________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં સુબાહુકુમાર શ્રમણ : સૂત્ર ૪૨૫
૧૪૮
ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો, આરૂઢ થઈને જે દિશામાંથી તે આવ્યો હતો તે જ દિશામાં પાછા ફર્યો.
સુબાહુના પૂર્વભવ અંગે પૃચ્છા૪૨૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
ના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિયાવ–આ પ્રમાણે બોલ્યા
હે ભગવંત ! આ સુબાહુકુમાર ઇષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, ઠાંતરૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોશ, મનેશરૂપ, મનામ, મનામરૂપ, સૌમ્ય, સૌમ્યરૂપ, સુભગ અને સુભગરૂપ છે. અહો ! પ્રિયદર્શન અને સુરૂપ છે!
હે ભગવન્! આ સુબાહુકુમાર અનેક મનુષ્યનો ઈષ્ટ, ઇષ્ટરૂપ-યાવત્ સુરૂપ છે.
હે ભગવન્! આ સુબાહુકુમાર સાધુજનોસજજનોનો પણ ઇષ્ટ, ઇષ્ટરૂપ—યાવતું સુરૂપ છે.
હે ભગવન !અહીં (આ જગતમાં) સુબાહુકુમારને આવા પ્રકારની ઉદાર, માનુષી છિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ? યાવતુ કેવી રીતે ઉપલબ્ધ થઈ? વળી એ પૂર્વજન્મમાં કોણ હતા ?
સુબાહુના સુમુખભવની કથા૪૨૬. “હે ગૌતમ!” એમ શ્રમણ ભગવાન મહાવીરે
ગૌતમ સ્વામીને સંબોધીને આ પ્રમાણે કહ્યું
હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું-જે ત્રાદ્ધિસંપન્ન, નિર્ભય અને ધનધાન્યથી સમૃદ્ધ હતું-વર્ણન.
તે હસ્તિનાપુર નગરમાં સુમુખ નામે ગાથાપતિ નિવાસ કરતો હતો-જે ધનાઢય થાવત્ કોઈથીય પરાભવ ન પામે તેવો હતો.
તે કાળે તે સમયે ધર્મધેષ નામે સ્થવિર જાતિસંપન્ન-પાવતુ-પાંચસો શ્રમણોના પરિવાર સાથે અનુક્રમે ફરતાં ફરતાં, એક ગામથી બીજા ગામે વિહરતાં વિહરતાં જ્યાં હસ્તિનાપુર નગર હતું, જયાં સહસ્રામવન ઉદ્યાન હતું ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ
ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
તે કાળે તે સમયે ધર્મઘોષ સ્થવિરના અંતેવાસી ઉદાર, ધોર, ધોરગુણ, ઘોર તપસ્વી, ઘેર બ્રહ્મચારી, શરીરત્યાગી (શરીરના મમત્વને ત્યાગ કરનાર, શરીરધર્મ પ્રત્યે ઉદાસ), સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેક્ષાધારક એવા સુદત્ત નામે અનગાર નિરતર માસક્ષમણની તપશ્ચર્યા કરતા કરતા વિચરતા હતા.
ત્યારે તે સુદત્ત અનગારે માસક્ષમણના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, પછી જેમ ગૌતમ સ્વામી તેવી જ રીતે ધર્મ ધેષ વિરની આજ્ઞા લઈને-ચાવતુભિક્ષાચર્યા માટે ફરતા ફરતા સુમુખ ગાથાપતિના ગૃહમાં પ્રવેશ્યા, ત્યારે તે સુમુખ ગાથાપતિએ સુદત્ત અનગારને આવતા જોયા, જોઈને હૃષ્ટ તુષ્ટ થઈ આસનેથી ઊભો થયો, ઊભો થઈ પાદપીઠથી નીચે ઊત, ઊતરીને પગમાંથી પાદુકાઓ ઉતારી, ઉતારીને એકશાટિક ઉત્તરાસંગ કર્યો (ઉત્તરીય વસ્ત્ર ખેસની જેમ ખભા પર નાખ્યું), પછી સુદત્ત અનગારના સત્કાર માટે સાત આઠ ડગલાં સામે આવ્યો, સામે આવીને ત્રણ વાર તેમની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને જ્યાં રસોઈ ઘર હતું ત્યાં ગયો, જઈને પોતાના હાથે જ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર વહોરાવતાં પ્રસન્ન બન્યો અને વહોરાવીને પણ પ્રસન્ન થયો.
અનગાર-ભિક્ષાવેળાએ પંચદિવ્ય-પ્રાદુર્ભાવ૪૨૭. ત્યારે તે દ્રવ્યશુદ્ધ, ગ્રાહકશુદ્ધ અને દાયકશુદ્ધ
અર્થાત્ જેમાં ભિક્ષાની વસ્તુ શુદ્ધ હોય, ગ્રહણ કરનાર પાત્ર શુદ્ધ હોય અને ભિક્ષા આપનાર દાતાને ભાવ શુદ્ધ હોય તેવી ત્રણ પ્રકારની શુદ્ધિથી અનેત્રિકરણ શુદ્ધિથી સુદત્ત અનગારને પ્રતિલાભિત કરવામાં આવ્યા. એનાથી સુમુખ ગાથાપતિએ સંસાર અહ૫ કર્યો, મનુષ્પાયુનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org