SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ વર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૫૩ ૨૦૫ દેવી રહેતી હતી–જે પાહિણી, ચંડ, રુદ્ર, ભયંકર, શુદ્ર સ્વભાવની અને સાહસી હતી. તે કોષ્ઠ પ્રાસાદની ચારે દિશામાં ચાર વનખંડ હતાં-જો શ્યામ વર્ણના અને શ્યામ કાંતિવાળા હતા. ત્યારે તે બન્ને માકંદીપુત્રો તે પાટિયાના આધારે તરતા રતા રત્નદ્રીપ સમીપે આવી પહોંચ્યા. ત્યારે તે માકેદીપુત્રોને થાહ મળી (જમીનતળ મળી ગયું),થાહ મળી એટલે એમણે ઘડી ભર વિશ્રામ કર્યો, વિશ્રામ કરીને પાટિયું છોડી દીધું, પાટિયું છોડી દઈને રત્નદ્રીપ પર ઊતર્યા, ઊતરીને ફળોની શોધખોળ કરી, ફળો શોધ્યાં, શોધીને ફળ ખાધો, ખાઈને નાળિયેરની શોધખોળ કરી, શોધીને નાળિયેર ફોડ્યાં, ફોડીને તેના તેલથી બન્નેએ એકબીજાના શરીરને માલિશ કરી, માલિશ કરીને પુષ્કરિણી (તળાવડી)માં પડયા, પડીને સ્નાન કર્યું, સ્નાન કરીને પુષ્કરિણીમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને પૃથ્વીશિલારૂપી પાટ પર બેઠા, બેસીને શાંત, સ્વસ્થ થયા અને સુખપૂર્વક-આરામપૂર્વક બેસીને ચંપાનગરી, માતા-પિતાની આજ્ઞા માગવી, લવણસમુદ્રમાં સફર, પ્રચંડ તોફાની વાયુનું આગમન, વહાણનું ભાંગવું, લાકડાનું પાટિયું મળવું અને રત્નદ્વીપમાં આવી ચડવું એ બધાનો વિચાર કરતા કરતા, મનોબળ ઢીલું પડતાં, બે હથેળીમાં મુખ રાખી દુર્યાનમાં પડી ગયા. ઉત્નીપદેવતા સાથે ભેગે ભેગવવાપપ૩. ત્યાર બાદ તે ૨નદ્રીપદેવતાએ અવધિજ્ઞાન વડે માકંદીપુત્રોને જોયા એટલે તે તલવાર અને ઢાલ હાથમાં લઈ શરીર-વિદુર્વણા કરી સાત-આઠ તાડ જેટલી આકાશમાં ઊંચી થઈ પોતાની ઉત્કૃષ્ટ–થાવત–દેવગતિથી ચાલતી ચાલતી જયાં માકંદીપુત્રો હતા ત્યાં આવી, આવીને કોપપૂર્વક રુક્ષ, કઠોર અને નિષ્ફર વચનો વડે બોલવા લાગી— “અરે માકંદીપુત્રો ! અપ્રાર્થિત (ન ઈચ્છવાયોગ્ય અર્થાત્ મૃત્યુ)ની ઇછા કરનારાઓ ! જો તમે મારી સાથે વિપુલ કામભોગો ભોગવતા અહી રહેશો તો તમારું જીવન છે–તમે જીવતા રહેશે. જો મારી સાથે વિપુલ કામગ ભેગવતા નહી રહો તો આ નીલ કમળ, પાડાના શિંગડાં કે અળસીના પુષ્પ જેવી કાંતિવાળી અને છરીની ધાર જેવી તેજ ધારવાળી તલવારથી લાલ લાલ ગાલવાળા અને તમારી માતાઓએ શણગારેલાં તમારાં મસ્તકે તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ.” ત્યારે તે માકેદીપુત્રો રત્નદ્રીપદેવીની આવી વાત સાંભળી અને સમજીને ભયભીત બની ગયા અને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા “દેવાનુપ્રિયા ! જેમ તમે કહો તેમ. અમે તમારી આશા, આદેશ અને નિર્દેશ મુજબ વતીશું.' ત્યાર પછી તે રત્નદ્રીપદેવતાએ માદીપુત્રોને પકડ્યા, પકડીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો ત્યાં આવી, આવીને અશુભ પુદ્ગલે દૂર કર્યા અને શુભ પુદ્ગલેને પ્રક્ષેપ કર્યો, પછી તેઓની સાથે વિપુલ કામભોગો ભોગવતી વિહરવા લાગી, પ્રતિદિન તેમના માટે અમૃત જેવાં ફળ લાવવા લાગી. રત્નદ્વીપ દેવીનું લવણસમુદ્ર-સ્વછીકરણથે ગમન અને વનખંડમાં રમણ માટે આદેશ પપ૪. ત્યાર પછી શક્રેન્દ્રના વચન-આદેશથો સુસ્થિત નામક લવણસમુદ્રના અધિપતિ દેવે તે રત્નદ્વીપની દેવીને કહ્યું-તારે એકવીશ વખત લવણસમુદ્રનું પર્યટન કરવાનું છે અને ત્યાં જે કંઈ ખૂણ, પત્રો, કાષ્ઠ, કચરો કે ગંદા પદાર્થો, સડેલાં ગળેલા પદાર્થો કે દુર્ગધી પદાર્થો હોય તે બધા એકઠા કરી કરીને, કાઢીને એક તરફ ફેંકી દેવાના છે.” આમ તેની |[ સમદ્રની સ્વચ્છતા માટે 1 નિયુક્તિ કરી ત્યારે રતનદ્રીપદેવતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy