SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ——અરિષ્ટને—તી”માં ગજસુકુમાલ આદિ શ્રમણા : સુત્ર ૧૪૧ m wwwwˇˇˇˇww ત્યારે તે ગજસુકુમાલે માતા-પિતાને બીજી વાર પણ આમ કહ્યું ‘હે માતા-પિતા ! મે' અહીઁ અરિષ્ટનેમિ પાસે ધ શ્રવણ કર્યા છે, અને તે ધમને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ તથા રુચિકર જણાયા છે. આથી હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું અત્ અરિષ્ટનેમિ પાસે મુ`ડિત બની, ગૃહત્યાગ કરી, આનગારિક દીક્ષા અ’ગીકારે કરવા ઈચ્છું છું.’ દેવકીની શાકાતુર દશા – ૧૪૧. ત્યાર પછી તે દેવકી દેવી તેવા અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનાશ, અમનહર, અશ્રુતપૂર્વ કઠોર વચનને સાંભળી તથા સમજીને આ આવા પ્રકારના પુત્રવિયેાગના મહાન માનસિક દુ:ખથી અભિભૂત થઈ તરત જ ધડામ દઈને ધરતી પર ઢળી પડી. દેવકી અને ગજસુકુમાલના પરિસંવાદ – ૧૪૨. ત્યાર પછી તે દેવકી દેવી...... વિલાપ કરતાં કરતાં ગજસુકુમાલને આ પ્રમાણે કહેવા લાગી– હે પુત્ર ! તું અમારો એક માત્ર ઈષ્ટ પુત્ર છે...... હે પુત્ર! અમે ક્ષણમાત્ર પણ તારો વિયેાગ સહન કરી શકીએ તેમ નથી. તે હું લાલ ! અમે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી તું વિપુલ માનુષી ભાગા ભાગવ. ત્યાર પછી, જ્યારે અમે મૃત્યુ પામ્યા હોઈએ અને તું પણ પ્રૌઢ થયા હાય, વશવેલાની વૃદ્ધિ થઇ હોય, લૌકિક કાર્યાં પૂરાં થયાં હોય ત્યારે અત્ અરિષ્ટનેમિની પાસે મુડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવ્રજયા લેજે.’ ૧૪૩, ત્યારે માતા-પિતાની આવી વાત સાંભળીને ગજસુકુમાલે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું— ‘હે માતા ! તમે મને જે કહ્યું તે તેમ જ છે કે—“હે પુત્ર! તું અમારો એક માત્ર પુત્ર અને તેથી ઇષ્ટ, કાંત, પ્રિય, મનાશ, મનહર, ઐયરૂપ, વિશ્વાસરૂપ, સંમત, બહુમત, અનુમત, આભૂષણાનો પેટી સમાન, રત્ન, રત્ન સમાન છે, જીવિતની આશા છે, હૃદયન૬ન Jain Education International ३७ wwww છા, ઉંબરાના ફૂલની જેમ જેનુ નામ-શ્રવણ પણ દુર્લભ છે. તેવા છો. પછી દર્શનની તા શું વાત કરવી ? હે પુત્ર ! ખરેખર અમે ક્ષણમાત્ર પણ તારો વિયોગ સહન કરવા ઇચ્છતા નથી. તા હું લાલ ! અમે જયાં સુધી જીવીએ ત્યાં સુધી તું વિપુલ માનુષી કામભોગા ભાગવ. ત્યાર પછી જ્યારે અમે મૃત્યુ પામ્યાં હોઈએ અને જયારે તું પ્રૌઢ વયના થયા હોય, જયારે તારો . વહેંશવેલા વિસ્તાર પામ્યા હોય અને લૌકિક કાર્યો પૂરાં થયાં હોય ત્યારે અહ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઇને, ગૃહવાસ ત્યાગીને આનગારિક પ્રવ્રજ્યા લેજે." ‘પરંતુ હે માતાજી ! મનુષ્ય ભવ અવ છે, અનિન્ય છે, અશાશ્વત છે, સેંકડો આપત્તિઆથી ભરપુર છે, વિદ્યુત સમાન ચંચળ છે, પાણીના પરપોટા સમાન અનિત્ય છે, દર્ભની અણી પર રહેલાં જળબિંદુ જેવા છે, સધ્યાની લાલિમા જેવા છે, સ્વપ્નદન સમાન છે, સડવા-પડવા નાશ પામવાના ધર્મવાળા છે, પછી કે પહેલાં અવશ્ય ત્યાગ કરવા મેાગ્ય છે. હે માતા ! તે કોણ જાણે છે કે પહેલાં કોણ અને પછી કોણ જશે? તા હે માતાજી ! આપની અનુમતિ મળતાં જ હું અરહન્ન અરિષ્ટનેમિ પાર્સ મુડિત થઈને ગૃહવાસ ત્યાગીને અનગાર-દીક્ષા લેવા ઈચ્છું છું.' ૧૪૪, ગજસુકુમાલનું આવુ.... કથન સાંભળી માતાપિતાએ તેને કહ્યું ‘હે પુત્ર! પિતાનહ, પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહની પેઢીથી ચાલી આવેલી આ બહુ હિરણ્ય, સુવણ, કાંસુ', વો, મણિ, માતી, શંખ, શિલા,પ્રવાલ, માણિક આદિની સારભૂત સપત્તિ એટલી અધિક છે કે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર દાન દેવાય, ભાગવાય કે વહેંચાય તે પણ ખૂટે તેમ નથી. એટલે હે પુત્ર! આ મનુષ્ય સંબંધી સમૃદ્ધિ-સમુદાયના ભાગ કર, ત્યાર પછી સર્વ સુખકલ્યાણ અનુભવીને પછી અત્ અરિ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy