SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ १४ ધર્મકથાનુયોગ–રથનેમિ-શ્રમણને રાજમતી દ્વારા સમુદ્ધાર સૂત્ર : ૨૧૪ [સ્વસ્થ યથા પછી રાજીમતી ચિંતવવા લાગી કે “તેણે મને ત્યજી દીધી છે. મારા જીવનને ધિક્કાર છે! મારે દીક્ષા લેવી એ જ કલ્યાણકારી છે.” (૨૯) ત્યાર બાદ ધીર તથા કૃત-સંકલ્પ એવી તે રાજીમતીએ ભ્રમર જેવા કાળા અને નરમ દાંતિયાથી ઓળેલા વાળનો પોતાની મેળે જ લેચ કર્યો [અને યોગિની બની ગઈ]. (૩૦) કૃષ્ણ વાસુદેવે મુંડિત અને જિતેન્દ્રિય તે રાજીમતીને કહ્યું કે હે પુત્રી ! આ ભયંકર એવા સંસાર-સાગરને જલદી જલદી તરી જજે.” (૩૧) તે શીલવતી અને વિદુષી રાજીમતી દીક્ષિત થઈ અને પોતાની સાથે ઘણી સાહેલીઓને અને સેવિકાઓને પ્રવજયા ગ્રહણ કરાવી.(૩૨) ૨૧૪. એકદા ગિરનાર પર્વત પર જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રાજીમતીનાં વસ્ત્રો ભીંજાયાં. વર્ષના અંતે એક પાસેની અંધકારભરી ગુફામાં જઈને ઊભી રહી. (૩૩) [ગુફામાં કોઈ નથી તેમ માની] રાજીમની યથાજાત (નગ્ન) થઈ પોતાનાં ભીજાયેલાં ચીવર સુકવવા લાગ્યાં. આ દશ્યથી [ત્યાં રહેલા રથનેમિ ભગ્નચિત્ત (વિષયાકુળ થઈ ગયા. પાછળથી રાજીમતીએ પણ તેમને દીઠા. (૩૪) [રથનેમિને જોતાં વાર જો એકાંતમાં તે સંયમીને જોઈને રાજીમતી ભયભીત બની ગઈ. [અજાણતાં મુનિ સમક્ષ નગ્ન બની જવાયું એ ભયથી કંપવા લાગી. અને પોતાના બન્ને હાથથી શરીર-સંગોપન કરી બેસી ગઈ. (૩૫) તે વખતે સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિ રાજીમતીને ભયભીત થયેલી જોઈને આ પ્રમાણે બોલ્યા : (૩૬) “હે ભદ્રે ! રથનેમિ છું. હે સુંદરિ! હે મંજુલભાષિણિ! મારાથી લેશ માત્ર તમને દુ:ખ નહિ થાય. હે કમલાંગી ! મને સ્વીકારો. (૩૭) આ મનુષ્યભવ દુર્લભ છે. માટે ચાલો, આપણે ભોગો ભોગવીએ. તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી ભક્ત-ભાગી થઈ આપણે બને જિનમાર્ગને આચરીશું.' (૩૮). રાજીમતી– આવી રીતે [સંયમમાં] કાયર અને [વિકાર જીતવાના ઉદ્યોગમાં] સાવ પરાભવ પામેલા તે રથનેમિને જોઈને રાજીમતી સ્વસ્થ થયાં, અને ફરી પોતાના વસ્ત્રોથી શરીર આચ્છાદિત કર્યું. (૩૯) પોતાની પ્રતિજ્ઞા અને વ્રતમાં દઢ અને પોતાની જાતિ, કુળ અને શીલનું રક્ષણ કરતાં તે શ્રેષ્ઠ રાજકન્યાએ રથનેમિને ઉદ્દેશી આ પ્રમાણે કહ્યું, (૪૦) કદાચ તું રૂપમાં સાક્ષાત્ કામદેવ હો, લીલામાં સાક્ષાત્ નળકુબર હો કે પ્રત્યક્ષ શક્રેન્દ્ર હો, તો પણ હું તને ન ઇચ્છું. (૪૧) અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્વે ઝળહળતા અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે, પણ વસેલું વિષ ફરીથી પીવાનું ઈચ્છતા નથી. (૪૨). હે અપયશના અભિલાષી! તને ધિક્કાર હો ! કે જે નું વાસનામય જીવન માટે વમેલા ભેગોને ફરી ભોગવવા ઇચ્છે છે. એવા પતિત જીવન કરતાં તારું મૃત્યુ વધારે ઉત્તમ છે. (૪૩) હું ભેજની પૌત્રી અને ઉગ્રસેનની પુત્રી છું. અને તે અંધક વૃષ્ણિનો પૌત્ર, અને સમદ્રવિજ્યનો પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્ષ જેવા થઇએ! હે મુનિ! નિશ્ચિલ થઈ સંયમમાં સ્થિર થા. (૪૪) હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઈશ અને તે સ્ત્રીઓને જોયા પછી જો આમ કામભોગની વાંછના રાખ્યા કરીશ તો પવનથી ઊખડી જાય તેવા હડ નામના છોડની જેમ તારો આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. (૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy