SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ધર્મ સ્થાનુયોગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ચન્હ : સૂત્ર ૪૬૪ - - - સમભાવથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્ય. પાલનથી બ્રાહ્મણ થવાય છે. અને જ્ઞાનથી મુનિ તથા તપથી જ તાપસ થવાય છે.(૩૨) કર્મ-પ્રધાનતાનું નિરૂપણ ૪૬૦. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે, કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર થવાય છે. (૩૩) આ વસ્તુઓને સર્વજ્ઞ ભગવત્તે ખુલ્લી રીતે કહી બતાવી છે. સ્નાતક (ઉચ્ચ સાધક) પણ તેવા જ ગુણોથી થઈ શકાય છે. માટે જ બધાં કર્મોથી મુક્ત હોય તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૩૪). ઉપરના ગુણોથી યુક્ત જે ઉત્તમ બ્રાહ્મણો હોય છે તેઓ જ પોતાનો અને પરનો ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે.” (૩૫) આ પ્રકારે સંશયનું સમાધાન થયા પછી તે વિજયધોષ બ્રાહ્મણે તે પવિત્ર વચનોને હૃદયમાં ઉતારીને પછી તેનો સ્વીકાર કર્યો.(૩૬) વિજ્યઘોષ બ્રાહ્મણ– સંતુષ્ટ થયેલો તે વિજયઘોષ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે ભગવન્! આપે યથાર્થ બ્રાહ્મણપણું મને સમજાવ્યું.(૩૭) જયષ મુનિની સ્તુતિ૪૬૧. ખરેખર વાસ્તવમાં આપ જ યશોના યષ્ટા (કર્તા) છો. આપ જ વેદોના જાણકાર છો. આપ જ જ્યોતિષશાસ્ત્રાદિ અંગેની જાણકાર વિદ્વાન છે અને આપ જ ધર્મોના પારગામી છો. (૩૮) આપ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવાને સમર્થ છો. માટે હે ભિક્ષશ્રેષ્ઠ! ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો.” (૩૯) જયધોષ મુનિ “હે દ્વિજ ! મને તારી ભિક્ષાથી કશું પ્રયોજન નથી. જલદી સંયમમાર્ગની આરાધના કર. જેથી અનેક ભયોરૂપી આવર્તથી ઘેરાયેલા આ સંસાર સાગરમાં તારે પરિભ્રમણ ન કરવું પડે. (૪૦) ભેગ-નિવૃત્તિ માટે ઉપદેશ૪૬૨. કામભોગોથી કર્મબંધન થઈ જીવાત્મા મલિન થાય છે. ભોગરહિત જીવાતમાં શુદ્ધ થઈ કર્મથી લેપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે. ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે. (૪૧) સૂકો અને ભીનો એવા બે માટીના ગોળાઓ ભીતમાં અથડાવા છતાં જે ભીનો હોય છે તે જ ચોંટે છે, સૂકે ચુંટતો નથી. (૪૨) એ જ પ્રમાણે કામભોગોમાં આસક્ત, દુષ્ટ બુદ્ધિવાળા પાપકર્મ કરી સંસારમાં ચાંટે છે. જે વિરકત પુરુષ હોય છે તે સૂકા ગોળાની માફક સંસારમાં ચુંટતા નથી.’ (૪૩) ઉપસંહાર૪૬૩. આ પ્રમાણે તે વિજયધોષ બ્રાહ્મણ જયઘોષ મુનિવર પાસે શ્રેષ્ઠ ધર્મ સાંભળીને સંસારની આસક્તિથી રહિત થઈ પ્રવૃજિત થયો. (૪૪) એ પ્રકારે સંયમ તથા તપશ્ચર્યા દ્વારા પોતાનાં સકળ પૂર્વ કર્મોનો ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બને સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા. (૪૫) –એમ હું કહું છું. ૩૩. મહાવીર-તીર્થમાં અનાથી મહાનિંગ્રન્થ શ્રેણિક દ્વારા મુનિ-દશન– ૪૬૪. સિદ્ધો, અને સંયમી પુરુષોને ભાવથી નમસ્કાર કરીને પરમાર્થ (મોક્ષ) દાતા ધર્મની યથાર્થ શિક્ષાને કહીશ, ધ્યાનપૂર્વક તે સાંભળો. (૧) અપાર રત્નને સ્વામી અને મગધદેશને અધિપતિ રાજા શ્રેણિક મંડિકુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રા માટે નીકળ્યો. (૨) ભિન્નભિન્ન પ્રકારના વૃક્ષો અને લતા થી વ્યાપ્ત વિવિધ ફળ અને પુષ્પોથી છવાયેલું અને વિવિધ પક્ષીઓથી સેવાયેલું તે ઉદ્યાન નંદનવન સરખું હતું. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy