SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં સાર્થ વાહપુત્ર ધન્ય અનુગાર : સુત્ર ૪૦૫ ૧૪૧ ત્યારે તે ભદ્રા સાથે વાહિની આવા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અમનહર, અશ્રુતપૂર્વ અને કઠોર વચન સાંભળી અને સમજી ધડામ કરતી જમીન પર ઢળી પડી. મૂચ્છમાંથી સ્વસ્થ થતાં જ ધન્ય સાથે ઉત્તરપ્રત્યુત્તર–જેવી રીતે મહાબલ અને તેની માતા વચ્ચે થયેલ તેવી જ રીતે. ત્યાર બાદ તે બાળક ધન્યને સમજાવવામાં ભદ્રા સાર્ધવાહિની શક્તિમાન ન બની યાવત જિતશત્રુ રાજાની પાસે જઈ કહ્યું- “હે દેવાનુપ્રિય ! બાળક ધન્યના નિષ્ક્રમણ-ઉત્સવ માટે છત્ર, મુકુટ, ચામર, આદિ આપની પાસે માગું છું.' ત્યારે જિતશત્રુ રાજાએ ભદ્રા સાથે વાહિનીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! તું શીધ્ર શુકમુક્ત અને સ્વસ્થ થા. હું પોતે જ બાળક ધન્યનો નિષ્ફમણ-સત્કાર કરીશ.” જિતશત્રુ રાજાએ પોતે જ ધન્યનો નિષ્ક્રમણ સમારંભ કર્યો, જેવી રીતે કૃષ્ણ થાવચ્ચપુત્રને. ત્યારે તે બાળક ધન્યકુમારે પોતાની જાતે જ પંચમુષ્ટિક લેચ કર્યો-વાવ-પ્રવજ્યા લીધી. ત્યારે તે બાળક ધન્ય અનગાર બન્યોઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડનિક્ષેપસમિતિ, ઉરચારણ-પ્રશ્રવણ -ખેલ-સિંધાણ-જલ્લ-પરિષ્ઠાપનિકાસમિતિ, મન:સમિતિ, વચનસમિતિ, કાયસમિતિ એ બધી સમિતિઓ યુક્ત તથા મનોગુપ્તિ, કાયગુપ્તિ, વચનગુપ્તિથી ગુપ્ત એ ગુખેન્દ્રિય અને ગુપ્ત બ્રહ્મચારી બન્યો. ધન્યની તપશ્ચર્યા– ૪૦૫. ત્યાર પછી તે ધન્ય અનગાર જે દિવસે મુંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-દીક્ષા લઈ પ્રજિત થયા, તે જ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા હે ભગવન્ આપની આજ્ઞા લઇને તરત હું આજીવન નિરંતર છટ્ઠ છઠ તપપૂર્વક આયંબિલ-તપ અંગીકાર કરી આત્માને ભાવિત કરતાં વિચરવા ઇચ્છું છું. અને છટ્ઠતપના પારણામાં પણ આચામ્લ શુદ્ધ ભોજન જ મને કહ્યું, અનાચાર્મ્સ નહીં. તે પણ સંસૃષ્ટિ (વિલિપ્ત) હાથ વડે લેવાનું કલ્પશે, અસંસૃષ્ટ હાથ વડે નહીં, તે પણ ઉજિઝત–પરિત્યાગરૂપ ધર્મવાળું કહ્યું, અનુજિઝત ધર્મવાળું નહીં. તે પણ એવું કહ્યું કે જે લેવા બીજા બહુ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, કૃપો કે યાચકો ઇચ્છે નહીં.' [ ભગવાને કહ્યું-] “હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર. વિલંબ કરીશ નહીં.' ત્યાર પછી તે ધન્ય અનગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને હૃષ્ટ તુષ્ટ થયા અને જીવન પર્યત નિરંતર ષષ્ઠ ષષ્ઠ આચાર્લી ત૫ ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૪૦૬, ત્યાર પછી તે ધન્ય અનગારે પ્રથમ છટ્ર ખમણના પારણા સમયે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, પછી ગૌતમ સ્વામીની જેમ જ ભગવાનની આજ્ઞા લીધી—યાવતુ-જ્યાં કાકદી નગરી હતી ત્યાં આવ્યા, આવીને કામંદી નગરીના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યા માટે ફર્યા–આચામ્ય આહાર લીધે, અનાચાર્લી ગ્રહણ ન કર્યો, તેમાં પણ સંસ્કૃષ્ટ ગ્રહણ કર્યો, અસંસૃષ્ટ નહીં. તેમાં પણ ઉજિઝત ધર્મવાળો સ્વીકાર્યો, અનુજિઝત ધર્મવાળા આહારને અસ્વીકાર કર્યો. તેમાં પણ એવા આહાર ભિક્ષા તરીકે સ્વીકાર્યો કે જે બીજા અનેક શ્રમણો, બ્રાહ્મણ, અતિથિએ, કૃપણે, યાચકોએ સ્વીકાર્યું ન હોય. ત્યારે તે ધન્ય અનગાર ઉદ્યમપૂર્વક, પ્રયત્નપૂર્વક, આશાપૂર્વક અને ઉત્સાહપૂર્વક એષણા-સમિતિથી આહારની ગવેષણા કરતા કરતા વિચરતા ત્યારે કયારેક તેમને આહાર મળતે તો પાણી ન મળતું, ક્યારેક પાણી મળતું તો ભોજન ના મળતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy