SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ચ ઃ સૂત્ર ૪૬૮ તે વખતે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ અને ઔષધી તથા મંત્રવિદ્યામાં પારંગત, શાસ્ત્રમાં કુશળ અને ઔષધ કરવામાં અદ્વિતીય એવા ઘણા વૈદ્યાચાયે મારે માટે આવ્યા. (૨૨). ચાર વસ્તુઓથી યુક્ત–વૈદ્ય, રોગી, ઔષધ અને પરિચારકરૂપ એવી હિતકારી ચિકિત્સા તેમણે મારે માટે કરી. પરંતુ તે સમર્થ વૈદ્ય મને તે દુ:ખથી છોડાવી ન શકયા–એ જ મારી અનાથતા. (૨૩) મારે માટે પિતા સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા. પરંતુ તે પણ દુ:ખથી છોડાવવાને અસમર્થ નીવડ્યા – એ જ મારી અનાથના. (૨૪) | મારી માતા પણ વહાલા પુત્રના દુ:ખથી ખૂબ શોકાતુર થઈ જતી હતી. પરંતુ તેથી મારું દુ:ખ છૂટયું નહિ-એ જ મારી અનાથતા.(૨૫) મારા નાના અને મોટા સગા ભાઈઓ પણ મને દુ:ખથી છોડાવી ન શકયા-એ જ મારી અનાથતા. (૬) હે મહારાજ ! નાની અને માટી મારી સગી બેનો પણ આ દુ:ખથી મને બચાવી ન શકી– એ જ મારી અનાથતા. (૨૭) હે મહારાજ ! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવ્રતા પત્ની આંસુભર્યા નયને મારું વક્ષ:સ્થળ ભીંજવી રહી હતી. (૨૮) | મારું દુ:ખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અન્ન, પાન, સ્નાન, સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુદ્ધાં ભગવતી ન હતી. (૨૯). અને હે મહારાજ! એક ક્ષણ પણ તે મારાથી અળગી થતી નહોતી. તે પણ મારી આ વેદનાને હઠાવી ન શકી – તે જ મારી અનાથના. (૩૦). અનાથ જાણુને પ્રજ્યા–સંકલ્પ અને તેનાથી વેદના-ક્ષય૪૬૬. આવી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનંત એવા આ સંસારમાં આવી વેદનાઓ વારંવાર ભોગવવી પડે તે બહુ અસહ્ય છે. (૩૧) માટે આ વિપુલ વેદનાથી જો એક જ વાર હું મુક્ત થાઉં તે ક્ષાન, દાન અને નિરારંભી અનગાર બની તરત જ સંયમ ગ્રહણ કરીશ. (૩૨) હે નરપતિ! એમ ચિંતવીને હું સૂઈ ગયા. અને રાત્રિ જેમ જેમ જતી ગઈ તેમ તેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ. (૩૩) પ્રત્રજ્યા-ગ્રહણથી સનાથ–– ૪૬૭. ત્યાર બાદ પ્રભાતે તો સાવ નીરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને ક્ષાન (સહિષ્ણુ), દાન્ત (મિકેન્દ્રિય) અને નિરારંભી (પાપક્રિયાથી રહિત) થઈ અનગાર રૂપે પ્રવૃજિત બન્યા. (૩૪) ત્યાર પછી હું મારો પોતાનો અને સર્વ ત્રસ (હાલતા ચાલતા) જીવો તથા સ્થાવર (સ્થિર) જ-એ બધાને પણ નાથ (રક્ષક) થઇ શક્યો. (૩૫) હે રાજનું! કારણ કે આ આત્મા પોતે જ વૈતરણી નદી છે અને આત્મા જ કૂટશામલી વૃક્ષ [જેવો દુ:ખદાયી] છે તથા આત્મા જ કામદુધા ગાય અને નંદનવન [સમાન સુખદાયી] છે. (૩૬) આ આત્મા પોતે જ સુખ અને દુ:ખોને કર્તા અને ભોક્તા છે. અને આ આત્મા પોતે જ સુમાર્ગે રહે તે પોતાના મિત્ર અને કુમાગે રહે તે પોતે જ પોતાને શત્રુ છે. (૩૭) દુરાચરણના નિરૂપણથી સંયમપાલનના ઉપદેશ૪૬૮. હે રાજન્ ! કેટલાક કાયર મનુષ્યો નિગ્રંથ ધર્મને અંગીકાર તો કરી લે છે પણ પાળી શકતા નથી. તે બીજા પ્રકારની અનાથતા છે. હે નૃપ ! તું તે વસ્તુને બરાબર એકાગ્ર ચિત્તે સાંભળ. (૩૮) જે પાંચ મહાવ્રતને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી સારી રીતે પાળી શકતો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy