SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવત ચરિત્રઃ સૂત્ર પ૭૦ ૧૩૭ મેં પોતાનાં બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમથી ચલહિમવંત પર્વતથી સમુદ્ર સુધીની સીમામાં આવેલા સંપૂર્ણ ભરત ક્ષેત્ર પર વિજય મેળવ્યો છે તો હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે મહાન રાજ્યાભિષેક ઉત્સવથી મારે રાજ્યાભિષેક થાય.' આમ વિચારીને બીજા દિવસે પ્રભાત થતાં-વાવ-સૂર્યપ્રકાશ થતાં જ્યાં સ્નાનગૃહ હતું-વાવ-બહાર નીકળ્યો, નીકળીને જયાં બાદ સભા હતી, જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો, ડોસીને સોળહજાર દેવોને, બત્રીસ હજાર રાજાઓને, સેનાપતિ–રત્નનેથાવતુ–પુરોહિતરત્નને, ત્રણસો સાઠ મંગળપાઠકોને અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓને તથા અન્ય અનેક રાજાઓ, માંડલિકો થાવત્ સાર્થવાહો આદિને તેણે બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! મેં મારા બળ, વીર્યભાવ-ભરતક્ષેત્ર જીતી લીધું છે તો તમે દેવાનુપ્રિ ! મારો મહાન રાજ્યાભિષેક કરે.” ૫૦. ત્યાર પછી ભારત રાજાની આવી આશા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થયેલા તે સોળ હજાર દેવ આદિ બધાએ હાથ જોડી, મસ્તક સમીપે અંજલિ રચ ભરત રાજાની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી.. ત્યાર બાદ તે ભરતરાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને વાવતુ અષ્ટમભક્ત તાપૂર્વક જાગૃત રહી રહેવા લાગ્યા. દેવો દ્વારા અભિષેકમંડપની રચના— પ૭૧. અષ્ટમભક્ત ૫ પૂર્ણ થતાં ભરત રાજાએ આભિગિક દેવોને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તમે વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વ દિશામાં (અર્થાત્ ઈશાન કોણમાં) તરત જ એક વિશાળ અભિષેક–મંડપની વિકુણા કરો (એટલે કે રચના કરો) અને અભિષેક–મંડપ રચીને મારી આજ્ઞા પૂરી ક્યની મને જાણ કરો.' ત્યારે તે આભિગિક દેવોએ ભરતરાજાની આવી આશા સાંભળીને હુષ્ટ તુષ્ટ થઈ-થાવત્ ‘જેવી સ્વામીની આજ્ઞા” એમ વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વીકારીને વિનીતા રાજધાનીની ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં તેઓ ચાલ્યા, જઈને વૈક્રિયસમુદુઘાત કર્યો, સમુદ્રઘાત કરીને સંખ્યાન યોજન લાંબા દડની વિદુર્વણા કરી. તે દંડની રચના આ પ્રમાણે કરી ૨નોના-થાવતુ-રિષ્ઠરત્નોના થથાબાદર (ધૂળ) પુદ્ગલેને તેઓએ દૂર કર્યા, દૂર કરીને યથાસૂમ પુદ્ગલો ગ્રહણ કર્યા, ગ્રહણ કરી બીજી વાર પણ વૈક્રિય સમુદ્યાત-થાવત્ સમુદ્ર ધાત કરીને અત્યંત સમતળ રમણીય ભૂમિભાગની રચના કરી. તે જેમ કે મૃદંગના ઉપરના ભાગ સમાન અથવા છલોછલ ભરેલા સરોવરની સમાન. તે સમતળ અને રમણીય ભૂભાગની બરાબર વચ્ચે એક વિશાળ અભિષેકમંડપની વિદુષણા કરી, તે અભિષેકમંડપ સેંકડો સ્તંભોવાળો-પાવતુ–સુગંધવર્તિકા જેવો બની ગશે. અહીં પ્રેક્ષકગૃહમંડપનું વર્ણન કરવું. પ૭૨. તે અભિષેક-મંડપની બરાબર વચ્ચે એક મોટી અભિષેકપીઠ બનાવવામાં આવી છે અત્યંત સ્વચ્છ અને સુંવાળી હતી. તે અભિષેક–પીઠની ત્રણ દિશામાં સુંદર સપાનપંક્તિની વિકુવરણા કરી. તે સોપાનપતિએનું વર્ણન આ પ્રમાણે સમજવું–પાવ-તે પર તોરણોની રચના કરી. તે અભિષેક પીઠની ભોંયતળને ભૂભાગ અત્યંત સમ અને રમણીય હતો. સિંહાસન૫૭૩. તે અત્યંત સમતળ અને રમણીય ભૂમિ ભાગની બરાબર વચ્ચે તેઓએ એક વિશાળ સિંહાસનની વિફર્વણા કરી. તે સિંહાસનનું વર્ણન આ પ્રમાણે ૧૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy