SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથનુંયે!ગ-ભરત ચક્રવતી -ચરિત્ર: સૂત્ર ૫૦૭ wwwwww મહિષ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરસમૂહ, નીલના જેવું અત્યંત શ્યામ હતું, તે ધનુષના પાછળના ભાગ ચમકદાર, સ્વચ્છ અને સ્નિગ્ધ હતા, નિપુણ કારીગરોએ બનાવેલ તે ઝગમગાટ કરતું હતુ' અને તેની ચારે તરફ મણિ-રત્નાની ધરીઓની હાર જડી હતી, તે ધનુષ્ય પર વીજળીની જેવાં ચમકતાં સાનેરી નિશાન લગાવ્યાં હતાં, તેની પ્રત્યંચા (દોરી) કાળા, લીલા, લાલ, પીળા અને શ્વેત ર'ગાવાળા અનેક સ્નાયુએની બનેલી હતી, શત્રુઓના જીવનના અંત કરનાર અને ચાલતી જીવા(દારી)વાળા એવા તે ધનુષને લઈને રાજાએ જેના બન્ને છેડા શ્રેષ્ઠ વના બનેલા હતા, મધ્ય ભાગ વજ્રસારના બનેલા હતા અને જેના પર સુવર્ણ, ણ, રત્નની કોતરણીથી પાતાના નામનું અંકન કરવામાં આવ્યું હતુ એવુ બાણ ચઢાવ્યું અને પછી વૈશાખસ્થાનમાં (ઊમા રહેવાની એક વિશેષ રીતે) ઊભા રહી, ધનુષની પ્રત્યંચા કાન સુધી ખેંચીને રાજા ભરત આ પ્રકારે વચના બાલ્પા [ગાથાઓ−] ‘હે દેવગણ! આપ સહુ ધ્યાનપૂર્વક સાંભળેા. જે દેવા મારા બાણની બહાર રહેલા છે અર્થાત્ બહારના ભાગના રક્ષકો છે તે નાગ, અસુર અને સુવર્ણકુમાર દેવાને હું પ્રણિપાત કરું છું. (૧) LAVAVAAAAAAAAAAAAAAAAAAAAA તે વિજય પ્રસંગે નરપતિ ભરતના ડાબા હાથમાંનું તે ચપળ ધનુષ્ય પાંચમના ચંદ્ર જેવું શાભતું હતું. (૪) જેવું રાજા ભરતે તે બાણ છેડયું કે છૂટતાં વેંત તે બાર મે।જન દૂર આવેલા માગધીર્થના અધિપતિદેવના ભવનમાં જઈને પડયુ. નામાંક્તિ ખાણ જોઈને માગતીર્થાધિપતિનુ ભરત સન્મુખ અાગમન હે દેવગણ ! આપ સહુ ધ્યાનપૂર્વક સાંભળે. જે દેવા મારા બાણના આભ્યતર ભાગમાં વસેલા છે તે નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણ કુમાર સર્વે મારા દેશમાં વાસ કરનારા દેવોને હું પ્રણામ કરું છું.’ (૨) ૧૫ આમ કહી તેણે બાણ છોડયુ. જેણે માદ્ધાની જેમ કટિભાગને મજબૂત બાંધ્યા હતા અને વાયુથી ઊડતું જેનુ કૌશેય વસ્ત્ર શાભી રહ્યું હતુ' તેવો તે દનીય ધનુષ્ય ધારણ કરવાથી જાણે કે પ્રત્યક્ષ ઇન્દ્ર હોય તેવા દેખાતા હતા. (3) Jain Education International ૧૧૩ ૫૦૮. ત્યાર બાદ તે માગધતીર્થાધિપતિ દેવે પાતાના ભવનમાં પડેલુ તીર જોયું', જોઈને અન્ય’ત ક્રોધિત થયે, પ્રચંડ કોપાયમાન થયા અને ક્રોધથી લાલપીળા થઈ ગયા, તેના ભાલમાં ગુસ્સાથી ત્રણે રેખાએ ખેંચાઈ ગઈ, ભ્રમર ખેંચીને તે આ પ્રમાણે બાલ્પા– ‘અરે ! આ કોનું કામ છે? કોણ અનિ ચ્છિત (મૃત્યુ)ની ઇચ્છા કરનારા નીકળ્યા ? કોણ છે એ દુષ્ટ લક્ષણહીન ? એ કોણ ચતુર્દશીએ જન્મેલ, પુણ્ય વિનાના, રિદ્ધિ-સિદ્ધિએ ત્યજી દીધેલા છે કે જે મારી આ પ્રકારની દિવ્ય સમૃદ્ધિ, દાતિ, દેવભાવથી પ્રાપ્ત, ઉપાર્જિત અધિકૃત સંપત્તિ અને સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યાથી માગ ભવનમાં બાણ ફેકે છે?’ આમ બાલી સિંહાસન પરથી ઊભા થાય છે, ઊભા થઈને જ્યાં પેલું ભરતનું નામ અ'કિત કરેલુ' બાણ હતુ ત્યાં આવ્યા, આવીને તે નામાંકિત તીરને ઉઠાવ્યું, ઉઠાવીને નામાંકન જોયુ, નામાંકન જોઈને તે માગધતીર્થાધિપતિના મનમાં આવા પ્રકારનું ચિંતન, મનન, વિચાર કે સકલ્પ ઉત્પન્ન થયા— ૫૦૯, ‘અરે ! જ’ભૂદ્રીપ દ્વીપમાં ભારત વર્ષમાં ભરત નામ સાવ ભૌમ ચકવતી ઉત્પન્ન થયા છે, તેા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના દરેક માગધતીર્થાધિપતિ દેવના એ પરંપરાગત આચાર છે કે ચક્રવતી રાજાનું બહુમાન કરે. તે હું પણ જઈને ભરત રાજાનું બહુમાન કરું.' તેણે આવો નિર્ણય કર્યા. નિય કરીને હાર, For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy