SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–ભરત ચક્રવતી—ચરિત્ર : સુત્ર ૫૫૩ ચાલ્યો-થાવત્ ચુલ હિમવંત વર્ષધર પર્વતથી ન અતિ દૂર કે ન અતિ સમીપ એમ રહી બાર યોજન લાંબા-પાવ-શુલ્લહિમવંત ગિરિકુમાર દેવના નિમિત્તે અષ્ટમ ભક્ત ગ્રહણ કર્યું, તે જેવી રીતે માગધતીર્થના વિશે તેવી જ રીતે યાવતુ ગગનમંડળને સમુદ્રના નિનાદ જેવા નિનાદથી ભરી દેતો તે ઉત્તર દિશામાં જયાં ચુલ હિમવંત વર્યધર પર્વતો હતો ત્યાં આવ્યું, ત્યાં આવીને ચુલ હિમવંત પર્વતને રથના અગ્ર ભાગ વડે સ્પર્શ કર્યો, સ્પર્શ કરી રથના ઘોડાને ઊભા કર્યા, ઊભા કરીને પૂર્વવર્ણન પ્રમાણે-પાવત્ - કાન સુધી પણછ ખેંચી એક વિશાળ બાણનેપૂર્વ પ્રમાણે અહીં પણ બધું કથન કરવુંયાતૂને નરપતિ યાવતુ-તેઓ સર્વે મારી પ્રજા છે એમ કહી આકાશમાં ઉપર એક બાણ છોડ્યું, પરિકરની મધ્યે–પાવતુ-તે પછી જેવું ભરત રાજાએ આકાશમાં ઊંચે બાણ છોડ્યું કે તે બાણ તરત જ બેતેર યોજન જઈ ચુલ હિમવંત ગિરિકુમાર દેવની સીમામાં જઈને પડયું. ૫૪૯. ત્યાર બાદ સુલ હિમવંત ગિરિકુમારે પોતાની સીમામાં પડેલું બાણ જોયું, જોઈને તે ક્રોધાભિભૂત થઈ ગુસ્સે થયે-પાવતુ-પ્રીતિદાન, સર્વોપધિ માળા, ગશીર્ષ ચંદન અને કડાં– વાવ દ્રજળ ગ્રહણ કર્યું, એ બધું લઈને ઉત્કૃષ્ટ ગતિથી-પાવતુ-ઉત્તરમાં રેલ હિમવંત ગિરિની સીમામાં હું આપ દેવાનુપ્રિયનો પ્રજાજન છું–થાવતુ-હું આપ દેવાનુપ્રિયનો ઉત્તર દિશાને દિક્પાલ-સીમારક્ષક છું-થાવત્ વિદાય આપી. ભરત દ્વારા કાકિણીરત્ન દ્વારા ચકવતી નામેકીણન– ૫૫૦. ત્યાર પછી તે ભરત રાજાએ પોતાના ઘોડા ઊભા રાખ્યા, ઊભા રાખી રથને વાળ્યો, રથને પાછો વાળી જ્યાં ઋષભકૂટ પર્વત હતો આવ્યો, ત્યાં આવીને રથના અગ્રભાગ વડે ત્રણ વાર ઋષભકૂટ પર્વતને સ્પર્શ કર્યો, સ્પર્શ કરી ઘેડાને ઊભા રાખ્યા, ઊભા રાખીને છ તલવાળા, બાર કોણવાળા અને સોનીની એરણ જેવા આકારના કાકિણીરત્નને હાથમાં લીધું, લઈને તે દ્વારા ત્રાષભકૂટ પર્વતના પૂર્વ તરફના કટક પર પોતાનું નામ કોતર્યું – (ગાથાઓ-) આ ત્રીજી અવસર્પિણીના અંતિમ કાળમાં હું ભરત નામે ચક્રવતી થયો છું. (૧) હું પ્રથમ રાજા છું, સમસ્ત ભરતને અધિપતિ છું, મનુષ્યોમાં શ્રેષ્ઠ છું, નરેન્દ્ર છું, મારે કોઈ પ્રતિસ્પધી નથી, મેં સમગ્રભારત વર્ષ જીતી લીધેલ છે. (૨) આમ લખી પોતાનું નામ (સહી) કોતર્યું. ચકાનુગામી ભરતનું વૈતાઢયના ઉત્તર ઢોળાવ માં ગમન૫૫૧. નામ લખીને તેણે ને પાછો વાળો, પાછો વાળી જ્યાં વિજયછાવણી હતી અને જ્યાં બહારનો સભાખંડ હતો ત્યાં આવ્યો, ત્યાં આવીને-પાવતુ–ગુલ હિમવંત ગિરિકુમારના દેવને અષ્ટાદિકા મહામહોત્સવ પૂર્ણ થયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, બહાર નીકળીને-પાવનૂ-દક્ષિણ દિશામાં વૈતાઢય પર્વત તરફ ચાલવા લાગ્યું. ૫૫૨. ત્યાર બાદ તે ભરત રાજા તે દિવ્ય ચક્રરત્નની પાછળ-પાવતુ-વૈતાઢય પર્વતના ઉત્તર ભાગમાં ગયો, જઈને વૈતાઢય પર્વતના ઉત્તરી ઢોળાવ પર બાર યોજન લાંબીયાવતુ-પૌષધશાળામાં પ્રવેશ્યો-થાવતુ-નમિ અને વિનમિ નામક વિદ્યાધર રાજાઓની આરાધના માટે અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કરીને રહ્યો-પાવતુ-નમિ અને વિનમિ વિદ્યાધર રાજાઓનું મનમાં સ્મરણ કરતો કરતે રહેવા લાગ્યો. વિદ્યાધર રાજાઓ નમિ-વિનમિ દ્વારા ભારતને રત્ન તથા સીરત્નની ભેટ૫૫૩. ત્યાર બાદ તે ભરત રાજાનું અષ્ટમ ભક્ત તપ પૂર્ણ થતાં નમિ-વિનમિ વિદ્યાધરરાજાઓ દિવ્ય પ્રેરણા દ્વારા પ્રેરિત થઈને એકબીજાને મળ્યા, મળીને આ પ્રમાણે કહેવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy