SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવરચાપુત્ર અને બીજા : ૧૬૮ સનું સ્થાન, કાર્ય કરવામાં સંમત, બહુજનો દ્વારા માન્ય, આભૂષણોની પેટી સમાન, રત્ન, રત્નસમાન, જીવન સમાન, શ્વાસ સમાન, હૃદયનંદન, ઉંબરાના પુષ્પ જેવો જેનું નામ સાંભળવામાં ય દુર્લભ છે તે છે, તો પછી તેના દર્શનની તે શું વાત કરવી–એવે છે. જેમ ઉત્પલ, પદ્મ અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વૃદ્ધિ પામે છે છતાં કાદવથી લેવાતું નથી, જળકણોથી લેવાતું નથી તેવી જ રીતે આ થાવસ્થાપુત્ર ભોગોમાં ઉત્પન્ન થયો છે, ભોગોમાં ઉછરીને વૃદ્ધિ પામ્યો છે પરંતુ તે કામરજથી લિપ્ત થયો નથી, ભોગરજથી લિપ્ત થયો નથી-કામભોગોથી વિરકત રહ્યો છે. હે દેવાનુપ્રિય! તે હવે સંસાર-ભયથી ઉદ્વિગ્ન અને જન્મ–જરા-મરણથી ભયભીત બનીને અહંતુ અરિષ્ટનેમિ પાસે મુંડિત બનીને ગૃહવાસ ત્યજી અનગાર–પ્રવજયા અંગીકાર કરવા ઇચ્છે છે. હું એને નિષ્ક્રમણઉત્સવ કરવા ઇચ્છું છું. તે દેવાનુપ્રિય ! મારી અભિલાષા છે કે થાવસ્થાપુત્રના માટે છત્ર, મુકુટ અને ચામર આપવામાં આવે.” ત્યારે કૃષ્ણ વાસુદેવે થાવસ્થા ગૃહિણીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! તું નિશ્ચિત, સ્વસ્થ રહે. હું પોતે જ બાળક થાવચ્ચપુત્રનો નિષ્ક્રમણ ઉત્સવ કરીશ.” કૃષ્ણ અને થાવાપુત્રનો પરિસંવાદ– ૧૬૮. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેના સાથે, વિજય ગંધહસ્તી પર સવાર થઈને, જ્યાં થાવ ગાથાપત્નીનું નિવાસભવન હતું ત્યાં આવ્યા, આવીને થાવગ્ગાપુત્રને સંબોધી આમ કહેવા લાગ્યા હે દેવાનુપ્રિય! તું મુંડિત બની પ્રજયા ન લઈશ, મારી ભુજાઓની છત્રછાયામાં રહીને હે દેવાનુપ્રિય! તું વિપુલ માનુષી ભેગે ભગવ. હું માત્ર દેવાનુપ્રિયના અર્થાત્ તારા ઉપરથી પસાર થનાર વાયુકાયને જ રોકવામાં સમર્થ નથી, એના સિવાય તને થનારી કોઈ પણ પીડા, બાધા કે મુશ્કેલીનું હું નિવારણ કરીશ.' ત્યારે કૃષ્ણ વાસુદેવનું આવું કથન સાંભળીને થાવાપુત્રો કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! જો તમે મારા જીવનનો અંત કરનાર મૃત્યુને આવતું રોકી શકો અને વળી શરીર તથા રૂપનો વિનાશ કરનાર જરાવૃદ્ધાવસ્થાને રોકી શકો તો હું તમારી ભુજા ઓની છત્રછાયામાં રહી વિપુલ માનુષી કામભોગો ભેગવતે વિચરું.' ત્યાર બાદ થાવાપુત્રનાં આવાં વચનો સાંભળી કૃષ્ણ વાસુદેવે થાવાપુત્રને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! મૃત્યુ અને જરા એ બે અનતિક્રમણીય અર્થાત્ કોઈનાથીય અટકાવી ન શકાય તેવાં છે, અતિ બળવાન એવા દેવ કે દાનવો પણ એમને રોકી શકવા સમર્થ નથી, માત્ર પોતાના કર્મના ક્ષયથી જ એમને અટકાવી શકાય છે.” ત્યારે થાવસ્થાપુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું–જો એ બે અનતિક્રમણીય છે અને કોઈ પણ બળવાન દેવ કે દાનવ પણ એને અટકાવી શકતા નથી, પરંતુ પોતાના કર્મના ક્ષયથી જ એમને અટકાવી શકાય તેમ છે, તો હે દેવાનુપ્રિય! હું એ માટે જ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય દ્વારા સંચિત મારાં કર્મોને ક્ષય કરવા ઇચ્છું છું કૃષ્ણની યગક્ષેમ–ઘોષણા૧૬૯. ત્યાર બાદ થાવાપુરાનાં આવાં વચનો સાંભળી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિાક, ચૌટાં, રાજમાર્ગોમાં શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર ચડીને જઈને ઊંચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy