SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૯ ૧૨૫ તળેટીના પ્રદેશમાં પર્વતો-યાવતુ પૂર્વોક્ત સ્થાનમાં સુખપૂર્વક વિચરવા લાગ્યું. ત્યાર પછી નું હે મેધ! કોઈ બીજા સમયે વર્ષા ઋતુના મધ્યભાગે ખૂબ વષ થઈ ત્યારે જ્યાં તે મંડળ હતું ત્યાં આવ્યો, આવીને બીજી વાર તે મંડળને સારી રીતે સાફ કર્યું. એ રીતે વર્ષ ત્રતુના અંતિમ ભાગે ઘોર વૃષ્ટિ થઈ ત્યારે ફરી તે મંડળના સ્થાને તું આવ્યો અને આવીને ત્રીજીવાર પણ તે મંડળને સારી રીતે સાફ કર્યું યાવત્ સુખપૂર્વક વિચરવા લાગ્યો. દવાસ–ભીત પ્રાણીઓ અને મેરુ પ્રભ મંડળ-પ્રવેશ૩૫૯. તે પછી તે મેધ! જયારે – તે ગજેન્દ્રપર્યાયમાં (હાથીના જીવનમાં) હતો, અનુક્રમે ત્યારે જ કમલિનીના વનનો વિનાશ કરનાર, કુંદ અને લોધ પુષ્પની સમૃદ્ધિથી સંપન્ન તથા અત્યંત હિમવાળી હેમંતઋતુ વીતી ગઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવી પહોંચ્યો ત્યારે વનમાં ક્રીડા કરતી વેળાએ વનની હાથણીઓ તારા પર વિવિધ પ્રકારનાં કમળ અને પુષ્પો પ્રહાર કરતી હતી, તું તે ઋતુમાં ઊગેલા પુષ્પો માંથી બનાવેલા ચામર આકારના કપૂર (કાનનાં લટકણિયાં)થી શોભિત બની મનહર દેખાતે હતો, મદથી વિકસિત ગંડસ્થળોને ભીંજાવનારા ઝરતા સુગંધિત મદજળથી નું સુગંધમય બની ગયો હતો, હાથણીઓથી ઘેરાયેલો અને સમસ્ત ઋતુને શોભાવતો હતો. તે ગ્રીષ્મ કાળમાં સૂર્યનાં પ્રખર કિરણોથી તરુવરોનાં શિખરો સુકાઈને ભીષણ દેખાઈ રહ્યાં હતાં, ભંગારક પક્ષીઓ ભયાનક અવાજ કરી રહ્યાં હતાં, પાંદડાં, કાષ્ઠ, ઘાસ અને કચરાને ઉડાડનાર પ્રતિકૂળ પવનથી સમગ્ર ભૂમંડળ વ્યાપ્ત બની ગયું હતું અને આંધીથી નભસ્થળ ભરાઈ ગયું હતું, તરસના કારણે ઉત્પન્ન થયેલ વેદના આદિ દોષથી દૂષિત અને આમતેમ ભટકતાં હિંસક પશુઓથી સમગ્ર પ્રદેશ ભયાનક લાગતો હતો, એવો ભયાનક ગ્રીષ્મકાળ દાવાનળ ઉત્પન્ન થવાથી વધુ દારુણ બની ગયો. તે દાવાનળ વાયુના લીધે વધુ ફેલાયો અને વિકસિત થયો, એમાં ભયંકર અવાજો થઈ રહ્યા, વૃક્ષોમાંથી ઝરત રસથી સિંચિત થવાથી તે દાવાનળ અધિક વૃદ્ધિગત થયો, ભભૂકવા લાગ્યો. તે અત્યંત ઝળહળતે, ચિનગારીઓથી યુક્ત ધૂમપંક્તિઓથી વ્યાપ્ત હતા, તે સેંકડો વ્યાપદોના પ્રાણોનો અંત કરનાર હતો. આવા પ્રકારના તીવ્ર દાવાનળના કારણે તે ગ્રીષ્મઋતુ અતિ ભયંકર લાગતી હતી. ત્યારે હે મેઘ ! તું તે દાવાનળની જવાળાઓથી ઘેરાઈ ગયો, જ્યાં હતો ત્યાં અટકી ગયો, ધુમાડાથી પેદા થયેલા અંધકારના કારણે ભયભીત બની ગયા, અગ્નિના તાપને જોઈને જ તારા બન્ને કાન મોટા તુંબડાની જેમ સ્તબ્ધ બની ગયા, તારી મોટી અને લાંબી સૂંઢ સંકોચાઈ ગઈ, તારાં ચમકતાં નેત્રો ભયના કારણે આમતેમ ચકળવકળ થવા લાગ્યાં, પ્રચંડ પવનથી ફ ગેળા તો મોટા શરીરવાળો તું મહામેધ જેવો દેખાતો હતો, પૂર્વજન્મના દાવાનળના ભયથી ભીત હૃદયવાળા તેં આ દાવાનળથી પોતાની રક્ષા કરવા માટે જે દિશામાં તૃણ, વૃક્ષો આદિ દૂર કરીને સાફ જગ્યા કરી હતી, જ્યાં તે મંડળ બનાવ્યું હતું ત્યાં જ જવાનો નિર્ણય કર્યો –આ એક ગમ છે [અર્થાત્ અમુક આચાર્યો આવે પાઠ આપે છે, જ્યારે બીજા કેટલાક નીચે પ્રમાણે જુદો પાઠ આપે છે.] ત્યાર પછી તે મેઘ! કોઈ એક વખત ક્રમે પાંચ ઋતુઓ વીતી ગઈ પછી ગ્રીષ્મ કાળના અવસરે જયેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનળ યાવતુ અગ્નિ ફેલાયો અને મૃગ, પશુ, પક્ષી તથા સરીસૃપ આદિ દિશાવિદિશાઓમાં ભાગવા લાગ્યાં, ત્યારે તું અનેક હાથીઓ યાવત્ કલભિકાઓ સાથે જ્યાં તે મંડળ હતું ત્યાં જવા દોડ્યો. તે મંડળમાં બીજા પણ અનેક સિંહ, વાઘ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy