SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુગ–મહાવીર તીર્થમાં અજુન માલાકાર : સૂત્ર ૩૮૭ ૧૩૫ સુદર્શન શેઠે સ્નાન કર્યું, શુદ્ધ અને પવિત્ર ઉત્તમ વસ્ત્રો પહેર્યા, અને અલ્પ છતાં મૂલ્યવાન આભૂષણથી શરીરને અલંકૃત કર્યું, પછી પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યો, નીકળીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા ત્યાં જવા ઉદ્યત તે મુદુગરપાણિ યક્ષના યક્ષાયતન પાસેથી પસાર થયા. સુદર્શનને અજુને કરેલ ઉપસર્ગ૩૮૭. ત્યાર પછી તે મુદ્દ્ગરપાણિ યક્ષે સુદર્શન શ્રમણોપાસકને નજીકથી જ જતો જોયો જોઈને ક્રિોધાભિભૂત બની–પાવતુ-ગુસ્સાથી લાલપીળો થઈને પેલા એક હજાર પલભારવાળા મુદુગરને ઘુમાવતે ઘુમાવતે તે જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો ત્યાં જવા ઉદ્યત થયાધસી ગયો. ત્યારે સુદર્શન શ્રમણોપાસકે મુદ્ગરપાણિ યક્ષને આવતો જોયે, જોઈને નિર્ભયતાપૂર્વક, ત્રાસ, ઉદ્વેગ કે ક્ષોભ પામ્યા સિવાય, ચંચળતા કે ગભરાટ સિવાય તેણે ભૂમિનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી અને હાથ જોડી, નતમસ્તકે અંજલિપૂર્વક આ પ્રમાણે તે બોલ્યા “અરહંત ભગવંતને નમસકાર હોલાવતુસિદ્ધિગતિ નામક સ્થાને પહોંચલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર.” શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાવત–સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ભગવંતને નમસ્કાર.' ‘પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધૂળ પ્રાણાતિપાતનું માવજીવન પ્રત્યાખ્યાન કર્યું છે, ધૂળ મૃષાવાદનું વાવજજીવ પ્રત્યાખ્યાન કર્યું છે, ધૂળ અદત્તાદાનનું યાજજીવ પ્રત્યાખ્યાન કર્યું છે, માવજીવન સ્વદાર-સંતોષ વ્રત લીધું છે, માવજીવન ઇચ્છાપરિમાણવ્રત ગ્રહણ કર્યું છે. અત્યારે અહીં પણ તેમને આશ્રીને યાવનજીવન સંપૂર્ણ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું, વાવ- જજીવન મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું સંપૂર્ણ પ્રત્યાખ્યાન કરું છું. સર્વથા ક્રોધ–યાવતુ-મિથ્યાદર્શન શલ્યનું વાવજજીવન પ્રત્યાખ્યાન કરું છું. જીવન પર્યંત હું સર્વ પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જો હું આ ઉપસર્ગમાંથી મુક્ત થઈશ તો હું પારણાં કરીશ, જો હું આ ઉપસર્ગમાંથી મુક્ત ન થાઉં તો મને આ બધાનું પ્રત્યાખ્યાન હો.” -આવો સંકલ્પ કરી તેણે સાગાર પ્રતિમા (અનશન) ધારણ કરી. ત્યાર પછી તે મુદ્દગરપાણિ યક્ષ પેલા હજાર પલભારવાળા લેહમુદ્ગરને ધુમાવને ધુમાવતે જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો ત્યાં આવી પહોંઓ, તો પણ તે સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી કોઇ પણ રીતે વિચલિત કરવામાં સમર્થ ન થયો. ઉપસગ-નિવારણ૩૮૮, ત્યાર પછી તે મુદૂગરપાણિ યક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે બાજુ ઘુમવા છતાં પણ જ્યારે સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી પરાજિત કરી શક્યો નહીં ત્યારે તે સુદર્શન શ્રમણોપાસકની આગળ સામે ઊભો રહીને સુદર્શન શ્રમણોપાસકને અનિમેષ દષ્ટિથી લાંબા સમય સુધી જોઈ રહ્યો, જોતાં જોતાં જ અર્જુન માલાકારનું શરીર તેણે છોડી દીધું, છોડીને પેલા હજાર પલભારના લોખંડના મુદુગર સાથે જયાંથી આવ્યો હતો તે દિશામાં ચાલી ગયો. ત્યાર પછી તે અર્જન માલાકાર મુગરપાણિ યક્ષથી મુક્ત થતાં જ ધડામ દઈને જમીન પર ઢળી પડયો. ત્યારે તે સુદર્શન શ્રમણોપાસકે પોતાને ઉપસગરહિત થયો જાણીને પોતાની પ્રતિમા પારી. સુદર્શન અને અર્જુન દ્વારા ભગવાનની પર્ય પાસના૩૮૯. ત્યાર પછી તે અર્જુન માલાકાર મુહૂર્ત પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy