SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથમિક [] જૈન આગમોમાં વર્ણિત ચરિત્રકથાઓનું સમગ્ર સંકલન ધર્મકથાનુયાગમાં કરવામાં આવ્યુ છે. આના પ્રથમ સ્કંધમાં શલાકા પુરુષાનુ ં વર્ણન કરવામાં આવ્યું તથા હવે દ્વિતીય સ્ક ંધમાં ‘શ્રમણ’ (મુનિ) ચરિત્રોનું સંકલન છે. [] ભગવાન ઋષભદેવના યુગના શ્રમણાનું વર્ણન વિસ્તૃત રૂપમાં વર્તમાનમાં કોઈ આગમમાં ઉપલબ્ધ નથી. જે સૌથી પ્રાચીન કામણ-ચરિત્ર ઉપલબ્ધ છે, તે છે વિમલનાથ (૧૩મા) તીર્થંકરના સમયના મહાબલ રાજકુમાર-શ્રમણનુ આથી અમે કાળક્રમપૂર્વક અહીં... શ્રમણાનાં ચરિત્ર-કથાનકો સંકલિત કર્યા છે. આ દ્વિતીય સ્ક ંધમાં વિમલનાથ, મુનિસુવ્રત, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, અને મહાવીર --એમ પાંચ તીથંકરોના યુગમાં થયેલા કામણાનાં ચરિત્રો લેવામાં આવ્યાં છે. [] આ દ્રિતીય સ્કંધમાં વિમલતીર્થનાં ૨, મુનિસુવ્રત–તીનાં ૨, અરિષ્ટનેમિ-તીથનાં ૯, પાર્શ્વ–તીનાં ૨ તથા મહાવ્વર-તીનાં ૩૪-એમ સર્વ મળી ૪૮ મુખ્ય ચરિત્રો (અધ્યયના) તથા એમના સંબંધિત સમ–સામયિક અન્ય ચરિત્રો સંકલિત કરાયેલ છે; જે બધાંનાં વર્ણના આગમમાં આવેલ છે. Jain Education International સ્થવિરાવલીમાં કલ્પસૂત્ર અને નન્દીસૂત્રગત વન છે, જે ચરિત્રો નથી, પરંતુ માત્ર નામસૂચી જ છે. [] આ વર્ણના અનેક આગમામાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. અહીં બધાં આગમામાંથી મૂળ રૂપે સંકલિત કરવામાં આવ્યાં છે. ચરિત્રમાં પ્રાય: સમગ્રતા લાવવા માટે અનેક સ્થળેાના સંદર્ભો લીધા છે. કથાચરિત્રોમાં વર્ણનમાં વિવિધતા હોવા છતાં પણ કથાનકના રસ અક્ષુણ્ણ રહે છે. કથાસૂત્રોને પ્રાય: સમ્બદ્ધ રાખવાના જ પ્રયત્ન કર્યા છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy