SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ—મહાવીર તીમાં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર પ૬૧ +0000 સ્નાન કરીને પછી જ્યાં કમળ આદિ હતાં માવ~તે ગ્રહણ કર્યાં, ગ્રહણ કરીને જ્યાં શૈલક યક્ષનું યક્ષાયતન હતુ ત્યાં આવ્યા, આવીને યક્ષ પર દષ્ટિ પડતાં જ પ્રણામ કર્યા, પ્રણામ કરીને મહાન પુરુષને યાગ્ય પુષ્પ-અન કર્યું, અર્ચીન કરીને ધૂંટણીએ પડી, નમન કરી પયુ પાસના કરવા લાગ્યા. ત્યાર પછી નિયત સમયે તે શૈલક યક્ષ આ પ્રમાણે બાલ્યા–કોને તારું ? કોને પાળુ ? ત્યારે તે માક દીપુત્રો ઊભા થયા, ઊભા થઈને બે હાથ જોડી અંજલિ રચી શિરસાવત કરી આ પ્રમાણે બાલ્યા–‘અમને તારો. અમને પાળા.’ શૈલક યક્ષ દ્વારા રક્ષણાપાય-કથન ૫૬૧. ત્યારે તે શૈલક યક્ષે તે માક દીપુત્રોને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિયા ! મારી સાથે લવણસમુદ્રની વચ્ચેાવચ્ચ પસાર થતાં તમને તે પાપિણી, ચંડા, રુદ્રા, ક્ષુદ્રા અને સાહસી રત્નદ્રીપની દેવી અનેક કઠોર અને કોમળ, અનુકૂળ અને પ્રતિકૂળ, શૃંગારમય અને કરુણ ઉપસર્ગ વડે વિઘ્ર કરશે. આથી હે દેવાનુપ્રિયા ! જો તમે તે રત્નદ્રીપદેવતાની એવી કોઈ વાતના આદર કરશા, સ્વીકાર કરશેા કે અપેક્ષા કરશેા તા હું તમને મારી પીઠ પરથી નીચે પાડી દઈશ. અને જો તમે રત્નદ્રીપની દેવીની એવી વાતના આદર નહી' કરો, સ્વીકાર નહી' કરો, તે પર ધ્યાન નહી આપા! હું પાતાની જાતે જ રત્નદ્રૌપદેવીના હાથમાંથી તમારો છૂટકારો કરાવીશ.’ ત્યારે તે માક’દીપુત્રોએ શૈલક યક્ષને આ પ્રમાણે કહ્યું—‘આપ દેવાનુપ્રિય જેમ કહેશા તે પ્રમાણે આપની આજ્ઞા, આદેશ, વચનનિર્દેશનું પાલન કરીશુ.’ ત્યાર પછી તે શૈલક યક્ષ ઉત્તર પૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગયા, ત્યાં જઈને તેણે વૈક્રિય ૨૭ Jain Education International ૨૦૯ ----- સમુદ્ઘાત કર્યા, સમુદ્ધાત કરીને સખ્યાત યેાજનના દંડ કાઢયો, બોજી અને ત્રીજી વાર પણ વૈક્રિય સમુદ્ધાત કરીને એક માટા અશ્વરૂપની વિણા કરી, વિકુણા કરીને માક`દીપુત્રોને આ પ્રમાણે કહ્યુ-‘હે માકદીપુત્રો ! હે દેવાનુપ્રિયા ! મારી પીઠ પર ચડી ગઓ.' માક’દીપુત્રોનું શૈલકપૃષ્ઠાર હણ--- ૫૬૨. ત્યા૨ે તે માકંદીપુત્રો હૃષ્ટ તુષ્ટ થઈને શૈલક યક્ષને પ્રણામ કરી તેની પીઠ પર સવાર થઈ ગયા. ત્યાર પછી તે શૈલક યક્ષ માર્ક દીપુત્રોને પીઠ પર સવાર થયેલા જાણીને પછી સાત આઠ તાડ જેટલા આકશમાં ઊંચા થયા, ઊંચા થઈને પોતાની ઉત્કૃષ્ટ ગતિથી, રિત, ચપળતાપૂર્વક, પ્રચંડ વેગથી, દિવ્ય દેવગતિપૂર્વક લવણ સમુદ્રની વચ્ચેવચ્ચે થઈને જ્યાં જ'બૂદ્રીપ હતા, જ્યાં ભારત ક્ષેત્ર હતું, જ્યાં ચંપાનગરી હતી ત્યાં જવા ઉદ્યત થયા. રત્નકીપ-દેવતા કૃત પ્રતિકૂળ ઉપસર્ગાં— ૫૬૩. ત્યાર પછી પેલી રત્નદ્રીપની દેવીએ લવણસમુદ્રનું એકવીશ વાર પટન કર્યું, અને એમાં તૃણ અથવા-યાવર્તુ-એકાંતમાં ફેંકી દીધું, પછી તે જ્યાં પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ હતા ત્યાં પાછી આવી, આવીને તેણે શ્રેષ્ઠ પ્રાસાદમાં તે માકંદીપુત્રોને ન જોયા તેથી જયાં પૂર્વ દિશાના વનખંડ હતા ત્યાં ગઈ-યાવત્ચારે બાજુ શોધખાળ કરી, શેાધ કરવા છતાં તે માકંદીપુત્રોની કાંય પણ શ્રુતિ અથવા શ્રુતિ (છીંકના અવાજ) અથવા પ્રવૃત્તિ (હિલચાલ) ન જણાતાં જ્યાં ઉત્તર દિશાના અને એ જ રીતે પશ્ચિમ દિશાના વનખંડ–જોતાંયાવત્—તેમને ન જોતાં અવધિજ્ઞાનના પ્રયાગ કર્યા. અવધિજ્ઞાનથી તેણે તે માક દીપુત્રોને શૈલકની સાથે લવણસમુદ્રની વચ્ચેાવચ્ચ થઈને જતા જોયા, જોઈને ક્રોધાયમાન થઈ, ઢાલતલવાર લીધાં, લઈને સાત આઠ તાડ જેટલી For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy