SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. માતાએ આરોગ્યવાન ભગવાન મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યા. જન્મસમયે દેવકૃત ઉદ્યોત— ૨૭૪, જે રાત્રિએ નીચેગી ત્રિશલા ક્ષત્રિષાણીએ આરોગ્યવાન શ્રમણ ભગવાન મહાવીરને જન્મ આપ્યા, તે રાત્રિ ભવનપતિ, વાણવ્ય ́તર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓનાં આગમન-ગમનના કારણે એક મહાન દિવ્ય પ્રકાશયુક્ત બની અને દેવાના એકત્ર થવાને કારણે કોલાહલ, ખળભળાટ અને દિવ્ય દ્યોતયુક્ત બની. દેવકૃત અમૃત-વૃષ્ટિ ૨૭પ, જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યા તે રાત્રિએ ઘણા દેવાએ અને દેવીઓએ અમૃત, સુગ ંધિત દ્રવ્યા, સુગંધિત ચૂર્ણા, ફૂલા અને સુવર્ણ, રૂપું તથા રત્નાની ભારે વૃષ્ટિ કરી. દેવકૃત તી કર–જન્માભિષેક— ૨૭૬. જે રાત્રિએ નીરોગી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્વસ્થ શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યા, તે રાત્રિએ ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓએ કૌતુક કર્મ અને રક્ષાવિધિ તથા તીથ કરાભિષેક કર્યાં. સિદ્ધા કૃત જન્માત્સવ ૨૭૭. ત્યાર પછી તે સિદ્ધા ક્ષત્રિયે, ભવનપતિ, વાનવ્ય'તર, જયેાતિષ્ક અને વૈમાનિક દેવાએ તીથ કરના જન્માભિષેક-મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરરક્ષકોને બાલાવ્યા, બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું ‘તરત જ હે દેવાનુપ્રિયા ! કુંડપુરનગરના કારાગૃહને સારું બનાવી દે। (એટલે કે બ’દી વાનાને મુક્ત કરી દે।), કારાગૃહ સારું કરીને પછી તાલમાપને વધારી દે। (એટલે કે પૂર્વવર્લ્ડ મૂલ્યમાં વધુ વસ્તુઓ મળે તેવી વ્યવસ્થા કરો), તેાલમાપમાં વૃદ્ધિ કરી પછી કુડપુરનગરની અંદર અને બહાર પાણી છંટાવા, Jain Education International ધર્મ કથાનુયોગ—મહાવીરચરિત્ર: સૂત્ર ૨૨૧ લી પાવા-ગૂ પાર્લા, શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચવરો, ચતુમુ ખા, રાજમાર્ગ, સામાન્ય માર્ગો આદિ સઘળાં સ્થાનામાં પાણી છંટાવા, સફાઈ કરાવા અને જ્યાં ત્યાં તમામ શેરીએમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવા, સાફસૂફી કરાવા, તે તમામ સ્થળે દર્શીકા માટે ઉપરાઉપરિ મચ બંધાવા, વિવિધ રંગી સુશાભિત ધ્વજા-પતાકાએ ફરકાવા, આખા નગરને લી’પાવા, ધાળાવા અને સુશોભિત બનાવા, નગરનાં ધરોની દીવાલા પર ગાશી ચંદનના, સરસ રક્તચંદનના તથા દર (મલય) ચંદનના પાંચ આંગળી ઊપસે તેવા થાપા લગાડાવા, ઘરની અંદર ચાકમાં ચંદનના કળશ મુકાવા, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તારણા બંધાવા, જ્યાં ત્યાં શાભે એ રીતે જમીનને અડે તેવી લાંબી લાંબી ગાળ માળાઓ લટકાવા, પાંચે રંગનાં સુંદર સુગંધી પુષ્પાના ઢગલા કરાવા, પુષ્પા વેરાવે, પુષ્પગુચ્છો મુકાવા, ઠેકઠેકાણે ઉત્તમ કૃષ્ણાગર, કુદરુ અને તુરુષ્ક ધૂપ કરી સુગંધિત વાસથી સમગ્ર નગરને મધમધતું કરો, ઊંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી ઊઠે એવું કરો, સુગંધના કારણે ઉત્તમ ગધગુટિકા જેવું નગરને મહેકતું કરો, ઠેકઠેકાણે નગરમાં નટા રમતા હોય, નાચનારા નાચતા હોય, દોરડા પર ખેલ કરનારા દોરડા પર ખેલ બતાવતા હોય, મલ્લા કુસ્તી કરતા હોય, મુષ્ટિમલ્લા મુષ્ટિયુદ્ધ કરતા હોય,વિદૂષકા લાકોને હસાવતા હોય, કૂદનારા પાતાના કૂદવાના પ્રયાગે બતાવતા હોય, કથાકારો કથાએ કરી જનમનરંજન કરતા હોય, સુભાષિતપાઠકા સુભાષિત બાલતા હોય, રાસ રમનારા રાસ રમતા હોય, જોષીએ ભવિષ્યકથન કરતા હાય, માટા વાંસ ઉપર ખેલનારા વાંસના ખેલા કરતા હોય, મખલેાકો હાથમાં ચિત્રફલક રાખી લોકોને દેખાડતા હોય, તૂણીલાકો નૂણ નામનું વાજિંત્ર વગાડતા હોય, વીણાવાદકો વીણા વગાડતા હોય, તાલ દઈને For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy