SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સમુદ્રપલીય કથાનકઃ સત્ર ૪૭૧ [મુનીશ્વરના સંત સમાગમથી] તેનાં રોમેરોમ ઉલ્લસિત બન્યાં. આખરે તે પ્રદક્ષિણા પૂર્વક શિરસાવંદન કરી પોતાને સ્થાને પાછો ફર્યો. (૫૯) ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા ત્રણ દડો (મનદંડ, વચનદડ, અને કાયદડ)થી વિરક્ત અને ગુણની ખાણ સમા અનાથીમુનિ પણ અનાસપ્તરૂપે પંખીની પેઠે અપ્રતિબંધ વિહારપૂર્વક આ વસુંધરામાં સુખસમાધિથી વિચરવા લાગ્યા. (૬૦). -એમ હું કહું છું. સાધકે દુરાચારીઓના માર્ગને સર્વથા છોડીને મહા નિગ્રંથ મુનીશ્વરોના માર્ગે જવું. (૨૧) એ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રના ગુણોથી યુક્ત એવે સાધક શ્રેષ્ઠ સંયમને પાળીને તથા આસ્રવ રહિત બની પૂર્વ કર્મને હટાવીને આખરે સર્વોત્તમ અને સ્થિર એવા [મોક્ષ] સ્થાનને પામી શકે છે. (૫૨). - આ પ્રમાણે [કર્મશત્રુ પ્રત્યે] ઉગ, દમિતેન્દ્રિય, મહાતપોધન, વિપુલ યશસ્વી અને દઢવાવાળા મહામુનીશ્વરે (અનાથી મુનીશ્વરે) મહાન નિJથમુનિનું મહાગ્રુત [અધ્યયન] અતિ વિસ્તારપૂર્વક [શ્રેણિક મહારાજાને કહી સંભળાવ્યું. (૫૩). શ્રેણિકની તુષ્ટિ અને ક્ષમાયાચના૪૬૯, સનાથલાના સાચા ભાવને સાંભળી સંતુષ્ટ થયેલા શ્રેણિક મહારાજાએ બે હાથ જોડી કહ્યું કે-“હે ભગવન! આપે મને સાચું અનાથપણું સુંદર રીતે સમજાવી દીધું. (૫૪) હે મહર્ષિ ! તમારું મનુષ્ય-જીવન સફળ છે, તમારી ઉપલબ્ધિઓ સફળ છે. જિનેશ્વરના સત્ય માર્ગમાં સ્થિત આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છો. (૫૫) . હે સંયમિ ! અનાથ જીના તમે જ નાથ છો. સર્વ પ્રાણીઓના આપ જ રક્ષક છો. હે ભાગ્યવંત મહાપુરુષ ! હું આપની ક્ષમા યાચું છું અને સાથે સાથે આપની શિખામણ વાંછું છું. (૫૬) હે સંયમિ! આપને મેં [પૂર્વાશ્રમની વિગત જાણવા માટે વારંવાર પ્રશ્નો પૂછી આપના ધ્યાનમાં ભંગ પાડ્યો છે. અને ભેગા ભગવે એમ [અજુગતુ આમંત્રણ દીધું છે તે બધું આપ માફ કરે. (૫૭). રાજમંડલમાં સિંહસમા શ્રેણિક રાજાએ એ પ્રમાણે પરમભક્તિથી તે શ્રમણસિંહની સ્તુતિ કરી અને ત્યારથી તે વિશુદ્ધ ચિત્તપૂર્વક અંત:પુર, સ્વજન, અને સકલ કુટુંબ સહિત જૈનધર્મનો અનુયાયી બન્યા. (૫૮) ૩૪. મહાવીર-તીર્થમાં સમુદ્રપાલીય કથાનક ૭૦. ચંપા નગરીમાં પાલિત’ નામે એક સાર્થવાહ શ્રાવક રહેતો હતો. મહાત્મા ભગવાન મહાવીરને તે શિષ્ય હતો. (૧) તે શ્રાવક નિગ્રંથ પ્રવચનનો (શાસ્ત્રોનો) બહુકુશલ પંડિત હતો. એકદા તે વહાણ-રસ્તે પિહુંડ નામના નગરમાં વ્યાપાર માટે આવ્યો. (૨) પિહંડ નગરમાં વ્યાપારી તરીકે રહેતા તેની સાથે કોઈ બીજા વણિકે પોતાની પુત્રી પરણાવી. વખત જતાં તે ગર્ભવતી થઈ. એ ગર્ભવતી પત્નીને સાથે લઈ તે પોતાના દેશ તરફ આવવા નીકળ્યો. (૩) સમુદ્રમાં જન્મ અને પરિણય વિગેરે– ૪૭૧. પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આખો. તે બાળક સમુદ્રમાં જન્મવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. (૪) તે વણિક શ્રાવક કુશળતાથી ચંપાનગરમાં પોતાને ઘેર પહોંચ્યો. તેને ધેર તે બાળક સુખપૂર્વક ઊછરવા લાગ્યા. (૫) જોનારને વહાલો લાગે છે અને સુરૂપ એવે તે બુદ્ધિમાન બાળક બોંતેર કળાઓમાં અને નીતિશાસ્ત્રમાં પંડિત થયો, અને અનુક્રમે યૌવનને પણ પ્રાપ્ત થયો. (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy