૂત પ્રાણી ત્રસ ત્રસ પ્રાણી ત્રસ એકાઈક છે?: ગૌતમનું કથનપ૭૭. ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદ સહિત આ પ્રમાણે કહ્યું – “હે આયુષ્મન ઉદક! જે પ્રાણીને તમે ત્રણભૂત પ્રાણી-ત્રણભૂત પ્રાણી કહો છો એને જ અમે ત્રસ પ્રાણી ત્રસ પ્રાણી કહીએ છીએ. અને અમે જેને ત્રસ પ્રાણી ત્રસ પ્રાણી કહીએ છીએ એને જ તમે ત્રણભૂત પ્રાણી–ત્રણભૂત પ્રાણી કહો છો. એ બન્ને સ્થાન સમાન છે, એકાર્થક છે. આમ હે આયુષ્યન્ ત્રણભૂત પ્રાણી –ત્રસ ભૂત પ્રાણી કહેવાનું તમે શુદ્ધ માનો છો અને ત્રણ પ્રાણી-ત્રસ પ્રાણી કહેવાનું દુપ્રણીત સમજો છો ? જેથી હે આયુષ્યનું ! એકની નિન્દા અને બીજાની પ્રશંસા તમે કરો છો ? આથી તમારો આ પૂર્વોક્ત ભેદ ન્યાયસંગત નથી.' ભગવાન ગૌતમે ફરી કહ્યું-“એવા પણ કેટલાય મનુષ્યો છે જેમનું આવું પૂર્વ કથન હોય છે કે “અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા લેવા શક્તિમાન નથી, પરંતુ અમે ક્રમશ: સાધુપણું સ્વીકારીશું.” તેઓ પોતાના મનમાં આવો જ વિચાર કરે છે-તેઓ મનમાં આવો વિચાર પાકો કરે છે અને પછી તે પર ઉપસ્થિત–પ્રસ્તુત થાય છે– “રાજા આદિના અભિયોગ સિવાય ગાથાપતિચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરાવે છે” તે પણ તેમના માટે કુશળ-કલ્યાણકારી જ બને છે. ત્રસજીવ પણ ત્રસનામ કર્મના ફળને અનુભવ કરવાને કારણે ત્રસ કહેવાય છે અને તેઓ ઉક્ત કર્મના ફળનો ભોગ કરવાના કારણે જ ત્રસનામ ધારણ કરે છે. જ્યારે એમનું ત્રસ આયુ ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં એમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે, ત્યારે તેઓ તે આયુને છોડી દે છે અને તે છોડીને તેઓ સ્થાવર ભાવ પ્રાપ્ત કરે છે. સ્થાવર પ્રાણીઓ પણ સ્થાવર નામકર્મના ફળનો અનુભવ કરતી વખતે સ્થાવર કહેવાય છે અને એ જ કારણે તેઓ સ્થાવર નામ પણ ધારણ કરે છે. જયારે એમનું સ્થાવર આયુષ્ય ક્ષીણ થઈ જાય છે અને સ્થાવર કાયમાંની એમની સ્થિતિનો કાળ પૂરો થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy