SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર-ચરિત્ર : સૂત્ર ૩૦૭ ૩. કચારેક ધમ શાળા–મુસાફરખાનામાં, કયારેક ઉદ્યાનગૃહમાં તે કયારેક ગામમાં કે નગરમાં વાસ કર્યા હતા. કયારેક સ્મશાન. માં અથવા ખંડેર મકાનમાં અને કયારેક વૃક્ષ નીચે પણ વાસ કરેલા. ૪. શ્રમણ ભગવાન મહાવીર ઉપરોક્ત સ્થાનામાં તપ-સાધનામાં નિમગ્ન રહેતા રહેતા બાર વર્ષ, છ માસ અને પંદરદિવસ સુધી રાત-દિન પતનાપૂર્વક, પ્રમાદરહિતપણે અને સમાધિયુક્ત થઈને ધ્યાનસ્થ રહ્યા હતા. ૫. ભગવાન નિદ્રાસેવન ન કરતા, જો કયારેક પણ ઊંધનું ઝોકુ' આવી જાય તા ઊઠીને આત્માને જાગૃત કરતા. નિદ્રાની સહેજ અમસ્તી અસર થતાં જ તેઓ સાવધ થઈ ચાલવા માંડતા, તેઓએ નિદ્રાની ઇચ્છા પણ ત્યજી દીધી હતી. ૬. છતાં પણ નિદ્રાના સ્વભાવને જાણનાર ભગવાન સયમના અનુષ્ઠાનમાં અપ્રમત્ત થઈને વિચરતા. જો કયારેક રાત્રિમાં પણ ઝોકું આવી જાય તા તેઓ બહાર નીકળી મુહૂર્ત સુધી પરિભ્રમણ કરી પુન: આત્મચિંતનમાં મગ્ન બની જતા. ૭. તે શૂન્ય–એકાંત સ્થાનામાં સ` આદિ ઝેરી જીવજંતુ કે ગીધ જેવાં માંસાહારી પક્ષીઓ દ્વારા તેમના પર અનેક પ્રકારના ભય‘કર ઉપસર્ગા થયા. ૮. તે ઉપરાંત એકાકી વિચરતા ભગવાન મહાવીરને ચાર, સશસ્ત્ર ગ્રામરક્ષકો, વિષયવાસનામાં રત ગ્રામસ્રીઓ કે દુષ્ટ માણસા તરફથી પણ ઉપસર્ગ થતા. ૯. ભગવાન આ લાકના મનુષ્યા અને તિયા તથા પરલાકના દેવા વગે૨ે દ્વારા થતા અનેક પ્રકારના ઉપસર્ગો પણ સમભાવપૂર્વક સહન કરતા, વળી સુગંધિત-દુગન્ધિત પદાર્થોમાંથી આવતી સુગ ધ કે દુર્ગંધ માટે ૧૦ Jain Education International 93 કે અનેક પ્રકારના કડવા-મીઠા શબ્દો માટે પણ તેઓ હ –વિષાદ ન કરતા. ૧૦. તેઓ પાંચ સમિતિએથી યુક્ત રહીને વિવિધ પ્રકારનાં દુ:ખરૂપ સ્પર્શ, ઉપસર્ગા, પરીષહો સહન કરતા હતા. ભગવાન અતિ અલ્પ પ્રમાણમાં બાલતા અને રિતઅતિ પર વિજય મેળવી સયમમાં સ્થિર રહેતા. ૧૧. લોકો પૂછે કે તમે કોણ છે ? અહીં' કેમ ઊભા છે ? અથવા કયારેક રાત્રિમાં એકાંત સ્થાનની શોધમાં આવી ચડતા માણસો આવા પ્રશ્નો પૂછતા ત્યારે ભગવાન કોઈ જવાબ ન આપતા, આથી ગુસ્સે થઈને તે લોકો મારવા લાગતા છતાં પણ ભગવાન શાંત અને સમાધિમગ્ન જ રહેતા. ૩૧૭, ૧૨, ‘અહીં’ આ કોણ છે?” એમ પૂછવામાં આવતાં ‘હું ભિલ્લું છું” એટલું ભગવાન બાલતા. એ સાંભળી સામી વ્યક્તિ ચાલ્યા જવાનું કહે તે ભગવાન ત્યાંથી ચાલ્યા જતા અને સામી વ્યક્તિ ગુરુસ્સે થઈ કંઈ કરે તેા સહિષ્ણુતા એ ઉત્તમ ધમ છે એમ સમજી મૌન રહીં આત્મધ્યાનમાં લીન બની જતા. ૧૩. શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાવા લાગે છે ત્યા૨ે કેટલાય મુનિએ ઠંડીથી ધ્રુજવા લાગે છે અને હિમવર્ષા થતાં કેટલાક અનગારો પત્રન-રહિત સ્થાન શોધવા લાગે છે. ૧૪. અત્યંત દુ:ખદ એવા હિમજન્ય શીત સ્પર્શીને લીધે કેટલાય વિચારતા કે ઠંડીથી બચવા કપડાં પહેરીએ, અને અગ્નિ પેટાવવા તેઓ ઇંધણ શેાધતા તથા શરીરને ઢાંકવા કામળા ઓઢતા. ૧૫. તેવા સમયે પણ ભગવાન મહાવીર વાયુ રહિત સ્થાનની ઇચ્છા રાખ્યા વિના, ચારે તરફની દીવાલ વિનાના માત્ર ઉપર ઢાંકેલા નિર્જન વિકટ સ્થાનમાં રહીને અને કદીક For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy