________________
૧૭૮
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્ક-દક પરિવ્રાજક : સૂત્ર ૫૦૦
તે કાળે સમયે કૃતંગલા નામની નગરી હતી–વર્ણન.
તે કૃતંગલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) છત્રપલાશક નામનું
ત્ય હતું-વર્ણન.
તે સમયે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનના ધારણ કરનાર શ્રમણ ભગવંત મહાવીર–યાવ-સમવરણ થયું. પરિષદ નીકળી.
શ્રાવસ્તીમાં સ્કન્દપરિવ્રાજક– ૯૭. તે કૃતંગલા નગરીની નજીક શ્રાવસ્તી નામની નગરી હતી-વર્ણન.
તે શ્રાવસ્તી નગરીમાં કાત્યાયનગોત્રીય ગઈ. ભાલનો શિષ્ય, સ્કન્દ નામનો પરિવ્રાજક રહેતો હતો. તે સ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદોન, પાંચમા ઇતિહાસનો તથા છઠા નિઘંટુ નામના કોશનો સાંગોપાંગ અને રહસ્ય સહિત યાદ કરનાર, ધારણ કરનાર, પારંગત હતો. તે છ વેદાંગનો જાણકાર હતો, ષષ્ટિતંત્રમાં વિશારદ હતો, ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર તથા બીજા અનેક બ્રાહ્મણ તથા પરિવ્રાજક સંબંધી નીતિ અને દર્શનશાસ્ત્રોમાં પણ અત્યંત નિપુણ હતો.
પિંગલ દ્વારા લોકાદિના વિષયમાં પ્રશ્ન– ૪૯૮, તે શ્રાવતી નગરીમાં વૈશાલિક (મહાવીર)ને
શ્રાવક પિંગલ નામનો નિગ્રંથ રહેતો હોં.
ત્યાર બાદ વૈશાલિકનો શ્રાવક તે પિંગલ નામનો નિગ્રંથ કઈ એક સમયે જયાં કાત્યાયનગોત્રીય આંદક રહેતો હતો ત્યાં આવ્યો, આવીને કાત્યાયનગોત્રીય કંદકને આક્ષેપપૂર્વક આ પ્રમાણે પૂછયું
હે માગધ! (૧) શું લેક અંતવાળો છે કે અંતરહિત-અનંત છે ? (૨) જીવ અંતવાળ કે અનંત છે? (૩) સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે? (૪) સિદ્ધો અંતવાળા
છે કે અંત વિનાના છે? (૫) કયા મરણ વડે મરતો જીવ વધે અથવા ઘટે અર્થાત્ જીવ કેવી રીતે મરે જેનાથી તેનો સંસાર વધે કે ઘટે છે? તું આટલા પ્રશ્નોને તો ઉત્તર આપ.”
સ્કન્દકની ઉત્તર દેવામાં અસમર્થતા– ૪૯૮. ત્યાર બાદ જયારે વૈશાલિક શ્રાવક પિંગલ
નિર્ગળ્યું તે કાત્યાયનગોત્રીય સ્કંદકને આ આક્ષેપો–પ્રશ્નો પૂછયા ત્યારે તે તે પ્રશ્નોનો શું આ ઉત્તર હશે કે બીજો, આ પ્રમાણે શંકાવાળે થયો. “આ પ્રશ્નોને જવાબ કેવી રીતે આપું” એમ કાંક્ષાવાળો થયો. હું જે જવાબ આપીશ તેનાથી પૂછનારને સંતોષ થશે કે નહીં તે પ્રમાણે આત્મવિશ્વાસહીન થયો. તેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ અને તે કલેશયુક્ત થયો. પરંતુ તે તાપસ) વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રથને કોઈ પણ ઉત્તર આપી શક્યો નહીં અને મૌન ધારણ કરી લીધું.
ત્યારે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળે કાત્યાયનગોત્રીય સ્કન્દકને ફરી બીજી વાર અને ત્રીજી વાર પણ તે જ પ્રશ્નો પૂછયા–
‘માગધ ! શું લોક અંતવાળે છે અથવા અનંત છે? યાવત્ (૫) જીવ કેવી રીતે મરે તો તેને સંસાર વધે અથવા ઘટે ? તું મારા આ પ્રશ્નોનો ઉત્તર આપ.”
ત્યાર બાદ જ્યારે તે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળે કાત્યાયનગોત્રીય કુંદકને ફરીથી બીજી વાર અને ત્રીજી વાર પણ તેના તે જ પ્રશ્નો પૂછ્યા ત્યારે તે શંકાશીલ, કાંક્ષાવાળો અને આત્મવિશ્વાસહીન થયો, બુદ્ધિભંગ અને કલેશના ભાગ થયા અને વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રન્થને કંઈ પણ ઉત્તર આપ્યા વિના મૌન ધારણ કરીને બેઠો રહ્યો.
જનસમૂહનું તગલા તરફ ગમન૫૦૦. ત્યાર બાદ શ્રાવસ્તી નગરીનાં શૃંગાટક-યાવતુ
રાજમાર્ગથી બહુ મોટી ભીડ અથવા જનસમૂહ અર્થાત્ સભા મળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org