SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૬૩ ૧૨૭ વિશાળ કુળમાં જન્મ્યો છે, તેને ઉપઘાતવિનાનું શરીર મળ્યું છે, પૂણ પાંચે ઇન્દ્રિય મળી છે જેનું તેં દમન કર્યું છે અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમથી યુક્ત તું મારી પાસે મુંડિત બની, ગૃહસ્થમાંથી અનગારમુનિ બન્યા છે, ત્યારે શ્રમણ નિગ્રંથો દ્વારા રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં વાચનધમનુયોગ ચિંતનને માટે કે ઉચ્ચારપ્રસૃવણને માટે જતાં-આવતાં તને એમના હાથનો સ્પર્શ થયો–ચાવતુ-ધૂળરજથી તારું શરીર ભરાઈ ગયું એ તું સારી રીતે સહન ન કરી શક્યો, ક્ષોભ વિના સહન ન કરી શક્યો, તિતિક્ષાભાવ ન રાખી શક્યો અને શરીરને નિશ્ચળ રાખીને એટલું સહન ન કરી શકયો?” મેઘને જાતિસ્મરણજ્ઞાન થવું૩૬૩. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી રમા વાત સાંભળી, અવધારી, શુભ પરિણામોયાવ-પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી લેશ્યાઓ અને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમના કારણે બહા, અપહ, માગણા અને ગવેષણા કરતા કરતા તે મેઘ શ્રમણને સંક્ષી જીવને પ્રાપ્ત થતું જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી તેણે પોતાનું વૃત્તાન્ત સારી રીતે જાણી લીધું. શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું – “હે ભગવન ! મારી ઇચ્છા છે કે આપ પોતે જ ફરી બીજી વાર પ્રજયા આપો-વીવનુ-પોતે જ આચાર, ગોચર, સંયમયાત્રા અને માત્રાપ્રમાણયુક્ત આહાર વિધિ આદિ રૂપી શ્રમણ ધર્મનો ઉપદેશ આપો.' ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને પોતે જ પ્રવ્રયા આપી વાવનું યાત્રા–માત્રારૂપ ધર્મનો ઉપદેશ આપ્યો કે– “હે દેવાનુપ્રિય ! આ રીતે ચાલવું જોઈએ, આવી રીતે નિર્દોષ આહાર લેવો જોઈએ, આવી રીતે બોલવું જોઈએ. આવી રીતે સાવધાનીપૂર્વક યાવતુ જીવોના રક્ષણપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરવી જોઈએ.” ત્યાર પછી તે મેઘ અનગારે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ ધાર્મિક ઉપદેશ સમ્યક રીતે સ્વીકાર્યો, સ્વીકારીને તે પ્રમાણે પ્રવૃત્તિ યાવતુ સંયમની આરાધના કરવા લાગ્યા. મેઘની નિગ્રંથચર્યા– ૩૬૫. ત્યાર પછી તે મેઘ અનગાર બન્યા–ચાવતુ ઇર્યાસમિતિથી યુક્ત-વાવતુ-એ જ પ્રમાણે નિગ્રંથ પ્રવચનને સામે રાખીને વિચરવા લાગ્યા. - ત્યાર બાદ તે મેઘ મુનિએ શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ અર્થાત્ ગીતાર્થ વિરો પાસે સામાયિકથી શરૂ કરીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેકવિધ છટ્ઠ, અઠમ, દશમ, દ્વાદશભક્ત તથા માસ, અર્ધમાસ ક્ષમણ આદિ તપસ્યાઓથી પોતાના આત્માને ભાવિત કરતા તે વિચારવા લાગ્યા. મહાવીરના રાજચહથી બાહ્ય જનપદોમાં વિહાર૩૬૬, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ સૈન્યમાંથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિહાર કરવા લાગ્યા. મેઘની પુન: પ્રવ્રયા– ૩૬૪. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે પૂર્વ જન્મનું સ્મરણ કરાવતાં તે મેઘકુમારને સંવેગ બમણ થઈ ગયો, તેનું મુખ આનંદાશ્રુઓથી ભરાઈ ગયું, તેનું હૃદય હર્ષથી વિકસિત થઈ ગયું, મેધરાજાથી સિંચિત કદંબપુષ્પની જેમ તેનાં રોમેરોમ ખીલી ઊડ્યાં, તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું – હે ભદત ! બે નયનોને છોડીને આજથી મારું બાકીનું સમસ્ત શરીર શ્રમણ નિર્ગુથોને માટે સમર્પિત છે. –આમ કહી મેઘકુમારે ફરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy