SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૪૩ ૧૧૭ કર્યા, ગ્રહણ કરી સુગંધિત જળથી ધોયા, ધોઈને તે પર સરસ ગશીર્ષ ચન્દનનાં છાંટણાં કર્યા, છાંટણાં કરી શ્વેત વસ્ત્રમાં તેને બાંધ્યા, બાંધીને રત્નની દાબડીમાં ભર્યા, ભરીને તે ડબીને મોટી પેટીમાં મૂકી, પછી આંખ માંથી જળધારા, નિગ ડીના પુષ્પોની વૃષ્ટિ કે મોતીના હારની જેમ આંસુ વહાવતી, આજંદ કરતી, વિલાપ કરતી આ પ્રમાણે કહેવા લાગી— મેઘકુમારના આ કેશનું અને રાજ્યપ્રાપ્તિ આદિ અભ્યદયના અવસરે, ઉત્સવ વખતે, પર્વો વેળાએ, તિથિઓએ, ઇન્દ્રમહ આદિ પ્રસંગોએ, નાગપૂજા વગેરે પ્રસંગે, યજ્ઞ પ્રસંગે, પર્વણીઓમાં દર્શન કરીશું અર્થાત્ ઉત્તમ પ્રસંગોએ આ કેશ અમને મેઘકુમારનું સ્મરણ કરાવશે.’ આમ કહી તે પેટી તેણે પતાના ઓશીકા તળે રાખી. મેઘનાં અલંકાર૩૪૩. ત્યાર પછી મેઘકમારના માતાપિતાએ ઉત્તરા ભિમુખ સિંહાસન રખાવ્યું, પછી મેઘકુમારને બે વાર, ત્રણ વાર શ્વેત અને પીત (ચાંદી અને સોનાના) કળશોથી :નાન કરાવ્યું, સ્નાન કરાવી અત્યંત સુંવાળા રૂંછાદાર કષાય ગધવસ્ત્રથી તેમાં અંગો લુછીને સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરાવ્ય, લેપ કરાવી નાસિકાના નિ:શ્વાસથી પણ ઊડી જાય તેવું બારીક, શ્રેષ્ઠ નગરોમાંથી મેળવેલું, કુશળ મનુષ્યોએ વખાણેલું, ઘોડાના મુખમાંથી નીકળતી લાળ કરતાં પણ ઝીણા તાંતણાવાળું, નિપુણ પુરુષોએ ઝરીથી ભરેલું, હંસલક્ષણ શ્વેત વસ્ત્ર પહેરાવ્યું. પછી હાર અને અર્ધહાર પહેરાવ્યા. પછી એકાવલી (એક સેરના હાર), મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પ્રાલંબ (કંઠી), પાદપ્રલંબ (પગ સુધી લાંબી કંઠા) કડાં, તેડા, કેયૂર (બાજુબંધ), અંગદ, દશે આંગળીઓમાં વીંટીએ, કંદોરે, કુંડળ, ચૂડામણિ અને રત્નજડિત મુકુટ પહેરાવ્યાં, પહેરાવીને દિવ્ય ફુલોની માળા પહેરાવી, પછી મલય-ચંદનની સુગંધ શરીર પર લગાવી, પછી તે મેઘકુમારને ગૂંથેલી, વીંટેલી, પૂરેલી અને જોડેલી એવી ચાર પ્રકારની માળાઓ દ્વારા કલ્પવૃક્ષની પેઠે અલંકૃત વિભૂષિત કર્યો. મેઘને અભિનિષ્ક્રમણ-મહોત્સવ૩૪૪. ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયા ! તમે તરત જ જઈને અનેક સેંકડે સ્તંભોવાળી, જેમાં ક્રીડા કરતી શાલભંજિકાઓ કોતરેલી હોય તેવી, જેમાં ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મગર, વિહંગ, સર્પ, કિન્નર, ૨૨, શરભ (અષ્ટાપદ), ચમરી ગાય, કુંજર, વનલતા, પાલતા આદિની આકૃતિઓ ચિત્રિત હોય તેવી, જેની ઘંટાવલીમાંથી મધુર, મનહર અવાજ નીકળતો હોય તેવી, જે શુભ, કાંત, દર્શનીય હોય તેવી, કુશળ કારીગરે દ્વારા બનાવેલી, દેદીપ્યમાન મણિ૨નોની ઘંટડીઓ-કારીઓના સમૂહથી યુક્ત, વરત્નોની બનેલી વેદિકાથી યુક્ત હોવાથી જે મનોહર દેખાતી હોય તેવી, જેમાં બનેલાં યાંત્રિક વિદ્યાધર યુગલો ચાલતાં દેખાતાં હોય નેવી, સહસ્રરશ્મિ સૂર્યનાં કિરણોની જેવી શોભાયમાન, હજારો રૂપવાળી, દીપ્યમાન, દેદીપ્યમાને, આંખોને આકર્ષાનારી, સ્પર્શમાં સુખદાયક, શ્રીયુક્ત તથા શી, વરિત, ચપળ અતિશય ચપળ અર્થાત્ જેને ઝડપથી લઈ જઈ શકાય તેવી અને એક હજાર પુરુષો દ્વારા વહન કરાય તેવી શિબિકા તૈયાર કરો.” ત્યાર પછી તે કૌટુંબિક પુરુષેએ ૯ષ્ટતુષ્ટ બની અનેક સેંકડે સ્તંભોયુક્ત યાવત્ શિબિકા તૈયાર કરી ઉપસ્થિત કરી. ત્યાર પછી મેઘકુમાર તે શિબિકા પર આરૂઢ થયો અને આરૂઢ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યાર પછી તે મેઘકુમારની માતા સ્નાન, બલિકમ આદિ કરીને યાવત્ અલ૫ છતાં મૂલ્યવાન આભરણાથી શરીરને અલંકૃત કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy