SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર : સુત્ર ૩૪૩ ૩૪૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અનેક અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપ. ને, કુળસં૫ર્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન ચારિત્રસંપન્ન, લજજાસંપન, લધુતાસંપન્ન તથા ઓજસ્વી, તેજસ્વી, વચનસંપન્ન,યશસ્વી, જિતક્રોધ, માનવિજયી, માવવિજયી, જિતેન્દ્રિય, નિદ્રાવિજયી, પરીષહવિજયી, જીવનની આકાંક્ષા અને મૃત્યુના ભય વિનાના વ્રતધારી, ગુણપ્રધાન, આરાધનાપ્રધાન, ચારિત્રયપ્રધાન, ઇન્દ્રિયનિગ્રહપ્રધાન, આર્જવપ્રધાન, માદવપ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, મુક્તિપ્રધાન વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મચર્યપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રદાન, સુંદર વર્ણવાળા, લજજવાન, તપસ્વી, જિતેન્દ્રિય, શુદ્ધ ભાવવાળા, નિદાનરહિત, ઉત્સુકતારહિત, અબહિર્લેશ્ય (બાહ્યા પદાર્થો તરફ ભાવરહિત), સુશ્રામણ્યમાં રત, દાન એવા હતા અને નિર્ચન્જ પ્રવચનને સમુખ રાખીને વિચરતા હતા. ૩૪૪. તે ભગવંતો આત્મવાદ-સ્વસિદ્ધાંતના જાણ કાર હતા તેમ જ પરવાદ-પરસિદ્ધાંતના પણ જાણકાર હતા. જેવી રીતે મત્ત હાથીઓ સરોવરમાં ક્રીડા કરવા પુન: પુન: પ્રવેશ કરવાને કારણે કમળવનના પૂરા જાણકાર થઈ જાય તેમ જ્ઞાનસરોવરમાં ક્રીડા કરવા માટે પુન: પુન: પ્રવેશ કરવાથી તેઓ સ્વ-પર-સિદ્ધાંતરૂપી કમળવનથી પૂર્ણ પરિચિત હતા. નિરંતર પુછાતા પ્રશ્નોના ઉત્તર આપવામાં તેઓ નિપુણ હતા, રત્નના કરંડક જેવા હતા, કુત્રિકાપણ(જ્યાં બધી વસ્તુઓ મળે તેવી દુકાન) જેવા હતા, પ્રતિવાદીનું માનમર્દન કરનારા હતા, ચૌદ પૂર્વના જાણકાર હતા, દ્વાદશ અંગધારી હતા, સમસ્ત ગણિપિટકધારી હતા, સર્વાક્ષારસંયોગવેદી, સર્વભાષાવિજ્ઞ, જિન ન હોવા છતાં જિન જેવા અતિથ (યથાતથીવાદી, તપ ને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારતા હતા. ૩૪૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઘણા અંતેવાસી અનગાર ભગવંતો ઈર્યાસમિતિ-વાવ-અરિષ્ઠાપનિકા સમિતિથી યુક્ત હતા, ૧. મનગુપ્ત, ૨. વચનગુપ્ત, ૩. કાયગુપ્ત હોઈ અશુભયોગ-નિગ્રહરૂપ ગુપ્તિથી યુક્ત હતા, ગુખેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, મમત્વરહિત, અકિચન (અપરિગ્રહી), ક્રોધરહિત, માનરહિત, માયારહિત, લેભરહિત, શાંત, પ્રશાંત, ઉપશાંત, કર્મવિકારરહિત, ગ્રંથિરહિત, ગ્રંથિ કાપી નાખેલા, કર્મોતને કાપી નાખેલા, રાગાદિ લેપરહિત, નિર્મળ શ્રેષ્ઠ કાંસાના વાસણને જેમ પાણી ચોંટે નહીં તેમ જેને કર્મરૂપ જળ ચોંટતું નથી તેવા–પાવતુ-જીવ (પ્રાણ)ની જેમ અવ્યાહત, અબાધિત ગતિ વાળા, તેજથી ચમકતા હતા. ૩૪૬. તે ભગવંતને ક્યાંય પણ પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારનો કહેવાયો છે, જેમ કે, ૧. દ્રવ્યથી ૨. ક્ષેત્રથી ૩. કાળથી ૪.ભાવથી. દ્રવ્યથી-સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યમાં, ક્ષેત્રથી–ગામમાં અથવા-ચાવતુ-આકાશમાં. કાળથી—સમયમાં અથવા–ચાવતુ-અન્ય પ્રકારના દીર્ઘ કાળના સંયોગમાં, ભાવથી-ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ભયમાં હાસ્યમાં. આ પ્રકારે તેમને પ્રતિબંધ ન હતો. ૩૪૭. તે ભગવતે વર્ષાવાસ છોડીને બાકીના ગ્રીષ્મ અને શીત તુના આઠ મહિના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ સુધી, વાસિચદનક૬૫ બનીને વાંસલાથી કાપનાર કે ચંદનથી ચર્ચિત કરનાર બન્ને પ્રતિ સમભાવ ધારણ કરનાર બનીને), સોનું ને માટી બને તરફ સમભાવ રાખનાર, સુખ-દુ:ખમાં સમત્વ રાખનાર, આ લોક અને પરલોક સંબંધી આકાંક્ષારહિત, સંસાર–પારગામી, કર્મની નિર્જ કરવા ઉદ્યમી થઈને વિચારતા હતા. તે ભગવંત ભાર વિનાના બનીને, નિર્મળ થઈને, ગ્રંથ (સંકલ્પ-વિકલ્પ) રહિત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy