SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ ઃ સૂત્ર ૪૭૮ ૧૬ રહેલા હું બળતા અગ્નિમાં પૂવે ઘણી વાર પકાવાયો છું. (૫૦) પૂર્વ કાળે મહા દાવાગ્નિ જેવી મરૂ ભૂમિની વજ જેવી વેળુવાળી કદમ્બ-વાલુકા નદીમાં હું અનંતવાર બળ્યો હતો. (૫૧). કન્દુ કુંભીઓમાં ઊંચે બંધાયેલ અસહાય હું કરવત અને ક્રકચ (આર) વગેરે શસ્ત્રોથી પૂર્વ ઘણી વાર આદ કરતો છેદા છું. (૨૨) અતિ તિણ કાંટાઓથી વ્યાપ્ત એવા મોટા સિંબલિ વૃક્ષની સાથે પાશથી બંધાયેલા મને આઘો-પાછો ઉલટો-સુલટો ખેંચીને પરમાધાર્મિકી આપેલી વેદના મેં સહન કરી છે. (૫૩) પાપકમી હું પૂર્વકાળે પોતાના જ કર્મથી મોટા યંત્રોમાં શેરડીની માફક અતિ ભયંકર આક્રંદ કરતે કરતે ખૂબ પીલાયો છું. (૫૪) કાબરચિતરા શૂકરો અને શ્વાનોએ (તે રૂપમાં રહેલા પરમાધાર્મિક દેવોએ) અનેક વાર ભૂમિ પર તરફડતો મને પાડ્યો, છેદી નાખો અને બચાવવાની બૂમો પાડવા છતાં ફાડી ખાધો હતો. (૫૫) પાપકર્મથી નરકસ્થાનમાં ગયેલા મને અળસીના ફૂલ જેવી નીલરંગી તલવાર, ખગ અને ભાલાએ કરીને કાપી નખાયો, ફાડી નખાયો અને ટુકડે ટુકડા કરી નખાયો હતો. (૫૬) સળગતા સાંબેલા અને ધૂંસરીવાળા તપેલા લેખંડના રથમાં પરવશપણે યોજાએલા મને જોતરના બંધને બાંધી રોઝને જેમ લાકડીના પ્રહારે મારે તેમ પાડીને ખૂબ માર્યો હતો. (૫૭) ચિતામાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધીનપણે જાજવલ્યમાન અગ્નિમાં શેક્યો હતો અને પકાવીને ભસ્મ કર્યો હતો. (૫૮). [પરમધાર્મિકએ] ઢક અને ગીધ પંખીરૂપ બની લોઢાની સાણસી જેવી મજબૂત ચાંચે કરી વિલાપ કરતા એવા મને અનંતવાર કાપી નાંખી દુ:ખ દીધું હતું. (પ૯). [એ નરકગતિમાં તૃષાથી ખૂબ પીડાતાં દોડતાં દોડતાં વૈતરણી નદીને જોઈ પાણી પીવાની આશાએ ત્યાં પહોંચ્યો પરંતુ તેની છરી જેવી જળ-ધારાઓથી ખૂબ હણાયો હતે. (૬૦), તાપથી પીડાતાં અસિપત્ર નામના વનમાં ગમે ત્યાં ઉપરથી તલવારની ધાર જેવાં તીણ પત્રો પડવાથી અનંત વાર છેદા હતા. (૬૧) મુદ્દગળો અને મુસંઢી નામનાં શસ્ત્રો, શૂળો તથા સાંબેલા વડે મારાં ગાત્રો ભાંગી ગયાં હતાં અને તેવું દુ:ખ મેં અનંતવાર ભગવ્યું હતું. (૬૨). છરીની તીણ ધાર વડે ખાલ ઉતારીને હણાયો હતો અને કાતર વડે અનેક વખત કપાયા અને છેદાયો હતો. (૬૩). ત્યાં પાશબદ્ધ કપટજાળોમાં જકડાઈ મુગની પેઠે પરવશપણે ઘણી વખત હું વહન કરાય, બંધાયો અને મરાયો હતો. (૬૪) મોટી જાળ જેવાં નાનાં માછલાંને ગળી જનાર મોટા મોટા મગરમચ્છ આગળ નાના મચ્છની માફક પરવશપણે હું ઘણી વાર તેિવા પરમાધાર્મિકથી] પકડા, ખેંચાયો, ફડાયો અને મરાયો હતો. (૬૫). બાજ પક્ષીઓ, જાળો અને લેપવાળી જાળો. વડે પક્ષી જેમ પકડાઈ જાય તેમ [પરમાધાર્મિકોથી ઘણીવાર પકડાયા, લેપાય, બંધાયો અને મરાયો હતો. (૬) સુતારો જેમ વૃક્ષને છેદે તેમ કુહાડી કે ફરસી વડે પિરમધાર્મિકોએ] મને છેદ્યો, ફાડયો, કૂટયો અને બોલ્યા હતે. (૬૭) જેમ લુહારો ચપેટા અને ઘણ વડે લોઢાને ફૂટે તેમ [પરમાધમી અસુરકુમાર દ્વારા) થપાટ અને મુક્કા આદિથી હું અનંત વાર મરાયો, કૂટા, ટુકડે ટુકડા થશે અને ચૂર્ણ કરી નખાયો હતો. (૬૯). ખૂબ ભયંકર રુદન કરવા છતાં તાંબું, લોઢું, સીસું વગેરે ધાતુ ખૂબ કળકળતી તપાવીને ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy