SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી ચરિત્ર: સત્ર પર સત્કાર કરવો, સન્માન કરવું. તેથી હું પણ જાઉં અને ભરત રાજાનો આદર-સત્કાર કરું.' આ વિચાર કરી રત્નોના બનેલા એક હજાર આઠ કળશ તથા જેના પર અનેક પ્રકારના મણિ-સુવણ–રત્નો જડીને કોતરણી કરી હતી તેવા બે ભદ્રાસન તથા કડાં, તેડાં– યાવ-આભૂષણો તેણે લીધા, લઈને પોતાની ઉત્કૃષ્ઠ ગતિથી જઈ––યાવતુ-આ પ્રમાણે કહેવા લાગી— આપ દેવાનુપિયે કેવકલ્પ ભારતવર્ષ જીતી લીધો છે, તેથી હું દેવાનુપ્રિયના દેશની નિવાસી બની છું (અર્થાત્ આપની પ્રજાજન બની છે, તેથી હું હવે આપની આજ્ઞાધારી સેવિકા છું તો હે દેવાનુપ્રિય! મારી આ ભેટ સ્વીકારો.” આમ કહી એક હજાર આઠ કળશ, રત્નખચિત મણિકનકમયે કડાં થાવત્ પૂર્વોક્ત વર્ણન મુજબ-પાવતુ-વિદાય આપી. ૫૧૮. ત્યાર બાદ તે રાજા ભરત પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સ્નાન કર્યું, બલિકમ કર્યું, શુદ્ધ, પવિત્ર, કલ્યાણકારી પોશાક પહેર્યો, અત્યંત મૂલ્યવાન આભરણાથી શરીરને શણગારી સ્નાનગૃહમાંથી બહાર નીકળે, બહાર નીકળીને જ્યાં ભોજનમંડપ હતો ત્યાં આવ્યો, આવીને ભોજનમંડપમાં સુખાસન પર બેસી અષ્ટમ ભક્તનું પારણું કર્યું-ભાવતુ-સભાખંડમાં ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠો, બેસીને અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓને બોલાવી, બોલાવીને-વાવ-અષ્ટદિવસીય મહાસવ ઊજવીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. તાગરિકુમાર-કૃત ભરતનું સન્માન– પ૧૯ સિંધુદેવીના માનમાં કરેલ અષ્ટદિવસીય મહો સવ સમાપ્ત થતાં તે દિવ્ય ચક્રરને આયુધશાળામાંથી પૂર્વવત્-યાવતુ-ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં વૈતાઢયપર્વત તરફ પ્રયાણ ઢપર્વત હતો, જ્યાં વૈતાઢયપર્વતનો જમણો ટાળ હતો ત્યાં આવ્યો, આવીને વૈતાઢયપર્વતના જમણા ઢાળ પર બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, ઉત્તમ નગર જેવી છાવણીની સ્થાપના કરી, કરીને–પાવતુ-વૈતાઢયગિરિ કુમાર દેવના નિમિત્તે અષ્ટમ તપ લીધું, લઈને પૌષધશાળામાં–પાવતુ-અષ્ટમ પપૂર્વક વૈતાઢ ગિરિકુમાર દેવનું મનમાં સ્મરણ કરવા લાગ્યો. ત્યાર બાદ તે ભરત રાજાનું અષ્ટમ તપ પરિપૂર્ણ થતાં વૈતાગિરિકુમાર દેવનું આસન ચલિત થયું. સિંધુદેવીના પ્રસંગ મુજબ જ બાકી વણને સમજવું. પ્રીતિદાનમાં અભિષેકયોગ રત્નાલંકાર, કડાં, ગૂંટિત તથા વસ્ત્રાભરણ ગ્રહણ કર્યા કરીને દેવનું ઉત્કૃષ્ટ ગતિએ આવવું–ચાવ–-અષ્ટદિવસીય મહોસવ-પાવતુ- આજ્ઞા પૂર્ણ કરવી. તિમિસ્ત્રગુફાઅધિપતિ કૃતમાલદેવ દ્વારા ભરત નું બહુમાન૫૨૦. ત્યાર બાદ અષ્ટદિવસીય મહોત્સવ સમાપ્ત થતાં તે દિવ્ય ચક્રરત્ન-પાવતુ-પશ્ચિમ દિશામાં આવેલ તિમિસ્રગુફા તરફ પ્રયાણ કર્યું. ત્યારે હે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને—પાવતુપશ્ચિમ દિશામાં તિમિસૃગુફા તરફ જતું જોયું, જોઈને હષ્ટ-તુષ્ટ આનંદિત બન્યો-પાવતુનિમિસ્ર ગુફાથી અતિ દૂર કે નજીક નહીં એવા સ્થળે બાર યોજન લાંબી અને નવી યોજન પહોળી છાવણી સ્થાપી–પાવતુ-કૃતમાલદેવની આરાધના અર્થે અષ્ટમ તપ ધારણ કર્યું, કરીને પૌષધશાળામાં પૌષધધારી બ્રહ્મચારી બની-ચાવતુ-મનમાં કુતમાલદેવનું મરણ કરવા લાગ્યા. ત્યાર પછી જ્યારે તે ભરત રાજાનું અષ્ટમ ભક્ત તપ પરિપૂર્ણ થયું ત્યારે કૃતમાલદેવનું આસન ચલાયમાન થયું, પૂર્વવ-વાવવૈતાઢયગિરિકુમાર દેવના પ્રસંગ મુજબ વર્ણન. વિશેષમાં પ્રતિદાનમાં હસ્તીરત્નનું તિલક, તદનંતર તે ભરત રાજા–ચાવતુ-જયાં વૈતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy