SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૦૫ તે શ્રેણિક રાજાની સાથે હસ્તીરત્ન પર આરૂઢ હોય અને પાછળ પાછળ ચતુરગિણી સેનાવિશાળ અશ્વસેના, ગજસેના, રથસેના અને પદાતિસેના-ચાલી રહી હોય, સઘળી દ્ધિ, સઘળી ઘુતિ, સઘળી કાંતિ સાથે, સમસ્ત સેના સાથે, રામસ્ત વૈભવ સાથે સમસ્ત માન સાથે, સમસ્ત વિભૂષા સાથે, સમસ્ત સન્માન સાથે, સર્વ પ્રકારનાં પુષ્પ, ગંધ, માળા, અલંકાર સહિત, સઘળા વાદ્યોના અવાજ સાથે, મહાન ત્રદ્ધિપૂર્વક, મહાન ઘુતિપૂર્વક, મહાન સૈન્યશક્તિસહ, મહાન સમુદયપૂર્વક, ઉત્તમ નગારાં, શંખ, પણવ, પટહ, ભેર, ઝાલર, ખરમુખી, હુડુક્કી, મુરજ, મૃદંગ, દુદુભિ આદિ વાદ્યોના નિર્દોષ સાથે, રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખે રાજમાર્ગો સામાન્ય માર્ગોમાં એક વાર જળછંટકાવ કર્યો હોય, અનેક વાર જળ-છંટકાવ કર્યો હોય, સ્વચ્છ કરેલ હોય, વાળ્યા હોય, લીપ્યા હોય, પંચરંગી સરસ સુગંધી ફૂલેથી શણગાર કર્યો હોય, કાલાગરુ, ઉત્તમ કુદુરુક, ગુરુષ્કના ધૂપથી સુવાસિત મધમધતા કર્યા હોય, એવી રીતે ચોપાસ મનહર સુગંધ ફેલાવાને કારણે ગંધસળી જેવા બનેલા રાજગૃહ નગરને નીરખતી, નગરજનોના અભિનંદન મેળવતી, ગુચ્છ, લતા, વૃક્ષ, ઝાડીઓ અને વેલોસમૂહોથી રમ્ય બનેલ વૈભારગિરિની તળેટીમાં ચાપાસ ભ્રમણ કરતી કરતી જે પોતાના દોહદ પૂરા કરે છે – તે માતાઓ ધન્ય છે. તે હું પણ આવા પ્રકારના મેઘસમૂહના આગમનકાળે યાવતુ દોહદ પૂર્ણ કરું.’ ધારિણીની ચિંતા– ૩૦૩. ત્યાર બાદ તે ધારિણી દેવી આવા દોહદની ઉપેક્ષા થવાથી, દેહદ પૂર્ણ ન થવાથી, દોહદ સંપન્ન ન થવાથી, દોહદ સન્માનિત ન થવાથી શુષ્ક, ભોજનની અરુચિવાળી, માંસહીન હાડકાના માળા જેવી, અતિ દુર્બળ, જીર્ણ શરીરવાળી બની ગઈ. એનાં વદન અને નયનકમળ ઝાંખા પડી ગયાં, તેનું મુખ પીળું પડી ગયું, તે હથેળીઓથી મસળેલી ચંપકમાળાની જેવી નિસ્તેજ અને દીન વિવણ વદનવાળી બની ગઈ, યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારની ઇચ્છા ન કરતી, રમતગમતને તીર સ્કારની, દીન, દુર્મના, આનંદ અને જ લીન તરફ નજર કરતી, માનસિક સંક૯૫માં નિર્બળ બનેલી, બે હાથની હથેળીઓમાં મેં રાખી આર્તધ્યાનમાં ડૂબેલી રહેવા લાગી. પરિચારિકાઓ દ્વારા ચિંતાકારણ–પૃછા૩૦૪. ત્યાર બાદ તે ધારિણીદેવીની અંગપરિચારિકાઓ અને અંગત દાસચેટીઓએ ધારિણીદેવીને જીર્ણ આર્તધ્યાનમાં બેલી જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યું - ‘હે દેવાનુપ્રિયે ! તું ક્ષીણશરીરવાળી કેમ જણાય છે -યાવત્ આર્તધ્યાનમાં કેમ ડૂબી છે ?” ત્યારે તે ધારિણીદેવીએ અંગત પરિચારિકા અને દાસીઓની આ વાત સાંભળીને પણ તેના તરફ ધ્યાન ન આપ્યું, ને તે વાતનો આદર કર્યો, ન સમજી અને મૌન જ રહી. ત્યાર બાદ તે અંગત પારિચારિકા અને દાસીઓએ બીજી વાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયે ! તું કેમ ક્ષીણ અને ક્ષીણ શરીરવાળી જણાય છે યાવત્ આર્તવાન કરી રહી છે?' તે અંગત પરિચારિકાઓ અને દાસી દ્વારા બીજી વાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે પુછાયા છતાં તે ધારિણીદેવીએ તેમના કથનનો ન આદર કર્યો, ન ધ્યાન આપ્યું, ન સમજી અને મૌન જ રહી. પરિચારિકાઓ દ્વારા શ્રેણિકને નિવેદન – ૩૦૫. ત્યાર બાદ ધારિણીદેવોએ તે અંગત પરિ ચારિકાઓની વાત પર ધ્યાન આપ્યું નહીં, તેમની ઉપેક્ષા કરી. આથી વ્યાકુળ બની ધારિણી દેવી પાસેથી તેઓ નીકળી, નીકળીને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવી, આવીને બે હાથ જોડી દશે નખ મસ્તક પાસે એકત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy