SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઈષકાર રાજા આદિ છે શ્રમણ : સૂત્ર ૪૯૨ ૧૭૫ ‘અનેક વિધ્રોવાળો (મનુષ્ય-જીવનરૂપી) આ વિહાર–સંસાર-પ્રવાસ તથા અલ્પ આયુષ્ય જોઈને અમે ગૃહજીવનમાં આનંદ પામતા નથી. માટે અમે અનુષા માગીએ છીએ, અમે મુનિવ્રત ધારણ કરીશું. (૭) પુરોહિત દ્વારા વારણ૪૯૨. પછી પિતાએ (ભાવ) મુનિઓને તેમના તપમાં વિશ્વ કરનારી આવી વાત કહી–‘વેદવિદુ પુરુષો આ વચન કહે છે કે –“અપુત્ર મનુષ્યને (ઉત્તમ) લોકની પ્રાપ્તિ થતી નથી.” માટે હે પુત્રો ! પહેલાં વેદોનું અધ્યયન કરીને, બ્રાહ્મણોને ભોજન આપીને, સ્ત્રીઓ સાથે ભોગો ભોગવીને, પછી પુત્રોને ઘરની વ્યવસ્થા સંપીને તમે અરણ્યવાસી પ્રશસ્ત મુનિઓ થજો. (૯) પુરોહિતના પુત્રો પોતાના રાગાદિ ગુણરૂપી ઈધણોથી સળગતા અને મેહરૂપી પવનથી અધિક પ્રજવળતા શોકાગ્નિ વડે સંતપ્ત અને પરિતપ્ત, અનેક પ્રકારે દીન વચને બોલતા, સમજાવતા, તથા ધન અને ક્રમે પ્રાપ્ત થતા કામભોગ ભોગવવા લલચાવતા પુરોહિતને જોઈને કુમારોએ વિચારીને નીચે પ્રમાણે કહ્યું. (૧૦–૧૧) વેદોનું (માત્ર) અધ્યયન કંઈ રક્ષણરૂપ થતું નથી, જેમને જમાડવામાં આવે છે તે બ્રાહ્મણો અંધકારમાંથી વધુ અંધકારમાં લઈ જાય છે, જન્મેલા પુત્રો પણ રક્ષણરૂપ થતા નથી. આથી તમારી વાત કોણ સ્વીકારશે ? (૧૨) કામભોગો તો ક્ષણવાર સુખ અને બહુકાળ દુ:ખ આપનારા, અધિક દુ:ખપૂર્ણ અને અલ્પ સુખદાયી છે. સંસારમાંથી મુક્ત થવામાં વિક્વરૂપ અને અનર્થોની ખાણ છે. (૧૩) કામભોગોથી નિવૃત્ત નહિ થયેલ પુરુષ દિવસ અને રાત ભટકત, પરિતાપ પામતો, બીજાઓને માટે પ્રમત્ત થતો અને ધનની શોધ કરતો જરા અને મૃત્યુને પામે છે. (૧૪) આ મારી પાસે છે અને આ મારી પાસે નથી, આ મારે કરવાનું છે અને આ નથી કરવાનું-એ પ્રમાણે પ્રાપ્ત કરતાં તેને હરણ કરનાર (મૃત્યું) હરી જાય છે. પછી પ્રમાદ શી રીતે થઈ શકે? (૧૫) પુરોહિત જેને મેળવવા માટે લોકો ચાહે છે તે સ્ત્રીઓ સહિત પુષ્કળ ધન, સ્વજનો અને ઉત્તમ ભોગવિલાસો સઘળું જ તમારે સ્વાધીન છે. (પછી પરલોક માટે ભિક્ષુ બનવાની શી જરૂર ) (૧૬) પુરોહિત–પુત્રો ધર્માચરણના વિષયમાં ધન શા કામનું ? સ્વજનો અને કમભાગો શા કામના ? અમે તે ગુણસમૂહના ધારક અપ્રતિબદ્ધવિહારી અને ભિક્ષાચરણ કરનાર શ્રમણો થઈશું. (૧૭) પુરોહિત હે પુત્રો ! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ધી અને તલમાં તેલ અવિદ્યમાન હોવા છતાં પેદા થાય છે, તેમ જીવો શરીરમાં પેદા થાય છે અને નાશ પામે છે અને શરીરનાશ પછી કંઈ બાકી રહેતું નથી.' (૧૮) પુરોહિત–પુત્રો આત્મા અમૂર્ત છે, ઇન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હોવાને કારણે તે નિત્ય છે. પોતાના બંધનનો હેત આત્મામાં (રાગાદિરૂપે) રહેલ છે, અને એ બંધનને સંસારનો હેતુ કહેવામાં આવે છે. (૧૯) ધર્મને નહિ જાણનારા અમે પૂર્વકાળમાં મોહથી પાપકર્મ કર્યું, અમને રોકવામાં આવ્યા અને અટકી ગયા. પણ હવે ફરી એવું આચરણ નહિ કરીએ. (૨૦) ચારે બાજુથી ઘેરાયેલા આ લોક ઉપર અમોઘા(અંધકાર)ના પ્રહાર પડતા હોય એવી સ્થિતિમાં અમે ગૃહવાસમાં સુખ પામતા નથી. (૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy