________________
ધર્મ કથાનુયોગ-નમિ રાજર્ષિ : સુત્ર ૨૪૮
૭૫
(૩) “
કિલ્લો, દરવાજાઓ, કોઠા, ખાઈ અને શતક્નીઓ (સેંકડો માણસોને મારે એવાં, કિલ્લા ઉપર રાખેલા તોપ જેવાં યંત્રો) કરાવીને પછી હે ક્ષત્રિય! તું જજે' (૧૮)
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : (૧૯)
‘તપ અને સંવરરૂપી ભોગળવાળું,ક્ષમારૂપી સુંદર કિલ્લાવાળું અને ત્રણ (મન, વચન અને કાયાની) ગુપ્તિ (રૂપી કોઠા, ખાઇ અને શતક્ની) વડે દુજેય એવું શ્રદ્ધારૂપી નગર બનાવીને, પરાક્રમરૂપી ધનુષ્ય અને ઇર્યા (વિવેકપૂર્વક ગમનાગમન) રૂપી પણછ કરીને, ધૃતિરૂપી મૂઠ કરીને સત્ય વડે એ ધનુષ્ય બાંધવું. તપરૂપી બાણ વડે કર્મરૂપી બખતરને ભેદીને, જેના સંગ્રામનો અંત આવ્યો છે એવો વિપી મુનિ સંસારથી મુક્ત થાય છે.' (૨૦-૨૨)
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નમિને આ પ્રમાણે કહ્યું—(૨૩)
(૪) “પ્રાસાદો, વર્ધમાનગૃહો અને બાલાગ્રપાતકાઓ કરાવીને પછી હે ક્ષત્રિય! તું જજે.” (૨૪)
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું-(૨૫)
જે રસ્તામાં ઘર બનાવે છે તે ખરેખર સંશય કરે છે (અર્થાત્ સંકટ વધારે છે.) આથી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ પોતાનું શાશ્વત નિવાસસ્થાન બનાવવું જોઈએ.' (૨૬)
એ વાત સાંભળીને હતું અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું-(૨૭) (૫) ધાડપાડુ, લૂંટારા, ગાંઠો કાપનારા(ખિસ્સાકાતરુ) અને ચારોનું નિવારણ
કરીને નગરને કુશળ બનાવ્યા પછી તે ક્ષત્રિય! તું જજે.' (૨૮)
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું-(૨૮)
“ધણી વાર મનુષ્યો મિથ્યા દડનો પ્રયોગ કરે છે, એમાં અપરાધ ન કરનારાઓ (નિર્દોષા) બંધાય છે અને કરનારાઓ છૂટી જાય છે. (૩૦)
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું-(૩૧) (૬) જે રાજાઓ તને નમતા ન હોય તેમને નમાવીને વશ કરીને) પછી હે ક્ષત્રિય ! નું જજે.” (૩૨)
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલ રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું-(૩૩)
દશ લાખ યોદ્ધાઓને દુર્જય સંગ્રામમાં કઈ જીતે, એના કરતાં પોતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. (૩૪)
તારી જાતની સાથે જ યુદ્ધ કર; બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સાચું સુખ પામે છે. (૩૫)
પાંચ ઇન્દ્રિયો, ક્રોધ, માન, માયા તેમજ લોભ તથા દુર્જય એવી પોતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ ગયું જાણવું. (૩૬).
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું–(૩૭) (૯) “હ ક્ષત્રિય! મોટા યજ્ઞો કરીને, શ્રમણબ્રાહ્મણોને જમાડીને, દાન આપીને, ભોગ ભોગવીને તથા યજન કરીને પછી તું જજે. (૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org