SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ ગર્ભભાગ જેવા વણ વાળા, અશ્વના પૃષ્ટપ્રદેશ જેવા નિરૂપલેપ પૃષ્ઠભાગધારી, પદ્મ, ઉત્પલ, કુંદ, જાઈ, જૂહી, ચંપક, નાગકેશર, કસ્તૂરી જેવી ગંધવાળું, રાજાને માગ્ય છત્રીશ ગુણયુક્ત એકછત્ર શાસનવાળા, માતૃ-પિતૃ ઉભયપક્ષ પ્રશસ્ત છે તેવા, પેાતાના વિશુદ્ધ કુળરૂપી ગગનના પૂર્ણ ચન્દ્ર સમાન, ચંદ્રની જેમ સૌમ્યપણાથી નયન–મનને સુખ આપનાર, અક્ષુબ્ધ સાગર સમાન સ્થિરચિત્ત, કુબેર સમાન સર્વ ભાગસામગ્રીના ભાક્તા, યુદ્ધમાં અપરાજિત, પરાક્રમી, અમરપતિ ઇન્દ્ર સમાન રૂપવંત, નરપતિ ભરત ચક્રવતી શત્રુઓના ઉચ્છેદ કરી ભરત ક્ષેત્રનું રાજ્ય ભાગવતા હતા. ચક્રરત્નની ઉત્પત્તિ— ૪૯૫. ત્યાર બાદ એક વખત રાજા ભરતની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. ત્યારે ભરત રાજાના આયુધશાળા-રક્ષકે ચક્રરત્ન ઉત્પન્ન થયેલ જોયું, જોઈને હૃષ્ટ તુષ્ટ, આનંદિત મનવાળા, પ્રસન્ન ચિત્તવાળા, હષઁથી રોમાંચિત થઈને, હથી ફુલાઈને તે જ્યાં ચક્રરત્ન ઉત્પન્ન થયુ` હતુ` તે સ્થાન પર આવ્યા, આવીને ચક્રરત્નની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને હાથ જોડી નમ્રપણે ચક્રરત્નને પ્રણામ કર્યા, પ્રણામ કરીને આયુધશાળાની બહાર આવ્યા, બહાર આવીને જયાં બહારની ઉપસ્થાનશાળા (રાજાના બાહ્ય સભાખંડ) હતી, જયાં ભરત રાજા બેઠો હતા ત્યાં ગયા, ત્યાં જઈ બે હાથ જોડી–યાવ ્—જયજયદ્રાષથી વધાવી આ પ્રમાણે બાલ્યા— હે દેવાનુપ્રિય! આપની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, તે પ્રીતિદાયક, આનંદદાયક સમાચાર આપની પ્રીતિ અર્થે નિવેદન કરુ છુ. ૪૬. ત્યારે રાજા ભરત આયુધશાળા-રક્ષકની આ વાત સાંભળી, જાણી અત્યંત હૃષ્ટ—યાવત્ વિશેષ પ્રસન્ન થયા, તેનાં નયન અને વદન Jain Education International ધર્મ કથાનુયોગ—ભરત ચક્રવતી —ચરિત્ર: સૂત્ર ૪૭ કમળની માફક ખીલ્યાં, તેના હાથમાં પહેરેલાં કડાં, ત્રુટિત, બાજુબંધ, મસ્તક પરના મુકુટ, કાનનાં કુંડળ, વક્ષસ્થળ પરના હાર આદિ ચંચળ બની ગયાં, ગળામાં લટકતી લાંબી ડોલતી માળાઓવાળા તે ઉત્કંઠિત થઈ તરત જ સિંહાસન પરથી ઊભા થયા, ઊભા થઈ પાદપીઠ પર પગ રાખી નીચે ઊતર્યા, નીચે ઊતરી પાદુકાઓ ઉતારી, પાદુકાઓ ઉતારી ઉત્તરીય વસ્રના ઉત્તરાસંગ (જનાઈ માફક ખભે વીંટાળવાની ક્રિયા) કરી, ઉત્તરાસંગ કરી પાતાના બન્ને હાથ જોડી ચક્રરત્ન તરફની દિશામાં સાત આઠ પગલાં ચા,ચાલી ડાબા ઘૂંટણ ઊંચા અને જમણા જમીન પર અડાડી હાથ જોડીને-યાવ–ચક્રરત્નને પ્રણામ કર્યા, પ્રણામ કરીને મુકુટ સિવાયનાં બધાં પહેરેલાં આભૂષણા ઉતાર્યા, ઉતારીને આયુધશાળા– રક્ષકને આપી દીધાં, તદુપરાંત જીવનભર ચાલે તેટલુ' પ્રીતિદાન આપ્યુ, પ્રીતિદાન આપી તેના સત્કાર કર્યો, સન્માન કર્યું, સન્માન કરી જવાની રજા આપી, તેના ગયા બાદ પાતે પૂર્વ દિશામાં મુખ રાખી સિ’હાસનારૂઢ થયા. ચક્રરત્નના અષ્ટાનિક હિમા-ઉત્સવ-~~ ૪૯૭. ત્યાર બાદ તે ભરત રાજાએ પાતાના કૌટુંબિક પુરુષા(સેવકો)ને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! તમે વિનીતાનગરીને તરત અંદર અને બહાર સ્વચ્છ કરો, સુગંધી જળના શેરી-મહોલ્લા-માર્ગમાં છંટકાવ કરો, માર્ગની બન્ને બાજુએ મંચ ઉપર મ`ચ ગાઠવાવા, વિવિધરંગી કાપડની ધ્વજા-પતાકાઓથી શણગાર કરો,સ્થાન સ્થાન પર ચંદરવા બાંધા, ગાશીષ અને રક્ત ચંદનના કળશા મૂકો, ચંદનના ઘડાએથી સારી રીતે—પાવત્–સુગંધથી મનાહર બનાવા, નગરીને સુગધવર્તી સમાન સુગંધિત કરો, કરાવા, અને કરી-કરાવી તે પ્રમાણે કર્યાની મને જાણ કરો.’ ત્યારે તે કૌટુંબિક પુરુષા ભરત રાજાની આ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy