SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ = સૂત્ર ૩૨૧ તળેટીમાં આરામમાં, ઉદ્યાનોમાં, કાનમાં, વનમાં, વનખંડોમાં ફરતી વૃક્ષો, ગુછો,ગુલ્મ, લતા, વેલીઓ, કન્દરાએ, ગુફા, તળાવ, ધરા, કચ્છો, નદીઓ, નદીસંગમ અને જળાશયોને નીરખતી નીરખતી તથા સ્નાન કરતી, પત્રો, પુષ્પ, ફળે ગ્રહણ કરતી અને સ્પર્શ દ્વારા એમને જાણતી, લઈને સુંધતી, ફળો ખાતી અને બીજાઓને વહેંચતી – આમ વૈભારગિરિની તળેટીમાં પોતાનો દોહદ પૂર્ણ કરતી ચોપાસ પરિભ્રમણ કરવા લાગી. ત્યાર બાદ તે ધારિણીદેવીનો દોહદ આમ પૂર્ણ થયા, સિદ્ધ થા, સંપન્ન થયો. ત્યાર પછી શ્રેષ્ઠ હાથી પર આરૂઢ શ્રેણિક - રાજા જેનું અનુમાન કરી રહ્યો હતો એવી ધારિણીદેવી સેચનક ગંધહસ્તી પર બેસીને, અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ યુક્ત ચતુરંગિણી સેના સમેત યાવતુ જયાં રાજગૃહ નગર હતું ત્યાં આવી, આવીને રાજગૃહ નગરની મધ્યમાં થઈ જ્યાં પોતાનું નિવાસભવન હતું ત્યાં આવી, આવીને વિપુલ માનુષી ભોગો ભોગવતી રહેવા લાગી. અભય દ્વારા દેવનું પ્રતિવસ જ ન– ૩૧૭. ત્યાર બાદ તે અભયકુમાર જયાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વભવના મિત્રદેવનું સન્માન કર્યું, સત્કાર–સન્માન કરી તેને વિદાય આપી. ત્યાર બાદ તે દેવે ગર્જનાયુક્ત, વિદ્યુતું યુક્ત, પાંચ વર્ણવાળા મેથી સુશોભિત દિવ્ય વર્ષાલક્ષ્મીનું પ્રતિસહરણ કર્યું અથાત્ વર્ષાલક્ષ્મીની રચના પાછી સમેટી લીધી, પ્રતિસંહરણ કરી જે દિશામાંથી તે પ્રગટ થયો હતે તે દિશામાં ચાલ્યો ગયો. ધારિણીની ગર્ભચર્યા– ૩૧૮. ત્યાર પછી તે ધારિણીદેવી તે અકાળદોહદ પરિપૂર્ણ થતાં, તે દોહદની સિદ્ધિ થતાં પોતાના ગર્ભની અનુકંપાથી પ્રેરાઈ વાવ ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. મેઘના જન્મની વધાઈ– ૩૧૯. ત્યાર પછી તે ધારિણીદેવીએ નવ માસ અને સાડા-સાત રાત્રિ-દિવસ પરિપૂર્ણ થયાં ત્યારે અર્ધરાત્રિ સમયે સુકોમળ હાથપગવાળા યાવત્ સર્વાંગસુંદર શરીરવાળા બાળકને જન્મ આપ્યો. ૩૨૦. ત્યારે ધારિણીદેવીની અંગત પરિચારિકાએ ધારણીદેવીએ નવ માસ પૂરા થતાં–થાવત્ સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યો તે જોયું, જોઈને શીધ્રતાપૂર્વક, ત્વરાપૂર્વક, વેગપૂર્વક જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં તે આવી, આવીને શ્રેણિક રાજાને જયવિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ રચી આ પ્રમાણે બોલી હે દેવાનુપ્રિય! ધારિણીદેવીને નવ માસ પૂરા થતાં યાવતુ સર્વાગસુંદર પુત્રને જન્મ આપ્યો છે. તેથી અમે દેવાનુપ્રિયને આ પ્રિય સમાચાર આપીએ છીએ, આપને આ સમાચાર પ્રિય થાઓ.’ ત્યારે તે અંગત પરિચારિકાઓ પાસેથી આ સમાચાર સાંભળીને અને સમજીને તે શ્રેણિક રાજા હંઇ તુષ્ટ થયો અને તે અંગત પરિચારિકાઓનો મધુર વચનેથી સત્કાર કર્યો, તેમનું સન્માન કર્યું અને વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી બહુમાન કર્યું, તેમનું મસ્તકપ્રક્ષાલન કર્યું અર્થાત્ દાસપણામાંથી મુક્તિ આપી, પુત્ર-પૌત્રાદિ સુધી ચાલે તેટલી વિપુલ આજીવિકા આપી અને વિદાય આપી. મેચને જન્મોત્સવ૩૨૧. ત્યાર પછી તે શ્રેણિક રાજાએ પ્રભાતકાળે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તરત જ રાજગૃહ નગરમાં સુગંધિત જળનો છંટકાવ કરો, સાફસૂફી કરો, સુગંધિત દ્રવ્યથી સુવાસિત ગંધવન–ધૂપસળી જેવું બનાવી દો. નટ, નર્તક, જલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy