________________
४४
ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ–તીર્થમાં સુમુખાદિ કુમાર : સૂત્ર ૧૬૧
મરણને શરણ થયો, અને ધડામ દઈને જમીન પર ઢળી પડ્યો.
ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે તે સેમિલ બ્રાહ્મણને જો, જોઈને આ પ્રમાણે કહ્યું—
અરે ઓ દેવાનુપ્રિયે! જુઓ આ જ તે અપ્રાર્થિતપ્રાર્થિત યાવત્ શ્રી, હીં, ધી, કીર્તિવર્જિત મિલ બ્રાહ્મણ છે જેણે મારા લઘુ સહોદર ભ્રાતા ગજસુકમાલ અણગારના અકાળે પ્રાણ હર્યા હતા.’ આમ કહી સૌમિલ બ્રાહ્મણના શબને ચાંડાળ પાસે ઘસડાવ્યું, ઘસડાવીને તે જમીન પાણીથી ધોવરાવી, ધોવરાવીને પછી જ્યાં પોતાનો મહેલ હતો ત્યાં પહોંચ્યા અને તેમાં પ્રવેશ્યા.
હે ભદંત ! હું તે પુરુષને કેવી રીતે
ઓળખી શકું? ૧૫૮. ત્યારે અહં અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને
આ પ્રમાણે કહ્યું –
હે કૃષ્ણ! દ્વારાવતી નગરીમાં પ્રવેશ કરતા તમને જોઇને ઊભા ઊભા જ આયુ તથા સ્થિતિક્ષય થતાં જે ત્યાં જ મરણને શરણ થાય તે પુરુષને જોઈને તમારે જાણવું કે આ તે જ પુરુષ છે જેણે ગજસુકમાલના પ્રાણ લીધા છે.'
ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમન ક્ય, વંદન-નમન કરી જ્યાં અભિષેક-હસ્તિરત્ન હતા ત્યાં આવ્યા, આવીને તે હાથી પર બેઠા, બેસીને જ્યાં દ્વારાવતી નગરી હતી, જ્યાં પોતાનો મહેલ હતો
ત્યાં જવા નીકળ્યા. સેમિલનું અકાળ મૃત્યુ૧પ૯. ત્યાર પછી સહસ્રરમિ દિનકર સુર્યનો પોતાના
જાજવલ્યમાન તેજ સાથે ઉદય થતાં, રાત્રિ વીતી પ્રભાત થતાં, તે સોમિલ બ્રાહ્મણના મનમાં આ આવા પ્રકારનો અધ્યવસાયયાવતુ-વિચાર ઉત્પન્ન થયો કે-“કૃણ વાસુદેવ અહંતુ અરિષ્ટનેમિના પાયવંદન માટે ગયા છે. મારું કૃત્ય અહંતે જાગેલું છે; વિશેષ જાગેલું છે, સાંભળેલું છે અને તેઓ કૃષ્ણ વાસુદેવને કહેશે. કુગ વાસુદેવ તે જાણીને, ન જાણે કેવા પ્રકારના કુમૃત્યુથી મને મારશે.”
આવો વિચાર કરી ભયભીત, ત્રસ્ત અને ઉદ્વિગ્ન થઈ પોતાના ઘરેથી નીકળી પડયો.
૯ અરિષ્ટનેમિ-તીર્થમાં સમુખાદિ કુમાર ૧૬૦. તે કાળે તે સમયે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા યાવનું વિચરતા હતા.
તે દ્વારાવતી નગરીમાં બલદેવ નામે રાજા હતા–વર્ણન.
તે બલદેવ રાજાની ધારિણી નામે રાણી હતી વર્ણન.
ત્યારબાદ તે ધારિણી રાણી કઈ એક વાર પોતાને યોગ્ય શયામાં સુઈ રહી હતીયાવતું પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈને જાગી ઊઠી. શેષ વર્ણન ગૌતમ કુમાર સમાન, પણ અહીં એટલું વિશેષ કે કુમારનું નામ સુમુખકુમાર. તેને પચાસ કન્યાઓ સાથે પરણાવ્યો. પચાસની સંખ્યામાં દાયજો. [બાદ દીક્ષા પછી] ચૌદ પૂર્વને અભ્યાસ. વીસ વર્ષનો શ્રમણપર્યાય. શેષ
પૂર્વવત્ યાવત્ શત્રુંજ્ય પર સિદ્ધિ. ૧૬૧. એવી જ રીતે દુર્મુખ અને કૂપદારક એ બેનું
વર્ણન પણ સમજવું. ત્રણે બળદેવ અને ધારિણીના પુત્રો.
દારુકનું વર્ણન પણ તે જ પ્રમાણે–વિશેષ તે વસુદેવ અને ધારિણીનો પુત્ર.
આ બાજુકૃષ્ણ વાસુદેવ ભ્રાતૃશોકના કારણે રાજમાર્ગ છોડીને નાના માર્ગથી દ્વારાવતી નગરીમાં પ્રવેશ્યા, ત્યારે સહસા તે તેમની નજરે પડયો.
ત્યારે તે સોમિલ બ્રાહ્મણ એકાએક કૃષ્ણ વાસુદેવને જોઇને ભયભીત–પાવતુ-ભયાક્રાન્ત થઈને ઊભો ઊભો જ સ્થિતિક્ષય થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org