________________
૧૬
ધર્મ કથાનુયાગ—મુનિસુવ્રત તીર્થમાં કાર્તિક શ્રેષ્ઠિ આદિઃ સૂત્ર ૫૦
મહાબલની પ્રવ્રજ્યા, દેવભવ અને સુદર્શનરૂપે જન્મ
૪૫. ત્યાર પછી તે મહાબલ અનગારે ધમ ધાષ અનગારની પાસે સામાયિકાદિ ચઉદ પૂર્વાના અભ્યાસ કર્યાં, અભ્યાસ કરીને ઘણા ચતુર્થ - ભક્ત યાવત્ વિચિત્ર તપકમ વડે આત્માને ભાવિત કરીને સંપૂર્ણ બાર વર્ષ શ્રમણ પર્યાય પાળ્યા, પાળીને માસિક સલેખના વડે નિરાહારપણે સાઠ ભક્તોને વિતાવી આલાચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાળ કરી ઊર્ધ્વ લેાકમાં ચંદ્ર અને સૂર્યની ઉપર બહુ દૂર અબડની પેઠે યાવત્ બ્રહ્મલાક કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાં કેટલાક દેવાની સ્થિતિ દસ સાગરોપમની કહેલી છે.
તેમાં મહાબલ દેવની પણ દસ સાગરોપમની સ્થિતિ કહેલી છે.
૪૬. હે સુંદન ! તું તે બ્રહ્મલાક કલ્પમાં દસ સાગરોપમ સુધી દિવ્ય અને ભાગ્ય ભાગેાને ભાગવી તેદેવલાકથી આયુષ્યના, ભવના અને સ્થિતિના ક્ષય થયા પછી તુરત જ આવી અહીં' જ વાણિજ્યગ્રામ નામના નગરમાં શ્રેષ્ઠીના કુલમાં પુત્રપણે ઉત્પન્ન થયા છે.
ત્યાર બાદ હે સુદર્શન ! બાલપણને વિતાવી વિશ અને મોટા થઈ, યૌવનને પ્રાપ્ત થઈ તે તેવા પ્રકારના સ્થવિરાની પાસે કેવિલએ કહેલા ધમ સાંભળ્યા, અને તે ધમ પણ તને ઇચ્છિત અને સ્વીકૃત થા, તથા તેના ઉપર તને અભિરુચિ થઈ.
હે સુદન ! હાલ તું જે કરે છે તે સારું કરે છે.
૪૭. તે માટે હે સુંદન! એમ કહેવાય છે કે એ પલ્યાપમ અને સાગરોપમના ક્ષય અને અપચય થાય છે.
સુદર્શનને જાતિસ્મરણજ્ઞાન અને પ્રત્રજ્યાદિ ૪૮. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધને સાંભળી, અવધારી તે સુદર્શન શેઠને
Jain Education International
શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે અને વિશુદ્ધ લેશ્યાએથી તદાવરણીય કર્મા ક્ષયેાપશમ થવાથી ઇહા, અપોહ, માણા અને ગવેષણા કરતાં સંશીરૂપ પૂર્વ-જન્મનુ સ્મરણ ઉત્પન્ન થયું, અને તેથી ભગવતે કહેલા આ અર્થને સારી રીતે જાણે છે. ૪૯. ત્યાર બાદ તે સુદર્શન શેઠને શ્રમણ ભગવંત મહાવીરે પૂર્વભવ સભા૨ેલા હોવાથી બેવડી શ્રાદ્ધા અને સર્વંગ ઉત્પન્ન થયા, તેનાં લેાચન આનંદાશ્રુથી પરિપૂર્ણ થયાં, અને તેણે શ્રમણ ભગવત મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું--‘હે ભગવત ! તમે જે કહો છો તે એ જ પ્રમાણે છે-ખાવત્ એમ કહી તે સુદર્શન શેઠ ઉત્તરપૂર્વ (ઈશાન) દિશા તરફ ગયા. બાકી બધુ ઋષભદત્તની પેઠે જાણવુ', યાવત્ તે સુદન શેઠ સ` દુ:ખથી રહિત થયા. પરન્તુ વિશેષ એ છે કે તે પૂરાં ચૌદ પૂર્વી ભણે છે, અને સંપૂર્ણ બાર વરસ સુધી શ્રમણપર્યાયને પાળે છે. બાકી બધું પૂ પ્રમાણે જાણવું.
હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે.
૨. મુનિસુવ્રત–તીમાં કાર્તિક શ્રેષ્ઠિ આદિનાં કથાનકા
શક્ર દ્વારા મહાવીર-સમવસરણમાં નાટયવિધ—
૫૦. તે કાળે તે સમયે વિશાખા નામે નગરી હતીવર્ણન. અને ત્યાં બહુપુત્રિક નામે ચૈત્ય હતું— વર્ણન. મહાવીર સ્વામી સમવસર્યા-યાવ પરિષદ્ પ પાસના કરે છે.
તે કાળે, તે સમયે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજ્રપાણિ, પુરંદર–ઇત્યાદિ સાળમા શતકના બીજા ઉદ્દેશકમાં શક્રની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવત્–તે દિવ્ય વિમાનમાં બેસીને
For Private Personal Use Only
www.jainelibrary.org