________________
ધર્મસ્થાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે સૂત્ર ૧૨૨
ફૂલો જેવા કોમળ અને કુંડળ જેવા ઘુંઘરાળા વાળ વાળા, રૂપગુણમાં નલકૂબરના જેવા અમે છ એ ભાઈઓએ ભગવાન અરિષ્ટનેમિની પાસે ધર્મ સાંભળી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મમરણથી છૂટવા માટે ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજયા ગ્રહણ કરી છે.
ત્યાર પછી અમે જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસે અહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી આ આવા પ્રકારનો અભિગ્રહ (સંક૯૫) કર્યો કે “હે ભગવાન ! આપની આજ્ઞા હોય તો અમે આજીવન નિરંતર છ છ તપ સાથે સંયમપૂર્વક આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા ઈચ્છીએ છીએ.' ત્યારે ભગવંતે કહેલું કે ]
હે દેવાનુપ્રિયે! તમને સુખ થાય તેમ કરો.”
ત્યારથી અમે અહંત અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત કરીને આજીવન છ૬ છના તાપૂર્વક વિચારીએ છીએ. આજે ૭૬ ભક્તનું પારણું હોવાથી અમે પ્રથમ પ્રહરમાં ધ્યાન કર્યું અને ત્રીજા પ્રહરમાં અરિષ્ટનેમિ ભગવાનની આજ્ઞા લઈ ત્રણ સંઘાડામાં દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતાં ફરતાં તમારે ઘેર આવ્યાં છીએ.
આથી હે દેવાનુપ્રિયે ! જે અગાશે પહેલાં આવ્યા તે અમે ન હતા. અમે જુદા જ છીએ.' આ પ્રકારે કહી દિવકીના મનની શંકા દૂર કરીને) તે અનગારો જ્યાંથી આવ્યા હતા તે
દિશામાં જ પાછા ફર્યા. દેવકીના મનમાં અતિમુક્તક કુમારના વચનમાં શકા – ૧૨૧. તે અનગારે ગયા પછી તે દેવકી દેવીના
મનમાં એવો માનસિક વિકલ્પ ઉત્પન્ન થયો કે “જયારે હું નાની હતી તે સમયે પોલાસપુર નગરમાં અતિમુક્તક અનગારે મને કહ્યું હતું કે – “હે દેવાનુપ્રિયે ! તું આઠ પુત્રોને જન્મ આપશે, તારી એ બધા
પુત્રો આકાર, વય, તથા કાન્તિ આદિમાં સમાન થશે તથા તે નલકૂબરના જેવા સુંદર થશે. આ ભારતવર્ષમાં બીજી કોઈ માતા એવા સુંદર પુત્રોને જન્મ આપી શકશે નહિ.” પરંતુ અતિમુક્તક અનગારનું તે કથન અસત્ય સાબિત થયું, કેમ કે આ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે આ ભરતક્ષેત્રમાં બીજી માતાએ પણ આવા પ્રકારના પુત્રોને જન્મ આપ્યો છે. માટે મને ઉચિત છે કે ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે જાઉં અને તેમને વંદન નમસ્કાર કરું તથા તેમને આ અંગે પ્રશ્ન પૂછુ.” તે દેવડીએ એ વિચાર મનમાં કર્યો અને પછી પોતાના કૌટુંબિક સેવકને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયે! ઉત્તમ ધાર્મિક રથ તૈયાર કરો તથા જોડીને મારી પાસે લઈ આ દેવકીની એવી આશા સાંભળીને તે પણ તેવા પ્રકારનો રથ લઈ આવ્યા. દેવાનંદાની
જેમ યાવત્ પય્ પાસના કરવા લાગી. અરિષ્ટનેમિ દ્વારા સુલ સારવ-કથન વડે શકાસમાધાન – ૧૨૨. ત્યાર બાદ ભગવાન અëત અરિષ્ટનેમિએ
દેવકી દેવીને આ પ્રકારે કહ્યું – હે દેવકી ! આજે એ છ અનગારોને જોઈને તારા હૃદયમાં આ પ્રકારનો વિકલ્પ પેદા થયે કે મને પલાસપુર નગરમાં અતિમુક્ત અનગારે આ પ્રકારે કહ્યું હતું. ઇત્યાદિ એમ વિચારી પાવતુ ઘેરથી શીધ નીકળી મારી પાસે તુ આવી છે. હે દેવકી! મારી આ વાત સાચી છે?”
હા, ભગવાન ! આપે જે કહ્યું છે તે બધું સત્ય છે.” (ભગવાને કહ્યું, “હે દેવાનુપ્રિયે! એનું સમાધાન એમ કે તે કાળે તે સમયે ભક્િલપુર નામે નગર હતું. તે નગરમાં ધનધાન્ય આદિથી સમ્પન્ન યાવતુ અપરિભૂત
એ ગૃહપતિ રહેતો હતો તે નાગ ગૃહપતિની પત્નીનું નામ સુલસા હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org