SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં શ્રેણિકપત્ર પદ્મ આદિ શ્રમણો : સૂત્ર ૪૪૫ ગૌતમે પૂછયું, “હે ભગવાન તે પદ્મ દેવ આયુષ્યનો ક્ષય કરી દેવલોકથી આવીને ક્યાં જશે ?' છે, એટલા માટે અમારા આ બાળકનું નામ પદ્મ–પદ્મ થાઓ.’ આ પછીનું બાકીનું વૃતાન્ત મહાબલની જેમ જ જાણવું. આઠ પ્રીનિદાન-દાયજા મળ્યા-ચાવતુ–ઉત્તમ મહેલમાં રહી વિહરતો હતો. પદ્મની પ્રવ્રજ્યા સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. સભ નીકળી. કોણિક પણ નીકળ્યા. પદ્મ પણ મહાબલની જેમ ધર્મોપદેશ સાંભળવા નીકળો. એ જ પ્રમાણે માતા-પિતાને પૂછયુંથાવતુ–પ્રવૃજિત થયે, અગારવાસ છોડી અનગાર બની ગયો, ઈર્ષા સમિતિનું પાલન – યાવતુ–ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયો. ત્યાર બાદ તે પદ્મ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ (ગીતાર્થ) સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરી અનેકવિધ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ ભક્ત તપ દ્વારા આત્માને ભાવિત કરતા–યાવતુ--વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે પદ્મ અનગારે તે ઉદાર તપકર્મથી મેઘની જેમ, એ જ પ્રમાણે ધર્મ જાગરણ, ચિંતન અને જે રીતે મેઘ અનગારે શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું તે રીતે પૂછીને વિપુલ-યાવતુ–પાદપીપગમન કરીને તથારૂપ (ગીતાર્થ) સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, પૂરાં પાંચ વર્ષ શ્રમણ-પર્યાયનું પાલન કર્યું. એક માસની સંલેખના દ્વારા આમાની આરાધના કરતાં અને અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરી અનુક્રમે કાળધર્મ પામ્યા. સ્થવિરો ઊતર્યા. ભગવાન ગૌતમે પૂછ્યું. સ્વામીએ કહ્યું–વાવતુ-અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરી, આલોચના પ્રતિક્રમણ કરીને ચન્દ્ર આદિની ઉપર સૌધર્મ ક૯૫માં દેવરૂપે ઉતપન્ન થયા. ત્યાં તેમની બે સાગરોપમની આયુષ્યસ્થિતિ થઈ. [ ભગવાને કહ્યું]– હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં, દઢપ્રતિજ્ઞની સમાન-યાવતુ-અંત કરશે.' મહાવીર તીર્થમાં શ્રેણિક-પત્ર મહાપમ આદિ શ્રમણ૪૪૪. તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્રચૈત્ય હતું. કોણિક રાજા હતો. પદ્માવતી રાણી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની, કોણિક રાજાની અપરમાતા સુકાલી નામની રાણી હતી. તે સુકાલીનો સુકલકુમાર નામનો પુત્ર હતો. તે સુકાલકુમારની મહાપદ્મા નામની ભાર્યા હતી–જે સુકોમળ શરીરવાળી અને સુન્દર હતી. ત્યાર બાદ તે મહાપદ્મા રાણી કોઈ એક વખત પોતાને લાયક શય્યામાં સૂતી હતી... અને બાકીનું સઘળું વર્ણન પૂર્વવતુ જાણવું. બાળકનું નામકરણ મહાપદ્મ રાખ્યું–થાવતુસર્વ દુઃખોનો અંત કરશે. વિશેષતા એ કે ઈશાનક૯પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત ઉત્પન થશે. ૪૪૫. આ પ્રમાણે બાકીના આઠે માટે જાણવું જોઈએ. માતાનું નામ સમાન છે-- માતાઓ સમાન નામવાળી છે. કાળક્રમે દસે પુત્રોનો અનુક્રમથી શ્રમણપર્યાય આ પ્રમાણે છે- શ્રેણિકના પત્રોમાંથી બે એ પાંચ વર્ષ, ત્રણ ચાર વર્ષ, ત્રણે ત્રણ વર્ષ, અને બે એ બે વર્ષ શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અનુક્રમથી આ પ્રમાણે ઉત્પન્ન થયા–પ્રથમ સૌધર્મ કપમાં, બીજો ઇશાનક૯૫માં, ત્રીજો સનકુમાર કલ્પમાં, ચોથો માહેન્દ્ર ક૫માં, પાંચમો બ્રહ્મલોક કલ્પમાં, છઠ્ઠો લાન્તકકલ્પમાં, સાતમો મહાશુક્ર ક૯૫માં, આઠમાં સહસ્ત્રારકલ્પમાં, નવમા પ્રાણતમાં, દશમો અશ્રુતમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy