SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ધ થાનુયાગ—મહાવીર તી માં સુનક્ષત્રાદિ શ્રમણ : સૂત્ર ૪૧૭ ર૭. મહાવીર તીમાં સુનક્ષત્રાદિ શ્રમણ ૪૧૭. તે કાળે તે સમયે કાક દી નગરી હતી. જિતશત્રુ રાજા હતા. તે કાક'દી નગરીમાં ભદ્રા નામની શેઠાણી નિવાસ કરતી હતી જે ઋદ્ધિસંપન્નમાવતુઅપરિભૂત-કોઈનાથીય પરાભવ પમાડી ન શકાય તેવી હતી. તે ભદ્રા શેઠાણીના સુનક્ષત્ર નામના બાળક પુત્ર હતા—જે પાંચ ઇન્દ્રિયાથી અહીંન અને પરિપૂર્ણ હતા—યાવત્–સુરૂપ હતા. ધન્ય કુમારની જેમ પાંચ ધાવ દ્વારા તેનું લાલનપાલન કરવામાં આવ્યું હતું. બત્રીસ દહેજ આવ્યા– યાવ–ઉપર શ્રેષ્ઠ પ્રાસાદમાં વિહરતા હતા. તે કાળે તે સમયે સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા–યાવત્–સમાસર્યાં, ધર્મ પરિષદ નીકળી, જે પ્રમાણે ધન્યકુમાર નીકળ્યા હતા તે પ્રમાણે સુનક્ષત્ર પણ નીકળ્યા. જે પ્રમાણે થાવચ્ચાપુત્રના થયા હતા તે પ્રમાણે સુનક્ષત્રના નિષ્ક્રમણ–મહોત્સવ થયેાયાવત્–અનગાર થઈ ગયા – ઈર્યાસમિતિવાળા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યાર બાદ તે સુનક્ષત્રે જે દિવસે શ્રમણ ભગવાન મહાવીર પાસે મુડિત થઈ ગૃહત્યાગ કરી અનગાર દીક્ષા અંગીકાર કરી તે જ દિવસે અભિગ્રહ ધારણ કર્યું. તે પ્રમાણેયાવત્—જે પ્રમાણે સર્પ વિનાપ્રયાસે દરમાં ઘૂસી જાય છે તે પ્રમાણે કોઈ પણ જાતની લાલસા કે સ્વાદવિના આહાર કરતા હતા, આહાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. ૪૧૮. સ્વામી શ્રમણ ભગવાન મહાવીર બહાર જનપદ વિહારમાં વિચરણ કરતા હતા. અગિયાર અંગાનું અધ્યયન કર્યું અને સંયમ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે સુનક્ષત્ર અનગાર તે ઉદાર Jain Education International ૧૪૭ તપકથી જેમ સ્કન્દક તેજ પ્રમાણે અત્યંત શાભાયમાન થતા બિરાજતા હતા. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. સ્વામી પધાર્યા. ધમ સાંભળવા માટે પરિષદ નીકળી. રાજા પણ નીકળ્યા. ધમ કથા થઈ. રાજા પાછ ફર્યા. પરિષદ પાછી ફરી. ૪૧૯, ત્યાર બાદ તે સુનક્ષત્ર અનગારને અન્યદા કોઈ એક સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતાં આ પ્રકારના અધ્યવસાય-યાવ સંકલ્પ થયા, જેમ સ્કન્દક માટે બતાવ્યુ` છે. અનેક વર્ષો સુધી શ્રમણ-પર્યાયનું પાલન કર્યું. ગોતમસ્વામીએ પૂછ્યું. ભગવાને આ પ્રમાણે કથન કયુ ‘–‘ સર્વાર્થસિદ્ધ દેવવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેત્રીસ સાગરોપમની સ્થિતિ થઈ. મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે– યાવત્ સવ દુ:ખાના અંત કરશે.’ ઋષિદાસાદિ કથાનક નિર્દેશ— ૪૨૦. આ પ્રમાણે સુનક્ષત્રના ગમ-આખ્યાન સમાન શેષ આઠ અધ્યયન પણ કહેવાં જોઈએ, વિશેષતા એ કે અનુક્રમથી બે રાજગૃહમાં, બે સાકેતપુરમાં, બે વાણિજયગ્રામમાં, નવમા હસ્તિનાપુરમાં, દસમા રાજગૃહનગરમાં ભદ્રા ઉત્પન્ન થયા. નવે માતાનુ નામ હતું. નવેને બત્રીસ દહેજ આવ્યા. નવેનાં નિષ્ક્રમણ થાવાપુત્રની જેમ જ થયાં. વેહલ્લના નિષ્ક્રમણ મહોત્સવ પિતાએ કર્યાં. વેહલ્લ અનગારે છ માસ શ્રમણ પર્યાયનુ પાલન કર્યું. ધન્ય અનગારે નવ માસ શ્રમણ પર્યાયનું પાલન કર્યું. બાકીના આઠેના શ્રમણ-પર્યાંય અનેક વર્ષના હતા. સર્વે એક માસની સંલેખના કરી, સર્વાસિદ્ધ વિમાનમાં બધા ઉત્પન્ન થયા. દરેક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધગતિ પ્રાપ્ત કરશે-પાવત્ સવ દુ:ખાના અંત કરશે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy